રશિયન બેલે નૃત્ય. અને ભારતીય કલાસિકલ નૃત્ય.

જીન જ્યોર્જિયસ નોવેલ નામના નૃત્યકારે મોડર્ન બેલેનો પ્રારંભ કર્યો હતો. ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઘણા પગથિયાં બેલેના મૂળભૂત સ્ટેપ સાથે મળતા આવે છે. બેલે શીખતાં વિદેશીઓ ભારતીય નૃત્ય ખાસ શીખે છે, જેથી નૃત્ય સાથે હાવભાવનો ખ્યાલ સ્પષ્ટ થાય. રશિયન બેલે અને ફ્રેન્ચ બેલે વધુ લોકપ્રિય છે. બેલેમાં પહેલા કોઈ મહાન વિભૂતિ કે રચના પર પ્રસ્તુતિ થતી, ધાર્મિક મહત્વ ઓછું હોવાથી નવા પ્રયોગોની મોકળાશ રહી. બેલે સ્ત્રી આર્ટિસ્ટને બેલેરિના અને પુરુષ બેલેટો તરીકે ઓળખાય છે. ઠંડા પ્રદેશનું હોવાથી સ્ટેપ અત્યંત ઝડપી હોવાથી ફિગર ચુસ્ત હોવી જરૂરી છે. ભારતીય નૃત્યોની જેમ બેલે ડાન્સર થવા સાત આઠ વર્ષ અભ્યાસ કરવો પડે છે…
ભારતીય ક્લાસિકલ નૃત્ય થોડું ધીમું હોવાના ખાસ કારણો છે, જેમાં સૌથી મહત્વનું હાવભાવ પ્રદર્શિત કરવું અને બીજું,વિશેષ મેકઅપ કરવામાં આવે છે, જે કુદરતી તત્વો દ્વારા થતો હોય છે. ફૂલોના રંગ, ખાસ પ્રકારના પાંદડાંના રંગ, રંગીન પથ્થર, મહેંદી, કેસર, કેસુડો, ચોખાનો લોટ વગેરેના મિશ્રણથી મેકઅપ થાય છે. કથ્થક માટે મેક અપ કરતાં ત્રણ ચાર કલાક સામાન્ય છે, જેમાં કલાકારે સૂઇ રહેવું પડે છે. મેકઅપ ઉપરાંત સાત આઠ કીલોનુ કોશ્ચ્યુમનું વજન થતું હોય છે. અનિષ્ટ તત્વ માટે લાલ કે કાળો રંગ વપરાય હોય છે…

Deval Shastri🌹