શાહીનબાગમાં કોણ ખાવા-પીવા, ટેન્ટની વ્યવસ્થા કરે છે ? : ગુપ્તચર તંત્રની તપાસ.

શાહીનબાગ પ્રદર્શનનાં માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા ગુપ્તચર તંત્રે હાથ ધરી કવાયત

નવી દિલ્હી,તા. 30
છેલ્લા કેટલાક દિવસોથી શાહીનબાગમાં નાગરિકતા કાનૂન વિરોધી આંદોલને હલચલ મચાવી છે. ત્યારે હવે શાહીન બાગમાં પ્રદર્શનકારીઓ માટે કોણ ટેન્ટ લગાવી રહ્યું છે, કોણ ખાવા-પીવાની વ્યવસ્થા કરી રહ્યું છે તેને લઇને ગુપ્તચર એજન્સીઓએ તપાસ હાથ ધરી હોવાના અહેવાલ છે.
એવા સવાલો પેદા થયા છે કે શાહીન બાગ વિસ્તારમાં પ્રદર્શનકારીઓ માટે કોણે ટેન્ટ લગાવી છે અને કોણ ખાવા-પીવાની વ્યવસ્થા કરી રહ્યા છે ? તેઓ દિલ્હીના છે કે બહારનાં, તેને લઇને ગુપ્તચર એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. એવો પણ પત્તો મેળવાઈ રહ્યો છે કે આ આંદોલન પાછળ કોઇ ષડયંત્ર તો નથી ને ? કારણ કે છેલ્લા કેટલાંક દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે તેેન લઇને ગુપ્તચર એજન્સીઓને આ આંદોલન સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે તેવી શંકા પેદા થઇ છે. જેમાં કેટલાક લોકો એવા પણ છે દરરોજના પ્લાનના હિસાબે પ્રદર્શનકારીઓને પોતાના હાથની કઠપૂતળી બનાવીને નચાવી રહ્યા છે.
ગુપ્તચર રિપોર્ટ એવા પણ છે કે આવનારા દિવસોમાં શાહીન બાગ જેવા 10 થી 15 મોરચા દિલ્હીનાં જુદા જુદા વિસ્તારોમાં ખુલી શકે છે. શાહીન બાગ મામલે એમ પણ માહિતી મેળવાઈ રહી છે કે તેના પૈસા વિદેશમાંથી તો નથી આવતા ને ? પ્રદર્શનકારીઓને રોજ લેખ પેમેન્ટ તો નથી કરવામાં આવતું ને ? શાહીનબાગ પ્રદર્શનનાં માસ્ટર માઈન્ડની શોધ થઇ રહી છે.
Sureshvadher only news group
9712193266