મંદિરો ધરતીના ઘનાત્મક (પોઝીટીવ) ઉર્જાના કેન્દ્રો છે. મંદિરો આકાશીય ઉર્જાના કેન્દ્ર છે. વ્યક્તિ મંદિર માં ઉઘાડે પગે જાય છે ત્યારે એનું શરીર ધરતી સાથે સીધા સંપર્ક માં આવે છે. જ્યારે મૂર્તિને હાથ જોડે છે ત્યારે શરીર નું ઉર્જા ચક્ર ચાલુ થઇ જાય છે. જ્યારે શીશ નમાવે છે ત્યારે મૂર્તિમાંથી પરાવર્તિત થતી પૃથ્વી અને આકાશીય તરંગો એના માથા પર પડે છે અને કપાળ પર આવેલ આજ્ઞાચક્ર પર સીધી અસર કરે છે. આનાથી શાંતિ મળે છે અને સકારાત્મક વિચારો આવે છે. જેનાથી વ્યક્તિમાં હળવાશ આવે છે.
મંદિરો એ દિવાન એ આમ છે. દરેક વ્યકિત મંદિરોમાં ભેદભાવ વગર પ્રભુને મળી શકે છે. તેને પામવાના પ્રયત્નો કરી શકે છે. મંદિરોમાં ભેગા થવાથી ભ્રાતૃભાવ કેળવાય છે. ગુરુતા અને લઘુતાગ્રંથી નિવૃત પામે છે. મંદિર એ સમષ્ટિ ગત હેતુ છે.
મંદિરથી શું મળે છે તેમ વિચારવાના બદલે એમ વિચારવું જોઈએ કે મંદિરથી શું નથી મળતું ?
માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર. માણસને ઘડવા માટે મંદિર. સમાજ ઘડતર માટે મંદિર. આપણા ઋષિમુનિઓએ આર્ષદ્રષ્ટા હતા. તેમણે વિચાર્યું કે, સમાજના આધ્યાત્મિક અને સર્વાગી ઉત્કર્ષ માટે બધા જ પ્રકારની આવશ્યતાઓની પૂર્તિ મંદિર દ્રારા થઈ જ થઈ શકે તેમ છે. તેથી મંદિરો ની સ્થાપના થઈ છે. મંદિર હિન્દુત્વનું એક અભિન્ન અંગ છે. મંદિર વિનાના હિન્દુત્વની કે સનાતન ધર્મની કલ્પના અસંભવ છે. અનેકવિધ આધ્યાત્મિકતા સભર મંદિરોનું મહાત્મ્ય છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી
શ્રી સ્વામિનારાયણ મંદિર સલાલનો પંચમ પાટોત્સવ પૂજનીય સદ્ગુરુ સંતોએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ષોડશોપચાર વિધિથી કર્યો હતો. અન્નકૂટ, કેક અર્પણ અને આરતી ઉતારીને કૃતકૃત્ય થયા હતા. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી પ્રભુદાસ ભોળીદાસ પટેલ પરિવાર તેમજ અન્ય હરિભક્તોએ આરતી ઉતારવાના લાભ લીધા હતા. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મુક્તજીવન સ્વામીબાપાના આશીર્વાદનું શ્રવણ કરાવવામાં આવ્યું હતું. અને સંતો અને હરિભકતો એ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. બહુ મોટી સંખ્યામાં હરિભક્તો સૌપ્રથમ ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટોરી: મુકેશ બાઇસિકલ