240 FIR જેના પર નોંધાયેલી છે, ભાજપે તેને રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા

કેરલમાં ભારતીય જનતા પાર્ટીમાં હાલ ઘણા ફેરફાર થઈ રહ્યા છે. જ્યારથી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જેપી નડ્ડાની પસંદગી થઈ છે, ત્યારથી રાજ્યોના ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ બદલાઈ રહ્યા છે. ત્યારે હવે કેરલના નવા પ્રદેશ અધ્યક્ષની પણ ભાજપે વરણી કરી છે. જ્યાં 49 વર્ષીય ફાયરબ્રાન્ડ નેતા કે. સુરેન્દ્રનને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. કે.સુરેન્દ્રન વિરુદ્ધ દંગા ભડકાવવાના અનેક કેસ નોંધાયેલા છે. ઉપરાંત તેમના વિરુદ્ધ અપમાનજનક નિવેદનો, મંજૂરી વગર આંદોલનો કરવા જેવા કુલ 240 કેસ નોંધાયેલા છે. કે. સુરેન્દ્રન સબરીમાલા વિવાદમાં પોતાની ભૂમિકાને લઈ ખાસ્સા ચર્ચામાં રહેલા છે.