એચ.એ.કોલેજની વિદ્યાર્થીનીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થીની અંજલી વ્યાસે શ્રી.સત્ય સાઈ સ્ટેટ લેવલ ઈલોક્યુશન કોમ્પીટીશનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. શરૂઆતમાં ડીસ્ટ્રીક્ટ લેવલે પ્રથમ આવ્યા બાદ બરોડા મુકામે સ્ટેટ લેવલની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બરોડા,નવસારી,અમદાવાદ, વલસાડ,સુરત,રાજકોટ વિગેરે જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.વકતૃત્વ સ્પર્ધાનો વિષય “માનવીય મૂલ્યો દ્વારા ૨૧મી સદીનું શિક્ષણ” હતો એચ.એ.કોલેજની વિદ્યાર્થીની અંજલી વ્યાસે પોતાની સ્પીચમાં ૨૧મી સદીમાં અપાતા શિક્ષણમાં માનવીય મુલ્યો જેવા કે સત્ય,ધર્મ,શાંતિ,પ્રેમ તથા અહિંસા શા માટે જરૂરી છે. તેની વાત કરી હતી આજનાં ઈન્ટરનેટ યુગમાં ભારતીય સંસ્કૃતી તથા સંસ્કાર સિંચનના પાઠ શૈક્ષણિક સંસ્થાઓએ ભણાવવા જરૂરી છે.સમગ્ર વિશ્વમાં એક અજંપો વર્તાઈ રહ્યો છે તેનું સમાધાન માનવીય મૂલ્યોમાં છે જેને સમગ્ર વિશ્વએ અપનાવું જોઈએ. કોલેજની વિદ્યાર્થીની અંજલી વ્યાસને આ સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે અભિનંદન આપ્યા હતા