મહારાષ્ટ્રથી દિલ્હી જતી કિશાન રેલવેમા ખેડુતોના પાક પરીવહન માટે અંકલેશ્વરને સ્ટોપેજ મળતા ભરૂચ નર્મદાના ખેડૂતોને મળતો થયો લાભ

મહારાષ્ટ્રથી દિલ્હી
જતી કિશાન રેલવેમા ખેડુતોના પાક પરીવહન માટે અંકલેશ્વરને સ્ટોપેજ મળતા ભરૂચ નર્મદાના ખેડૂતોને મળતો થયો લાભ

નર્મદાના ૨૦ ટન કેળા અંકલેશ્વર થી દીલ્હી ખાતે લોડ કરી રવાના કરાયા.

ટે્ન ધ્વારા કેળા વિગેરે પરીવહન થવાથી ફુ્ટ જે ૩ દિવસે ટ્રકો ધ્વારા દીલ્હી પહોંચતું હતું તે ફક્ત ૨૪ કલાકમાં જ પહોચશે.

હવે થી ભરૂચ નર્મદાના
ખેડુતો નાં પાક કેળા , પપૈયા , તરબુચ વિગેરે ઝડપ થી પરીવહન કરી શકાતા ખેડૂતોમા ખુશીનું
મોજું.

રાજપીપલા, તા 9

વડાપ્રઘાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે ખેડુતોની કૃષિ પેદાશોના નવા બજારોમા સારા ભાવ મળે તે માટે મહારાષ્ટ્ર થી દિલ્હી કિશાન રેલ માં ખેડુતોનાં પાક કેળા , પપૈયા , તરબુચ વિગેરે ઝડપથી પરીવહન કરી શકાય તે માટે કિશાન રેલ શરુ કરેલ છે. જે ટ્રેનનું પહેલા અંકલેશ્વર સ્ટોપેજ નહોતું. હવે સ્ટોપેજ મળતા ભરૂચ નર્મદાના ખેડૂતોને પાક પરિવહનનો લાભ મળતા ભરૂચ નર્મદાનાના ખેડૂતોમાટે કેન્દ્ર સરકારની આ યોજના આશીર્વાદ રૂપ પુરવાર થઇ છે.

જેને નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામે રહેતા “ હરિયાલી એન્ટરપા્ઈઝ “ ના નવ યુવાન માલીક સત્યજિતસિંહ ગોહીલ તથા ભરતસિંહ રાઉલજીએ ભારે જહેમત ઉઠાવી ઘનિષ્ઠ પ્રયાસો કરીઅધિકારીઓ સાથે વાતાઘાટો કરી ખેડૂતોના હિતમાં અંકલેશ્વરને સ્ટોપેજ અપાવ્યું છે. અને માલ પરીવહન કરવાની રેલ વિભાગની મંજુરી મેળવીછે. નર્મદા જિલ્લામા પહેલીવાર આની શરુઆત કરાઈ છે. જેમાં ૨૦ ટન કેળા અંકલેશ્વરથી દીલ્હી ખાતે લોડ કરી રવાના કરાયા હતા આમ નર્મદામાથી એક
સારી કામગીરીની શુભ શરુઆત કરાઈ છે.
આ અંગે ગોપાલપુરા ગામના યુવાન ખેડૂત
સત્યજિતસિંહ ગોહીલે જણાવ્યું હતું કે
આ ટ્રેન ધ્વારા કેળા વિગેરે પરીવહન થવાથી ફ્રૂટ જે ૩ દિવસે ટ્રકો ધ્વારા દીલ્હી પહોંચતું હતું. તે ફક્ત ૨૪ કલાકમા જ પહોચશે. જેમાં સમય નો બચાવ થશે તેમજ લોકોને તાજુ કવોલીટી નું સારી ગુણવતા વાળુ ફુ્ટ ખાવા મળશે. તેમજ ટ્રાન્સપોટેશનનો ખર્ચ પણ વઘારે થાય નહીં અને ખર્ચમા રાહત મળવાનાં કારણે ખેડુતો ને માલના ભાવ પણ વધુસારા મળશે. આમ નવયુવાન ખેડુતોએ સરકારની યોજનાનો લાભ મળતો થતા નર્મદા જિલ્લાના ખેડૂતોમા આનંદની લાગણી જોવા મળી છે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા