આરોપીને ત્રણ
વર્ષે છ માસની સખત કેદની સજા તથા રૂા. ૫૦૦૦/- નો દંડની સજા ફટકારતી રાજપીપલા સેશન્સ કોર્ટનો ઓનલાઇન ચુકાદો
રાજપીપલા રોહિત વાસની દલિત કન્યા સાથે પ્રેમકરવા મજબૂર કરી મુસ્લિમ યુવકે પોતાના હાથ પર ચપ્પુ મારી દેતા ગભરાયેલી યુવતી કરજણ નદીમા છલાંગ મારી આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર આરોપીનેથઈ સજા
રાજપીપલા તા 30
હાલ નર્મદામા લોકડાઉ ન ચાલતુ હોવાથી કોર્ટનું કામકાજ બંધ છે ત્યારે માત્ર ઓનલાઇન કામગીરી ચાલતી હોઈ રાજપીપલા ની સેશન્સ કોર્ટમા રાજપીપલા કોર્ટમા લોકડાઉનમાં ઓનલાઈન વિડીયોકોન્ફરન્સ ના માધ્યમથી ચુકાદો આપવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમા રાજપીપલા રોહિત વાસની દલિત કન્યા સાથે પ્રેમકરવા મજબૂર કરી મુસ્લિમ યુવકે પોતાના હાથ પર ચપ્પુ મારી દેતા ગભરાયેલી યુવતીએ કરજણ નદીમા છલાંગ મારી આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર આરોપીને આજે ઓન લાઇન ચુકાદાથી સજા થવા પામી હતી .જેમા આરોપીને ત્રણ
વર્ષે છ માસની સખત કેદની સજા તથા રૂા. ૫૦૦૦/- નો દંડની સજા ફટકારી રાજપીપલા સેશન્સ કોર્ટે ઓન લાઇન ચુકાદોઆપ્યો હતો
ફરીયાદીની બહેન રેશ્માબેન તે વિક્રમભાઈ નાનજીભાઈ રોહીત ની દીકરી (ઉ.વ. ૨૦
રહે,રોહીતવાસરાજપીપળા,) ના હોઈ અને આરોપી શાહબાઝહનીફભાઈ નકુમ જાણતો હતો કે રેશ્માબેન પોતે અનુસુચિત જાતિ નોઈ તેમ છતારેશ્માબેનને અવાર નવાર પીછો કરી તું મારી સાથે પ્રેમ સંબંધ કેમ રાખતી નથી ? તે મને ખુબજ
ગમે છે તેમ કહી પોતાના હાથ ઉપર ચપ્પુ મારી સાધારણ ઇજા કરી ભોગબનનાર રેસ્માબેનને
હેરાનગતી કરી મરવા માટે મજબુર કરતા ભોગબનનાર રેમાબેન આરોપી શાહબાઝ
હનીફભાઈ નકુમના ત્રાસથી કંટાળી જઈ પોતાના જીવનનો અંત લાવવા તા.૨૫/૦૫/૨૦૧૭ ના
રોજ રાજપીપળાની કરજણ નદીના ઓવારા પાસે પાણીમાં ડુબી જઈ આત્મહત્યા કરી હતી . જેમા આરોપીઓએ ફરીયાદીને આત્મહત્યા મજબુર કરવાના ઈરાદે
રેસ્માબેને આત્મહત્યા કરતા રાજપીપલા પોલીસે આરોપી સામે આત્મહત્યાનોગુનો કરવા માટે દુપ્રેરણ કરવા માટે ઇ.પી.કો. કલમ ૩૦૬, તથા એટોસીટી એકટ ની કલમ
૩(૨)(૫) મુજબનો ગુનો દાખલ કર્યો હતો .
આ કેસ નમૅદા જીલ્લાના સ્પે. સેશન્સ જજ
એસ.પી.તામંગની કોટૅમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ પ્રવિણકુમાર એચ.
પરમારે લોકડાઉનમાં ઓનલાઈનવિડીયોકોન્ફરન્સ ના માધ્યમથી ધારદાર
દલીલો કરી સખતમાં સખત સજા કરવા અરજ કરેલી. જે અરજ ધ્યાને લઈને કોર્ટે
આરોપી શાહબાઝ હનીફભાઈ નકુમને ઈ.પી.કો. કલમ ૩૦૬ ના ગુનાના કામે ત્રણ
વર્ષે છ માસની સખત કેદની સજા તથા રૂા. ૫૦૦૦/- નો દંડઅને દંડ ન ભરે તો છ માસનીસખત કેદની સજા કરવાનો હુકમ કરેલ છે.તથા એટોસીટી એકટની કલમ ૩(૨) ના ગુનાના કામે ત્રણ વર્ષે છ માસની સખત કેદની સજા ફટકારી હતી
તથા રૂા. પ000/- નો દંડ અને દંડ ન ભરે તો છ માસની સખત કેદની સજા કરવાનો હુકમકરેલ છે.
તથા એસોસીટી એકટની કલમ ૩(૫) ના ગુનાના કામે ત્રણ વર્ષે છ માસની સખત કેદની સજાતથા રૂા. ૫૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો છ માસની સખત કેદની સજા કરવાનો હુકમ
કરેલ છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા