આઈ.આઈ.એમ.ના રિપોર્ટની હાઈલાઈટ્સ.

Ø મેનેજમેન્ટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત સંસ્થા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસોને પ્રશંસનીય ગણાવાયા છે.

Ø મેનેજમેન્ટ ઓફ ધ કોવિડ-19 પેન્ડેમીક ઈન ગુજરાત : અન્ડરસ્ટેન્ડિંગ ધી ગવર્મેન્ટ ઈનિશિયેટીવ્ઝ, લીડરશીપ પ્રોસેસીસ એન્ડ ધેર ઈમ્પેક્ટ’ શિર્ષક હેઠળ પ્રોફેસર રંજનકુમાર ઘોષ અને તેમની રિસર્ચ ટીમ દ્વારા આ રિપોર્ટ માટેનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

Ø આ રિપોર્ટ અનુસાર, આ સર્વેક્ષણમાં 80 ટકા લોકોએ કોરોનાના આ સંક્રમણકાળમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે કરેલી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Ø મુખ્યમંત્રીશ્રીએ વહિવટીતંત્ર સાથે સતત સંપર્કમાં રહીને નાગરિકોના સ્વાસ્થ્ય-સુખાકારી માટે નિયમ-નિયંત્રણોનો અસરકારક અમલ કરાવ્યો અને કોરોના વોરિયર્સ તથા પ્રજાજનો સાથે સંવાદ સાધીને જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું તેના લીધે પ્રજાજનોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું થઈ શક્યું તે બાબતની નોંધ આ રિપોર્ટ લેવામાં આવી છે.

Ø રાજ્ય સરકારે ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલના નિર્માણની જાહેરાત કરી તેના થોડાક જ સમયની અંદર અમદાવાદમાં 1200 બેડ, રાજકોટમાં 250 બેડ, સુરતમાં 500 બેડ અને વડોદરામાં 250 બેડ સહિત રાજ્યમાં 2200 બેડની ક્ષમતા કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ બનાવી તે બદલ મુખ્યમંત્રીશ્રીના પ્રયાસોને આ રિપોર્ટમાં બિરદાવવામાં આવ્યા છે.

Ø આ રિપોર્ટ અનુસાર, ગુજરાત સરકાર દ્વારા માસ્ક, સેનિટાઈઝર જેવા સુરક્ષા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. રાજ્યના 96 ટકા જેટલા કોરોના વોરિયર્સને સુરક્ષાના આ સાધનો મળવાથી દર્દીઓની સારવારની પ્રક્રિયા અસરકારક અને ઝડપી બની.

Ø રિપોર્ટમાં રજૂ કરાયેલ એક રસપ્રદ તારણ અનુસાર કોરોનાના સંક્રમણ-નિયંત્રણ માટે રાજ્ય સરકારે કરેલા પ્રયાસોના કારણે લોકોમાં આરોગ્ય તેમજ વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા અંગેની જાગૃતિમાં પણ વૃદ્ધિ થવા પામી છે. હવે 89 ટકા લોકો જાહેરમાં થૂંકવાને ગુનો માને છે, અને 81 ટકા લોકોનું માનવું છે કે કોઈને જાહેરમાં થૂંકવું એ કોઈનો વ્યક્તિગત અધિકાર નથી.

Ø અ રિપોર્ટ અનુસાર, પોલીસ વિભાગે તેની રોજિંદી કામગીરી ઉપરાંત અન્નક્ષેત્રો, રાશનની દુકાનો અને જાહેર વિતરણ વ્યવસ્થાનું મોનિટરીંગ કરીને કોરોના સંક્રમણને સિમિત બનાવવામાં ભૂમિકા ભજવી.

Ø આઇ.આઇ.એ- અમદાવાદના રિપોર્ટ અનુસાર, સંક્રમણ રોકવા અને નાગિરોકોની સુખાકારી માટે લેવાયેલા નવીન પગલાઓ જેમ કે ઘન્વંતરી રથ, અન્નબ્રહ્મ યોજના, હાઈડ્રોજન-બલુન આધારિત સર્વેલન્સ, સીએમ ડેશબોર્ડ દ્વારા સીધુ મોનિટરીંગ, જનજાગૃતિ માટે સક્રિય અભિયાન, અન્ય રાજ્યોના શ્રમિકોને મદદ માટે ટીમની રચના, જીવનજરૂરિયાતની સવલતોમાં ફી માફી જેવા વિવિધ પગલાઓ અસરકાર સાબિત થયા છે એમ જણાવામાં આવ્યું છે.

