હું તો ત્યાં સુધી કહું છું કે ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭…..માં એવી કઈ ક્ષણ છે કે ઘરના સભ્યો મહિલા વિના ચલાવી શકે?..૮મી માર્ચ….એટલે “વિશ્વ મહિલા દિવસ”

*…. ૮મી માર્ચ….એટલે “વિશ્વ મહિલા દિવસ”….*

હું તો ત્યાં સુધી કહું છું કે ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭…..માં એવી કઈ ક્ષણ છે કે ઘરના સભ્યો મહિલા વિના ચલાવી શકે? ચાહે મા..પત્ની…બહેન…કે દિકરી…કોઈ પણ સ્વરૂપે એક સ્ત્રી શક્તિ વિના ” ઘર ની કલ્પના કરવી નામૂમકીન છે…

 

પછી એ મહિલા એક ગૃહિણી હોય કે નોકરી કરતી આધુનિકા…ખૂદના ઘરની તો એ અન્નપૂર્ણા જ છે, છતાં ઘણી વાર એ અન્નપૂર્ણાને એવું કહેવામાં આવે છે કે ” તારે આખો દિવસ શું કામ હોય છે?…” પણ….હે મૂર્ખ માનવી…તું એ કેમ ભૂલે છે કે તું જ્યારે – જ્યારે થાક્યો – પાક્યો ઘેર આવે છે ત્યારે હસતાં મોઢે પાણીનો ગ્લાસ આપનારી, ભોજન સમયે ઘરના સભ્યોને ગરમા ગરમ રસોઈ પિરસનારી,બાળકોની તમામ જવાબદારીઓ નિભાવી… મા ,પત્ની અને વહુની ત્રેવડી ભૂમિકા નિભાવનારી…એ પણ એક “નારી ” છે.

ઘર અને બહારના કામો હસતે મોઢે અને કશીય ફરિયાદ વિના કરનારી એ પણ એક એવી વ્યક્તિ છે એ જેને કદાચ પોતાની પસંદ નાપસંદ કે ગમા આણગમાની કોઈ પરવાહ નથી…તેણે સર્વસ્વ સમર્પિત કરી દીધું છે પોતાના પરિવાર માટે…!

લગ્ન પછી એક દિકરી ” મમ્મી, આજે જમવામાં શું બનાવ્યું છે?” ના બદલે ” મમ્મી, આજે જમવામાં શું બનાવવું છે?” એમ પુછતી થઈ જાય છે ..આ છે સ્ત્રી શક્તિ….!

મારી એક દિકરી…પત્ની…વહુ અને મા હોવાની સાથો સાથ એક ” સ્ત્રી” હોવાને લીધે એ જ અભિલાષા છે ને રહેશે…કે માત્ર “વિશ્વ મહિલા દિન” ને દિવસે જ નહીં ; બલ્કિ હંમેશા સ્ત્રીઓનું સમ્માન કરો….એ છે તો સમાજ છે…એ નથી તો સમાજ ક્યાંયનો નથી…..

 

સ્ત્રી એટલે ઇન્દ્રધનુષમાંનો એક રંગ,

સ્ત્રી એટલે ઊગતાં સૂરજનું કિરણ,

સ્ત્રી એટલે આથમતી સંધ્યાની લાલાશ,

સ્ત્રી એટલે પાનખરમાં મળસ્કે બાઝતું ઝાકળ,

સ્ત્રી એટલે વાસંતી વૈભવ

સ્ત્રી એટલે જ અસ્તિત્વનો ઉત્સવ અને

સ્ત્રી એટલે હસતી રમતી ખિસકોલી..!!

 

*તમામ મહિલાઓ ને વિશ્વ મહિલા દિન ની અને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામના*

*અમિત પંડ્યા વસ્ત્રાલ અમદાવાદ*