સીબીડીટીની જાહેરાતને લઈને કરદાતાઓ તથા ટેક્સ એડવાઈઝર ને ઘણી રાહત થઇ
સીબીડીટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવકવેરાના પ્રથમ ક્વાર્ટરના અને બીજા ક્વાર્ટરના ટીડીએસ અને ટીસીએસ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧મી માર્ચ 2021 રહેશે. સીબીડીટી ની આ જાહેરાતને લઇને કરદાતાઓમાં તેમ જ ટેક્સ એડવાઈઝર ને ઘણી રાહત થઇ જશે.
સીબીડીટી દ્વારા કરવામાં આવેલી મહત્વની જાહેરાત અંગે માહિતી આપતા એડવાઈઝર પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી ને કારણે આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન ભરવાની મુદ્દત તેમજ બીજા કોમ્પ્લાયન્સ ની તારીખોની મુદત વધારતો એક હુકમ જૂન મહિનામાં બહાર પાડ્યો હતો તેમજ આવકવેરાના આકારણી વર્ષ 2019 2020 ની રિટર્નની મુદત ૩૧મી જુલાઈ 2020 કરવામાં આવી હતી તેમજ આકારણી વર્ષ 2020 2021 માટેના રિટર્નની મુદત ૩૧ મી નવેમ્બર 2020 કરવામાં આવી હતી .
તેમાં આવકવેરાને રુલ 31A તથા 31AA હેઠળ ભરવાના થતા તમામ રિટર્નની મુદત માર્ચ 2021 કરી દેવામાં આવી હતી પરંતુ કરદાતાઓમાં ગૂંચવાડો હતો કે રુલ 31A તથા 31AA માં ટીડીએસ ટીસીએસ અંગેના રિટર્ન નો સમાવેશ થયેલ છે કે કેમ? તો તે અંગેની ગૂંચવણો દૂર કરવા ની એક સ્પષ્ટતા સીબીડીટી દ્વારા ૨૬મી જુલાઇના રોજ બહાર પાડવામાં આવી છે તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ૩૦ જૂનના પ્રથમ કોર્ટ તેમજ સપ્ટેમ્બરના બીજા કોર્ટમાં ટીડીએસ ટીસીએસ અંગેના ફોર્મ નં. 24Q, 26Q, 27Q,27EQ, વગેરે રિટર્ન ભરવાની અંતિમ તારીખ રુલ 31A તથા 31AA મુજબ હવે ૩૧મી માર્ચ 2021 સુધીમાં કરી શકાશે આ સ્પષ્ટતાથી કરદાતાઓ તેમજ કરવેરા સલાહકાર અને રાહત થયેલ છે.
કોરોનાની મહામારી ને લઈને હજુ સુધી ઘણી ઓફીસો કાર્યરત થઇ નથી જેમાં આ સ્પષ્ટતા ને લીધે ઘણી સરળતા થઇ જશે તેમ એડવાઈઝર જણાવી રહ્યા છે