*મોટો હુમલો કરવા જમ્મૂ-કાશ્મીરમાં ઘુસ્યા આતંકીઓ, સેનાએ કર્યા ઠાર*

શ્રીનગર જમ્મૂ-કાશ્મીરમાં મોટો આંતકી હુમલો કરવાની ફીરાકમાં ઘુસેલા આશરે ચાર આતંકીઓ પૈકી 3 આતંકવાદીઓને સુરક્ષાદળો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. અત્યારે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલું છે. શ્રીનગર તરફ જઈ રહેલા આતંકવાદીઓએ ઘાટીમાં જવાના પ્રયત્નમાં નગરોટા નજીક સુરક્ષા દળોની નાકાબંધી કરીને ઉભેલી ટીમ પર ચેકીંગ દરમિયાન ગોળીબાર કર્યો હતો.