*ગળે, ચીપકુ- પીએમ મોદી અને ટ્રમ્પ એકબીજાને પાંચ વખત ગળે મળ્યા*

અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પનું આગમન થયું ત્યારે મોદી તેમને ગળે મળ્યા હતા. બીજી વખત મોટેરા સ્ટેડિયમમાં પીએમ મોદી તેમની પહેલું ભાષણ પૂરું થયું ત્યારે ભેટ્યા. ત્રીજી વખત જ્યારે ટ્રમ્પનું ભાષણ પૂરુ થયું ત્યારે ભેટ્યા અને ચોથી વખત પીએમ મોદી બીજી વખત ભાષણ પૂરુ થયું ત્યારે ટ્રમ્પને ગળે મળ્યા. આમ એક વખત એરપોર્ટ પર અને મોટેરા સ્ટેડિયમમાં ચાર વખત એમ અઢી કલાકના સમયગાળા દરમિયાન પીએમ મોદી અને ટ્રમ્પ એકબીજાને પાંચ વખત ગળે મળ્યા ભારતની મુલાકાત લેનારા અમેરિકી પ્રમુખોમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાતમા છે