બંગાળ બંધ દરમ્યાન મુર્શિદાબાદમાં હિંસક ઝડપ, બે લોકોનાં મોત.

નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એનઆરસી ની સામેના દેખાવો દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ છે. મુર્શિદાબાદના જલાંગી વિસ્તારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના નેતાઓ અને સ્થાનિકો વચ્ચે અથડામણ બાદ હિંસા ફાટી નીકળી હતી. મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.