મુખ્ય સમાચાર. – કલ્પેશ મોદી.

અફઘાનિસ્તાનમાં આતંકી હુમલોઃ કાર બોમ્બ વિસ્ફોટમાં 8નાં મોત, 30 ઇજાગ્રસ્ત.
🚂🚂કચ્છ : ગુડ્ઝ ટ્રેનના કન્ટેનરમાં લાગી આગ.
ભચાઉના ચિરઈ ગામ નજીક ટ્રેન કન્ટેનરમાં અચાનક સોર્ટસર્કિટ થતાં લાગી આગ.
2 રેલવે કર્મી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
📱📱ભાવનગર જિલ્લા જેલમાંથી ચેકિંગ દરમિયાન બેરેક નંબર 55માંથી મળ્યો મોબાઈલ, પોલીસે કાર્યવાહી હાથ ધરી.
📖📖ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદોઃ સ્કૂલ ફી ન લેવાનો રાજ્ય સરકારનો પરિપત્ર રદ્દ કર્યો, હાઇકોર્ટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા કહ્યું, ફી માફીના પરિપત્ર સિવાયના તમામ મુદ્દાઓ યથાવત્.
🍫🍫અખબારી યાદી તા. ૩૧-૦૭-૨૦૨૦
દેશના જવાનોની રક્ષા માટે
“પહેલી રાખી દેશપ્રેમી કી” અંતર્ગત રાજ્યના ૩૨ જિલ્લામાંથી બહેનો
દ્વારા તૈયાર કરાયેલી ૨૧,૧૦૦થી વધુ રાખડી – વિજયસૂત્રનો સંદેશ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અર્પણ
———
મુખ્યમંત્રીશ્રી દ્વારા રક્ષાબંધન નિમિત્તે દેશની ૧૮ વિવિધ સરહદો ઉપર
ફરજ બજાવતા જવાનોની રક્ષા માટે રાખડી – વિજયસૂત્ર સંદેશ મોકલાયો.
——
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ૧૮,૫૦૦થી વધુ
ગામોમાંથી રાખી-સંદેશ એકત્રિત કરાયો
——
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉપક્રમે રક્ષબંધનના પર્વ નિમિત્તે “મા ભોમની રક્ષા” કાજે ૨૪ કલાક ૩૬૫ દિવસ પોતાના જીવના જોખમે સરહદો ઉપર ફરજ બજાવતાં આપણા જાંબાજ જવાનોના રક્ષણ માટે અને તેમનું મનોબળ વધારવાના હેતુથી “પહેલી રાખી દેશપ્રેમ કી” દ્વારા ગુજરાતના ૧૮,૫૦૦થી વધુ ગામોમાંથી બહેનો દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના ગામોમાંથી બહેનો દ્વારા સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો માટે તૈયાર કરેલી અંદાજે ૨૧,૧૦૦થી વધુ રાખડીઓ અને વિજયસૂત્રનો સંદેશ આજે રાજ્યના સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના હોદ્દેદારો દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અર્પણ કરવામાં આવ્યો હતો.
બજારમાંથી ખરીદીને નહીં પણ ગુજરાતના ૧૮,૫૦૦થી વધુ ગામડાની બહેનો દ્વારા તૈયાર કરાયેલ આ રાખડી અને પોતાની લોકભાષામાં લખેલા વિજયસૂત્રના સંદેશને ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા દેશની વિવિધ ૧૮ સરહદો ઉપર ફરજ બજાવતાં જવાનોને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મોકલી આપવામાં આવી છે.
ગુજરાતના ૧૮,૫૦૦થી વધુ ગામની બહેનો દ્વારા બજારમાંથી ખરીદીને નહીં પણ પોતાના હાથે બનાવેલી રાખડી અને પોતાની લોકભાષામાં લખેલા વિજયસૂત્ર સંદેશને મુખ્યમંત્રીશ્રી દ્વારા કચ્છ, ઊરી, જેસલમેર, સિયાચીન, ગલવાન અને બનાસકાંઠા સરહદે ફરજ બજાવતાં BSFના જવાનોને જામનગર, ભૂજ, પઠાણકોટ, નલિયા, શ્રીનગર અને મકરપુરા ખાતે ફરજ બજાવતા ભારતીય વાયુ દળના જવાનોને તેમજ ઓખા, પોરબંદર, મુંબઈ, લક્ષદ્વીપ, વિશાખાપટ્ટનમ અને આંદામાન-નિકોબાર ખાતે ફરજ બજાવતાં નૌકાદળના એમ ૧૮ સરહદી સ્થાનો ઉપર જવાનોને આ રાખડી અને વિજયસૂત્ર સંદેશ મોકલી આપવામાં આવ્યો છે.
આ “પહેલી રાખી દેશપ્રેમ કી” અંતર્ગત રાખડી અને વિજયસૂત્ર સંદેશ એકત્રિત કરવા માટે સવામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવિધ આઠ ઝોન નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગિરસોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ એમ કુલ ૩૨ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
🍇🍇’ ચીનને ડહાપણની દાઢ ફૂટી ‘ : ભારત અને ચીન વચ્ચે વ્યાપારી સબંધો ઘટશે તો બંને દેશને નુકશાન થશે : ભારતે ચીનની એપ્સ ઉપર પ્રતિબંધ મુક્યા પછી રંગીન ટી.વી.ની આયાત ઉપર પણ રોક લગાવતા ચાઈનીઝ રાજદૂતનું ઉદબોધન.
🦀🦀जानवरों में भी बढ़ रहा है खतरा,अमेरिका में कोरोना पॉजिटिव पहले कुत्ते की मौत.
📺📺दिल्‍ली: टीवी ऐंकर प्रिया जुनेजा ने की आत्‍महत्‍या.📽️📽️🎞️
🌹🌹પ્રદીપ સિંહ જાડેજાએ કરી જાહેરાત.
રાજ્યના નવા DGP તરીકે આશિષ ભાટિયા.
આવતીકાલે આશિષ ભાટિયા DGP તરીકેનો ચાર્જ સંભાળશે.
અમદાવાદ શહેર કમિશનર તરીકે આગામી દિવસમાં જાહેરાત કરવામાં આવશે