હાલ સમગ્ર ભારતમાં કોરોનનો કહેર યથાવત છે, ત્યારે કોરોના નો કહેર ને ઘટાડવા માટે સરકાર પોલીસ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. એટલું જ નહિ મહામારી ની સાથે સાથે દેશની ઈકોનોમિ ને ચલાવવા માટે કેન્દ્ર સરકારે એક પછી એક એમ બે વાર અનલૉક જાહેર કરીને લોકોને પોતાનો ઘંઘો વેપાર ચાલુ કરવા માટે ની રાહત આપી છે, પરંતુ, તમામને કેટલીક શરતોનું ફરજિયાત પણે પાલન કરવા માટેનું પણ કેન્દ્ર સરકાર દ્વારા હુકમ જાહેર કરવામાં આવ્યું છે,
પરંતુ કેટલીક જગ્યાએ સરકાર ના હુકમ નું બિન્દાસ પણે ઉલ્લંઘન થઈ રહ્યું છે.
જો વાત કરવામાં આવે તો અમદાવાદના જમાલપુર કાજિના ધાબા પાસે ગઈ કાલે ગાયકવાડ હવેલી પોલીસ સાથે એક ચા વાળા એ માથાકુટ કરી હતી. જેમાં ચા વાળાએ પોતાનો ધંધો કરફયૂ નો સમય ચાલુ થયા બાદ પણ ચાલુ રાખ્યો હતો.
જેની બાતમી ગાયકવાડ હવેલી પોલીસને મળતાં તેઓ ખાનગી કાર લઇને રેડ કરવા પહોંચ્યા હતા. ત્યારે ચા વાળાએ પોલીસને એવી ધમકી આપી હતી કે તેઓ તેની સામે કાર્યવાહી કરશે તો તે પોલીસના વિરુદ્ધમાં હાઇકોર્ટમાં જશે અને તેમની વર્દી ઉતારી દેશે. આમ, પોલીસને ધમકી આપતા ચા વાળા વિરૂદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં આઇપીસી ૧૮૮,૧૮૬ ,૨૯૪(બ), અને ૫૦૬ મુજબની ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.