બજાર ઠંડું હોવાથી વેપારીઓ પાસે રૂપિયાની અછત, કર્મચારીઓના પગાર અટવાયા
ઘણી જગ્યાએ પગાર કાપ તો કઈ જગ્યાએ પગાર નહીં થતાં લોકો આર્થિક સંકડામણમાં મુકાયા
કોરોનાની મહામારીને કારણે લાંબા સમય સુધી બંધ રહેલા બજારો શરતી મંજુરીએ સાથે ખુલી તો ગયા પરંતુ હજુ બજારમાં લોકો ખરીદી કરવા નીકળતા નથી.કોરોના ના ડર ઉપરાંત લોકો પાસે પૈસા ખૂટી ગયા હોવાને લીધે જાણે કે બજારમાંથી રૂપિયા અદ્રશ્ય થઈ ગયા હોય તેવો ઘાટ થયો છે. વેપારીઓ ની આવક ઘટી છે જેને કારણે ઘણા વ્યાપાર ધંધા ઉદ્યોગ બંધ થઈ ગયા છે.મોટી સંખ્યામાં લોકો કામ ધંધો છુટી જતા બેકાર બની ગયા છે જે લોકોની નોકરી ચાલુ છે તેમને પગાર કાપ અને પગાર નહીં થયો હોવાને લીધે લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે.
સામાન્ય દિવસોમાં શ્રાવણ મહિનાથી બજારમાં તેજી આવી જતી હોય છે તેમાંય તહેવારો શરૂ થાય એટલે તો અમદાવાદની બજાર અને માર્કેટ ગ્રાહકોથી ઉભરાઈ જતા હોય છે વેપારીઓને વાત કરવાનો પણ સમય મળતો ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. જ્યારે ચાલુ વર્ષે આ પૈકીનું કોઇ દ્રશ્ય અમદાવાદના કોઈપણ બજાર કે માર્કેટમાં જોવા મળ્યું નથી.
વેપારી સંગઠનના અગ્રણીઓના જણાવ્યા મુજબ લગભગ ૭૦ દિવસ સુધી મોટાભાગના બજારો બંધ રહેતા વ્યાપારીઓની મોટું નુકસાન થયું છે. ત્યાર બાદ બજારો શરૂ થઈ ગયા પરંતુ મોટી સંખ્યામાં વેપારીઓને નુકસાન ઘણા વ્યાપાર ધંધા ઉદ્યોગો બંધ થઈ ગયા છે. વેપારીઓ પોતાની દુકાન કે પેઢીઓ ખોલીને બેસે છે પરંતુ કોઈ આવકની હોવાને કારણે તેમની સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ છે.
શહેરના મોટાભાગના બજારો અને માર્કેટમાં જે તે દુકાન શોરૂમ છે ઓફિસ માં જેટલા કર્મચારી રાખવામાં આવતા હતા તેમાં ૩૦ થી ૫૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે આટલું જ નહીં જે કર્મચારીઓને કામ ઉપર રાખવામાં આવ્યા છે તેમના પગારમાં પણ ચોક્કસ કાપ મુકવામાં આવતા કર્મચારીઓ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે.
લોકો જાણે કે ખુબ જ વિચારીને એક રૂપિયાનો ખર્ચ કરી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે અનિવાર્ય ના હોય તો લોકો કોઈપણ ચીજ વસ્તુ ખરીદતા નથી જેને લીધે અમદાવાદના તમામ બજારમાં જાણે કે રૂપિયો અદ્રશ્ય થઈ હોય તેઓ ઘાટ થયો છે. જો લાંબા સમય સુધી આવી પરિસ્થિતિ રહે તો હજુ ઘણી દુકાનો અને ફેરીયો બંધ થઈ જાય તેવી સંભાવના વેપારી સંગઠનના અગ્રણીઓએ વ્યક્ત કરી રહ્યા છે.