♦️આજના મુખ્ય સમાચાર.
**
*શ્રાવણ માસમાં સંત પારાયણ*
વિદ્વાન સંતો દ્વારા 20/7/2020 થી 19/8/2020
ટાઈમ રાત્રે 8.00 p. m. To 9.00 Gtpl કથા ચેનલ 555 પર અને Shabha. Baps. org પરથી પ્રસારણ થશે પુ વિવેક સાગરસ્વામી પુ અનંદ સ્વરૂપસ્વામી પૂ બ્રહ્મવિહરિસ્વામી પુ નારાયન મુનીસ્વામી પૂ અનિર્દેશસ્વામી પુ આત્મ તૃપ્તસ્વામી પુ જ્ઞાનવત્સલસ્વામી પૂ પ્રભુચારણસ્વામી પૂ.ભદ્રેશસ્વામી
**
*ભાજપમાં જેટલો મોટો ભ્રષ્ટાચાર કરો તેટલો મોટો હોદો મળે*
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ભાજપ અને સી.આર.પાટીલ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર કર તો સારો હોદો મળે તેવો કટાક્ષ કરીને મોઢવાડીયાએ સીઆર પાટીલને મેટ્રીક ફેલ તેમજ ક્રાઇમ રેકોર્ડ ધરાવા નેતા ગણાવ્યા. જેમાં 94 કરોડની લોન કૌભાંડ સહિત સી.આર.પાટીલ સામે કુલ 107 ગુના નોંધાયા હોવાની પણ વાત કરી.
**
*સીઆર પાટીલ વડાપ્રધાનને મળ્યા*
દિલ્હી ખાતે ભાજપાના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વડાપ્રધાનને મળ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષનો પદભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલની વડાપ્રધાન સાથે આ પ્રથમ મુલાકાત છે. ગુજરાતની સ્થિતિ અંગે ટૂંકમાં ચર્ચા કરી હતી
**
*ભાજપ માટે નો નિયમ પ્રદેશ પ્રમુખને કાર રેલીની મંજૂરી*
સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે એક કારમાં ત્રણ જ વ્યક્તિ બેસશે, સહુને માટે માસ્ક પણ ફરજિયાત અગાઉ એરપોર્ટથી આવવાનું નક્કી થયા બાદ સીઆર પાટીલ બાય રોડ આવવાના હોવાથી રૂટ બદલાયો વાલક પાટીયા-સરથાણા જકાતનાકા-સીમાડા નાકા-કાપોદ્રા-હીરાબાગ- મિનીબજાર-દેવજીનગરથી ભવાની સર્કલ-અલકાપુરી બ્રીજથી-કિરણ હોસ્પિટલ-ગોધાણી સર્કલ- કતારગામ દરવાજા- મુગલીસરા- ચોક-વિવેકાનંદ સ્ટેચ્યુ- નાનપુરા થઈ અઠવાગેટથી મજૂરાગેટ-ઉધના દરવાજા-ભાજપ કાર્યાલય ઉધના- સોસિયો સર્કલ સુધીની કાર રેલી યોજાશે.
**
*કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે વધુ એક MLAએ આપ્યુ રાજીનામુ*
મ.પ્રદેશમાં કોંગ્રેસને ફરી એક વાર મોટો ઝટકો લાગ્યો છે. માંધાતાથી કોંગ્રેસના ધારાસભ્ય નારાયણ પટેલે રાજીનામુ આપી દીધુ છે માંધાતાને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે
**
*તોડબાજ શ્વેતા જાડેજાના જામીન નામંજૂર*
અમદાવાદ. દુષ્કર્મ કેસમાં પાસા ન કરવા રૂ. 35 લાખ માંગવા મામલે આજે સેશન કોર્ટે શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સસ્પેન્ડેડ PSI શ્વેતા જાડેજાના જામીન નામંજૂર કરી દીધા હતા કોર્ટનું અવલોકન હતું કે કાયદાનો દુરુપયોગ કરનારને જામીન ના આપી શકાય. કેસની તાપસ ચાલુ હોવાથી શ્વેતા જાડેજાને જામીન ન આપવા સરકારે કોર્ટમાં એફિડેવિટ કરી હતી
**
*બાબરી વિધ્વંસ: મુરલી મનોહર જોશીએ આપ્યો જવાબ આજે અડવાણીનો વારો*
બાબરી વિધ્વંસ મામલે સીબીઆઈની ખાસ કોર્ટમાં મુરલી મનોહર જોશીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર થયા પોતાના નિવેદનમાં ભાજપના સિનિયર નેતા જોષીએ કહ્યું કે, તેઓ ઘટનામાં સામેલ નહોતા તેમને રાજકિય કારણોથી ફસાવવામાં આવ્યા છે.
