અમદાવાદ: જય રણછોડ ભકિતપથ તરીકે સાતેક કરોડના ખચેઁ તૈયાર કરેલા માર્ગ પરથી ડાકોર જતા પદયાત્રીઓ વૃક્ષોના શીતળ છાંયડામાં વિશ્રામ કરવા આશરો લેતા હતા તેજ વૃક્ષોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માર્ગ પહોળો કરવાને લઈ ને નિકંદન કરાતા આસપાસ ના વેપારી ઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
AMC તંત્ર એ સાતેક ટ્રેક્ટર તેમજ જેસીબી મશીન અને ઓટોમેટિક કરવતો લઈ ને સંખ્યાબધ વૃક્ષો ને થડમાંથી કાપી નાંખ્યા અને તાબડતોડ તેના પાંદડા સાથેની ડાળીઓ અને કપાયેલા વૃક્ષો ટેકટરોમાં ભરીને લઈ જવાની તજવીજ ધમધોકાર સતત ચાલુ રાખી હતી. જોકે આજ ભકિતપથના વિકાસ માટે સ્થાનિક કોર્પોરેટર અતુલભાઈ પટેલએ પોતાના બજેટમાંથી વૃક્ષારોપણ કરવા માટે તેમજ તેના જતન માટે ટી ગાડી ની જોગવાઈ સાથે બજેટ ની ફાળવંણી કરી ને રિગરોડ સુધી પદયાત્રી ઓ માટે વૃક્ષો નુ વાવેતર કરાવ્યુ હતું