Ø રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત વિના મૂલ્યે અનાજનો જથ્થો પૂરો પાડ્યો તેમજ ગુજરાતના ખૂણે-ખૂણા સુધી અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્દ્ધ બને તે સુનિશ્ચિત કર્યું એ બાબતનો ઉલ્લેખ પણ આ રિપોર્ટમાં વિસ્તૃતપણે કરવામાં આવ્યો છે.

Ø અન્ય રાજ્યોમાં રહેતા શ્રમિકોને મોટી સંખ્યમાં શ્રમિક ટ્રેન મારફતે તેમના વતન પહોંચાડવાના રાજ્ય સરકારના પ્રયાસોની નોંધ પણ આ રિપોર્ટમાં લેવામાં આવી છે. મે મહિનામાં માત્ર 15-20 દિવસના ગાળામાં ગુજરાતે 1000 જેટલી શ્રમિક ટ્રેનની વ્યવસ્થા કરીને 14.8 લાખ શ્રમિકોને તેમના વતન પહોંચાડ્યા.

Ø રાજ્ય સરકારે અપનાવેલા સર્વગ્રાહી હોલિસ્ટિક અભિગમને કારણે કોરોના સંક્રમણને રોકવામાં મોટી મદદ મળી. નાગરિકોના પ્રાથમિક આરોગ્ય માટે ધન્વંતરી – મોબાઈલ મેડિકલ વાનનો પ્રયોગ ઘણો આધારભૂત બની રહ્યો.

Ø રાજ્ય સરકારે આરોગ્યકર્મીઓ તથા વહીવટી સ્ટાફને સક્રિયપણે ઈમ્યુનિટી બુસ્ટરનું વિતરણ કર્યું, જે બાબતને પણ આ રિપોર્ટમાં વણી લેવામાં આવી છે.

Ø કોવિડ-19 થી ગ્રસ્ત દર્દીઓને ઝડપથી ઓળખીને તેમને તુરંત સારવાર આપવા માટે રાજ્ય સરકારે અપનાવેલ અગ્રેસીવ ટેસ્ટિંગના અભિગમને રિપોર્ટમાં હાઈલાઈટ કરવામાં આવ્યો છે.

Ø નાગરિકો પોતાની જાતને કોરોના સામે સાવચેત રાખી શકે તે માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા રાજ્ય સરકારે લોકોને અપીલ કરી. સર્વેક્ષણ અનુસાર, તંત્રના લગભગ 97 ટકા કર્મીઓએ આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કર્યો.

Ø આ રિપોર્ટ અનુસાર, મુખ્યમંત્રીશ્રીએ તંત્રને વિવિધ સૂચનાઓ આપવા તેમજ સૂચનાઓના અમલનું મોનિટરીંગ કરવા સીએમ ડેશબોર્ડનો સુચારૂ ઉપયોગ કર્યો. આ ઉપરાંત સર્વેલન્સ માટે ડ્રોન, હાઈડ્રોજન બલુન સહિતની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.

Ø ગુજરાત સરકારે સમગ્ર રાજ્યની ખાનગી હોસ્પિટલો સાથે સહકાર સાધીને કોરોનાની સારવાર માટે બેડની ક્ષમતામાં વધારો કર્યો તે બાબતને પણ હાઈલાઈટ કરવામાં આવી છે.

Ø આ રિપોર્ટ અનુસાર, કોરોના મહામારીના કારણે ઉભી થયેલી સંકટની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રોએક્ટિવ અભિગમ દાખવીને વહીવટીતંત્ર સાથે તમામ સ્તરે સંકલન સાધીને અસરકારક કામગીરી કરી. સમયમર્યાદાની અંદર ઝડપી પગલાં લેવામાં આવ્યા જેના લીધે વાઇરસના સંક્રમણથી થનારા નુકસાનોને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી.
*****************