**
*ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી રદ*
ગાંધીનગર ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી મોકૂફ રાખવી કે કેમ તે અંગે ચૂંટણીપંચ બે દિવસમાં નિર્ણય લેશે. ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી મોકૂફ રખાઈ છે. જો કે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નાએ ચોખવટ કરી છે
**
*ઓમદેવસિંહ સરવૈયાએ કારોબારી સભ્ય પદેથી આપ્યું રાજીનામું*
પાલીતાણા: નગરપાલિકાના સભ્ય ઓમદેવસિંહ સરવૈયાએ ભાજપ કારોબારી સભ્ય પદેથી રાજીનામુ આપતા પાલિકાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ઓમદેવસિંહ સરવૈયા પોતાની પેનલ સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા
**
*ભાજપે રામસિંહ પરમારનું જીસીએમએમએફનું પદ છીનવી લીધું: કોંગ્રેસ*
આણંદ જીસીએમએમએફમાં બે દાયકાથી એક હથ્થુ શાસન ધરાવતા રામસિંહ પરમાર પાસેથી ચેરમેન પદ છીનવાયુ છે. જેને લઈને કોંગ્રેસે ભાજપ પર કટાક્ષ કર્યો છે. અમિત ચાવડાએ ટ્વિટ કરી કહ્યું હતું કે ભાજપ રાજકીય લાભ પૂરો થયા પછી રામસિંહ પરમારનું જીસીએમએમએફનું પદ છીનવી લીધું છે.
**
*ગુજરાતમાં શિક્ષકોની નોકરી પર લટકતી તલવાર*
ગાંધીનગર. ગુજરાતની ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણની ફી ન લેવા માટેના શિક્ષણ વિભાગના આદેશના પગલે શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓ સંચાલકો અને શિક્ષણ વિભાગ તો સેફ થઇ ગયા છે પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં નોકરી કરતા 12 લાખથી વધુ શિક્ષકોની નોકરી પર જોખમ આવી ગયું છે
**
*પત્ની સાથે મારઝૂડ કરનાર એડવોકેટ પતિની ધરપકડ*
સુરત. માનસિક ત્રાસ આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી મામલે પત્નીએ ઉમરા પોલીસમાં એડવોકેટ પતિ વિરદ્ધ થોડા દિવસો પહેલા ગુનો નોંધાવ્યો હતો. જેમાં પોલીસે એડવોકેટ અજય નવીન પાબારી(28)(રહે, સુમનસાગર એપાર્ટ, વેસુ)ની સોમવારે બપોરે પોલીસે ધરપકડ કરી છે. વકીલે પણ સાળા ગૌરવ અને પ્રશાંત સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે.
**
*ગુજરાત પોલીસનું મેન્યુઅલ બદલાશે*
નવા સંશોધીત પોલીસ મેન્યુઅલમાં 1000થી વધુ પાના છે અને ત્રણ ગ્રંથોમાં વહેંચાયેલું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યાં મુજબ બહાલી મળ્યા બાદ અમલ માટે ગૃહખાતાને મોકલાશે. નવા મેન્યુઅલમાં અસંખ્ય સુધારાઓ કરવામાં આવ્યા છે અને પોલીસ વિભાગની કામગીરી, કામકાજના નવા ધોરણોને પણ વર્તમાન પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવી શકે છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ આ મામલે 6 આઈપીએસ અધિકારીઓની સમિતિ બનાવી હતી. આ સમિતિએ નવા મેન્યુઅલનો ડ્રાફટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટ ના આધારે ગુજરાત સરકાર અનેક ફેરફારો ગૃહ વિભાગ ની કામગીરીમાં કરશે.
*અમિતાભ બચ્ચન બગડ્યા ટ્વિટ સમાચાર ખોટા*
છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યા છે. ત્યારે અમિતાભ બચ્ચના સ્વસ્થ થઈ ગયા હોવાના સમાચારો સામે આવ્યાં હતાં જેમાં બિગબીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. અને થોડા જ દિવસોમાં તેમને હોસ્પિટલમાંથી રજા આઆપવામાં આવશે. જો કે બિગબીએ પોતે ટ્વિટ કરીને સમાચારોને ખોટા ઠરાવ્યાં છે. તેને લખ્યું છે કે, આ સમાચાર ખોટા અને ગેરજવાબદાર તથા ગંભીર છે
**
*ચેતવણી: દેશ પર થશે સૌથી મોટો તીડનો હુમલો*
ભારતમાં તીડનો હુમલો હજુ પૂરો થયો નથી. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ ચેતવણી આપી છે કે, આગામી બે અઠવાડિયામાં ભારતમાં ફરીથી મોટો હુમલો આવી શકે છે. 4 હજાર કિલોમીટર દૂર આફ્રિકન દેશ સોમાલિયાથી ભારતના પશ્ચિમ છેડે બે અઠવાડિયામાં ભારત અને પાકિસ્તાનની સરહદ પર પહોંચી જશે
**
*દરિયાઈ સુરક્ષા વધારવા રાજ્ય સરકાર આવી એક્શન મોડમાં*
આ અંગે વધુ વિગતો આપતા ગૃહમંત્રી જાડેજાએ ઉમેર્યું હતુ કે, પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા બોટ માલિકો સામે કડક પગલાં લેવાશે.રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો વટહુકમ નો ફિશિંગ ઝોન વિસ્તારમાં વહાણ માટે પ્રતિબંધ
**
*શાળા સંચાલકો અને સરકાર આમને સામને*
ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ અને ફી મુદ્દે ઠરાવ જાહેર કરાયા બાદ શાળા સંચાલકો અને સરકાર આમને સામને આવી ગયા છે. શાળા સંચાલકોએ ફી નહીં તો ઓનલાઇન શિક્ષણ પણ નહીં એ મુજબ શિક્ષણ બંધ કરી દીધું છે. શાળા સંચાલકોની આ મનમાની સામે એક તરફ જ્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે. તો બીજી તરફ ઓનલાઇન શિક્ષણ બંધ થતાં ખાનગી શિક્ષકોની મુશ્કેલી પણ વધી છે.
