*અમદાવાદ ખાતે મનપસંદ જીમખાનામાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું*
અમદાવાદ, સંજીવ રાજપૂત: મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મનપસંદ જીમખાના , રેવાભુવન , દરિયાપુર , ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટ મુખ્યત્વે અન્ડર ૧૦ , અન્ડર ૧૫ તથા ઓપન એમ ત્રણ કેટેગરીમાં કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ માં એન્ટ્રી ફી ૫૦/- રૂપિયા રાખવામાં આવી હતી.
જેમાં દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાને ૧૮૦૦૦/- સુધીના રોકડ ઇનામ , ટ્રોફી તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ જીલ્લાના ૫૩ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. સંસ્થા અવારનવાર આવી ચેસ સ્પર્ધા , કેરમ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા જેવી ઇનડોર તથા ક્રિકેટ , કબ્બડી , વોલીબોલ જેવી આઉટ ડોર ટુર્નામેન્ટનું પણ આયોજન કરતી હોય છે.
આ સંસ્થા અલગ અલગ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જેથી કરીને બાળકોના ભવિષ્યમાં તેઓ આગળ વધે ને સારી પોતાના એક લાયકાત બનાવી સમાજ માં સારા કાર્યો કરે ને આગળ સમાજ ના સારા કાર્યો માં સહભાગી બની નવી એક ઓળખ ઊભી કરે આજ ના આ યુગમાં બાળકો મોબાઇલના રવાડે ચઢી ગયેલા જોવા મળે છે ત્યારે વાલીઓને એકજ સંદેશ આપવામાં આવે છે કે તેઓ પોતાના તેમજ અન્ય બાળકોને મોબાઇલ ફોન થી દુર રાખવામાં આવે જેથી કરીને બાળકોના ભણતરમાં પૂરતું ધ્યાન આપે ત્યારે આવનારા દિવસોમાં પણ મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવા અનેક સારા કાર્યકમ નું આયોજન આ સંસ્થા કરતી રહેશે આ ચેસ ટુર્નામેન્ટ સ્પર્ધામાં એક થી 10 વર્ષના ત્રણ બાળકો જેમાં ફર્સ્ટ વિજેતા ધ્યાન પટેલ સેકન્ડ વિજેતા માંગરોળીયા શ્લોક તેમજ જય મહેતા વિજેતા બન્યા હતા તેમજ 15થી 20વર્ષ ની ઉંમર ના અષ્ટ વિજેતા પ્રિન્સ ગાંધી આયા અને દીના પટેલ વિજેતા બન્યા હતા ઓપન કેટેગરીમાં શેખ સોહિલ નંદિની મુદલિયાર અને વરૂણ બાલુપર વિજેતા બન્યા હતા