પ્રજાના પૈસાના કામોના વિકાસની ચકાસણી કરવા માટે ડેપ્યુટી મેયરે પરસેવો પાડ્યો.
ગુજરાતનું કહેવાતું જીજે ૧૮ એવું ગ્રીનરી સિટી, ગ્રીન સિટી, હરિયાળું પાટનગરની જે ઓળખ હતી તે ભૂંસાતી જાય છે અને ત્યાં ત્યાં કોંક્રિટના જંગલો ફેરવાતા હરિયાળું પાટનગર અને જે વિકસિત બગીચા હતા તે પણ ઘણા લુપ્ત થવા માંડ્યા છે ત્યારે વર્ષો પહેલા ગાંધીનગર હાર્દસમા એક જ બગીચો હતો સેક્ટર-૨૮ નો. અને દરેક સેક્ટરમાં બગીચા ખરા પણ જોઈએ એવા સુશોભિત નહીં. ત્યારે હવે ડેપ્યુટી મેયર એવા નાજાભાઈ ધાંધર દ્વારા વૃ ક્ષોની નગરી બનાવવા પહેલેથી જ તેમણે તૈયારી ઓ અરંભિત દીધી હતી અને સેક્ટર-૭, ૧૨, ૧૩, ૧૪, ૧૫ થી લઈને અનેક સેક્ટરોમાં ઝાડ ઉગાડવાનું રેકોર્ડ બુક કરેલ છે ત્યારે ફરી બન્યુ ગ્રીનરી સિટીનું ચેમ્પિયનશીપ જોવા જઈએ તો આ વૃક્ષના ડોક્ટરને આભારી છે. ત્યારે હવે તેમણે વડીલો અને વસાહતીઓ માટે શુદ્ધ હવા લઈ શકે તે માટે અને બાળકો માટે રમવાના બગીચા નું આયોજન હાલ સેક્ટર-૮ ખાતે ચાલી રહ્યું છે ત્યારે પ્રજા પરસેવાની કમાણીથી ટેક્સ સ્વરૂપે ભરે છે અને પ્રજાના પરસેવાના કમાણી સાચા અર્થમાં વપરાય અને લોલમલોલ કામ ન થાય તે માટે પોતે પરસેવો પાડી રહ્યાં છે. પ્રજાને મફતમાં નગરસેવક મળ્યો છે જે આજે ૨પણ પોતાને મળતો પગાર, ભથ્થ લેતા નથી અને સરકારી વાહન મળવા છતાં પણ આજ દિન સુધી સરકારી વાહનનો ઉપયોગ કરેલ નથી. ત્યારે નગરજનોમાં પણ તેનો ઉમળકો પ્રજામાં વધારે ચર્ચાસ્પદ બની રહ્યો છે.
સે.૮ ખાતે બનાવવામાં આવી રહેલા બગીચામાં એક નવા કોન્સેપ્ટ અને દરેક સેક્ટર કરતાં કંઈક નવું જ નજરાણું એવો આ બગીચો જોવા મળશે તેમાં બેમત નથી. ત્યારે પ્રજાના કામો થાય છે પણ જરૂરી છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતે અહીંયાના આ વિસ્તારના સંસદ હોવાથી વિકાસ માટે અઢળક નાણાં આપી રહ્યાં છે ત્યારે સાચા અર્થમાં આ નાણાં વપરાય અને પ્રજાને પણ લાગે કે અમે ભરેલા ટેક્સના નાણાં વિકાસ નરી આંખે જોઈ શકે તે વિઝન રહ્યું છે. ગાંધીનગર મહાનગર પાલિકાના તમામ અધિકારીઓને બોલાવી કામોની ચકાસણી કરીને સૂચના આપી રહ્યાં છે ત્યારે પહેલા હતું ગ્રીન સિટી અને બગીચા ની નગરી એ ઓળખ પાછી લાવવા ડેપ્યુટી મેયર દ્વારા બીડું ઝડપ્યું છે. વૃક્ષોના ડોક્ટર તરીકે પ્રચલિત એવા નાજાભાઈ પોતે કયા વૃક્ષને કેટલું ખાતર નાંખવું, કેટલાક સમય પાણી જોઈએ છે. તમામ થી માહિતગાર છે. આજે પણ ડેપ્યુટી મેયર ઘડિયાળ પહેરે શોખ પણ સૂર્યના કિરણો જોઈને કહી દે છે કે આટલા વાગ્યા છે. ત્યારે પ્રજાના વિકાસ કામોના વિઝન સાથે ઝડપભેર કામ પૂર્ણ થાય અને તમામ નગરજનોને આ બગીચો નવા કોન્સેપ્ટ સાથે અને કંઈક નવું જોવા મળે છે વિઝનથી ડેપ્યુટી મેયર પોતે રસ લઈને અને ટકાઉ કામ થાય તે માટે પ્રયત્નશીલ રહીને ગાંધીનગરમાં નવો લુક અને દોડી રહ્યો છે. આવનારા સમયમાં સેક્ટર-૮ નો બગીચો કદાચ આખા નવો કોન્સેપ્ટ છે અને લોકો આ બગીચાની મુલાકાત લેવા આવે તેવું પણ સપનું ડેપ્યુટી મેયર સેવી રહ્યા છે.