સુરતમાં એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી છે. દરમિયાન લિંબાયતમાં મદિના મસ્જીદ વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પથ્થરમારામાં એક પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયો હતો. હાલ પોલીસ દ્વારા પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં બંધને મિશ્રપ્રતિસાદ, સુરતમાં પથ્થરમારો બગોદરા હાઇવે પર ટાયરો સળગાવ્યાં