**
*કોર્ટ બંધ રહેતા વકીલોની હાલત બની કફોડી*
ધંધા રોજગાર પર અસર પડી રહી છે. તેની સાથે કોર્ટની સાથે સંકળાયેલા વકીલોની પણ હાલત કફોડી બની છે. અનલોકમાં ઘણી બધી છુટછાટ આપવામાં આવી છે. પણ કોર્ટ હજુ સુધી બંધ છે. કોર્ટ વહેલી તકે ખુલે તેની બાર સાથે જોડેયેલા હોદેદારોએ મીંટીગ કરી હતી.
*
*ભાજપ માટે નો નિયમ પ્રદેશ પ્રમુખને કાર રેલીની મંજૂરી*
સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે એક કારમાં ત્રણ જ વ્યક્તિ બેસશે, સહુને માટે માસ્ક પણ ફરજિયાત અગાઉ એરપોર્ટથી આવવાનું નક્કી થયા બાદ સીઆર પાટીલ બાય રોડ આવવાના હોવાથી રૂટ બદલાયો વાલક પાટીયા-સરથાણા જકાતનાકા-સીમાડા નાકા-કાપોદ્રા-હીરાબાગ- મિનીબજાર-દેવજીનગરથી ભવાની સર્કલ-અલકાપુરી બ્રીજથી-કિરણ હોસ્પિટલ-ગોધાણી સર્કલ- કતારગામ દરવાજા- મુગલીસરા- ચોક-વિવેકાનંદ સ્ટેચ્યુ- નાનપુરા થઈ અઠવાગેટથી મજૂરાગેટ-ઉધના દરવાજા-ભાજપ કાર્યાલય ઉધના- સોસિયો સર્કલ સુધીની કાર રેલી યોજાશે.
**
*કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે વધુ એક MLAએ આપ્યુ રાજીનામુ*
મ.પ્રદેશમાં કોંગ્રેસને ફરી એક વાર મોટો ઝટકો લાગ્યો છે. માંધાતાથી કોંગ્રેસના ધારાસભ્ય નારાયણ પટેલે રાજીનામુ આપી દીધુ છે માંધાતાને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે
**
**
*બાબરી વિધ્વંસ: મુરલી મનોહર જોશીએ આપ્યો જવાબ આજે અડવાણીનો વારો*
બાબરી વિધ્વંસ મામલે સીબીઆઈની ખાસ કોર્ટમાં મુરલી મનોહર જોશીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર થયા પોતાના નિવેદનમાં ભાજપના સિનિયર નેતા જોષીએ કહ્યું કે, તેઓ ઘટનામાં સામેલ નહોતા તેમને રાજકિય કારણોથી ફસાવવામાં આવ્યા છે.
**
*ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી રદ*
ગાંધીનગર ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી મોકૂફ રાખવી કે કેમ તે અંગે ચૂંટણીપંચ બે દિવસમાં નિર્ણય લેશે. ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી મોકૂફ રખાઈ છે. જો કે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નાએ ચોખવટ કરી છે
*સરકારની નોકરી મેળવવાનો મોકો આજે જ કરો અરજી*
ગ્રેજ્યુએટ ઓપરેશનલ ટ્રેની (કેમીકલ)- 4 જગ્યા ( 33,994 રૂપિયા પગાર) માઈનિંગ મેટ સી- 52 જગ્યા- (33,087 રૂપિયા પગાર) બોયલર કમ કંપ્રેસર અટેંડેંટ એ- 3 જગ્યા ( 32,180 રૂપિયા )
વાઈંડિંગ એન્જિન ડ્રાઈવર બી- 14 જગ્યા ( 32,633 રૂપિયા ) બ્લાસ્ટર બી- 4 જગ્યા ( 32,663 રૂપિયા)
એપ્રેન્ટિસ માઈનિંગ મેટ- 53 જગ્યા એપ્રિન્ટિસ લેબ આસિસ્ટેંટ- 6 જગ્યા કુલ જગ્યા 136 આ માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે.. ફી 500 રૂપિયા છે
**