*મોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ*

કોરોના વાયરસના હજુ ભારતમાં 89 કેસ છે. જે સ્તર પર ભારતમાં કોરોના વાયરસ ફેલાયો છે એ સેક્ન્ડ સ્ટેજમાં છે. ભારતે 30 દિવસમાં યોગ્ય પગલાં ન ભર્યા તો એ સ્ટેજ 3 માં પહોંચી જશે. જેને રોકવો મુશ્કેલ બની જશે. આ ખુલાસો દેશના એક તબીબે કર્યો છે. સરકારે અત્યારે જ પગલાં ભરવાની જરૂર છે. બીજા સ્ટેજના કોરોના એટલે આ વાયરસ એ જ લોકોમાં મળ્યો છે જેઓ કોરાના સંક્રમિત દેશોમાં ફરીને આવ્યા છે. એટલે કે એ લોકો પૂરતો જ સીમિત છે. સ્થાનિક સ્તર પર આ બિમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં હજુ ફેલાઈ નથી. ત્રીજા સ્ટેજમાં આ બિમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવાની શરૂ થશે. ભારત સરકાર પાસે ત્રીજા સ્ટેજ પર પહોંચવા માટે રોકવા માટે 30 દિવસનો સમય છે. ઇટલી અને ચીનમાં આ બિમારી મહામારીના સ્ટેજને પણ વટાવી ગઈ છે. હાલમાં કોરોના છઠ્ઠા સ્ટેજ પર છે. ભારતમાં કોરોનાને વધુ ફેલાતો રોકવા માટે ભારતીયોએ પણ સરકારને સહકાર આપવાની જરૂર છે. કારણ કે તેઓ જેટલા એલર્ટ રહેશે એટલી બિમારી વધુ નહીં ફેલાઈ, એકવાર આ બિમારી ત્રીજા સ્ટેજે પહોંચી તો તમામ કોશિષો નિષ્ફળ જવાની શરૂ થશે અને મોતના આંકને રોકી શકાશે નહીં.