હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :

હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો

ડેડીયાપાડા ના BTP ના ધારા સભ્ય મહેશ વસાવા એ આજે પોતે હિન્દૂ નથી ની વાત કરી અમે આદિવાસી છે અને રહીશુ કહ્યું

અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવા એમ કહી રહ્યા હતા  કે આદિવાસીઓ આદિ અનાદિ કાળથી હિંદુઓ છે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જ્યાં વિશ્વના પ્રવાસીઓ આવે છે એ વિસ્તારમાં આ બોર્ડ વાગતા ખળભળાટ મચ્યો

બોર્ડ હટાવતા 6 ગામના લોકો રોષે ભરાયા

રાજપીપલા, તા29

આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યોછે
ડેડીયાપાડા ના BTP ના ધારા સભ્ય મહેશ વસાવા એ આજેરાજપીપલા ખાતે પોતે હિન્દૂ નથી ની વાત કરીઅને જણાવ્યું હતું કે અમે આદિવાસી છે અને રહીશુ
આ અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવા એમ કહી રહ્યા હતા  કે આદિવાસીઓ આદિ અનાદિ કાળથી હિંદુઓ છે. ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જ્યાં વિશ્વના પ્રવાસીઓ આવે છે એ વિસ્તારમાં આ બોર્ડ વાગતા ખળભળાટ મચ્યોછે.

જે બાબતે આજે ફરી ડેડીયાપાડા ના ધારા સભ્ય મહેશ વસાવા એ સુર ઉઠાવ્યો કે અમે હિન્દૂ નથી અમે માત્ર આદિવાસી છે પરંતુ ભારત દેશ માં સત્તા મેળવવા માટે લોકો હિન્દૂ શબ્દ નો ઉપયોગ કરે છે આ હિન્દૂ નામનો શબ્દ કોઈ સંવિધાન માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આદિવાસી આદિવાસી છે જેને ખોટી રીતે હિન્દૂ કહેવામાં આવેછે આ આદિવાસી  આદિ અનાદિ કાળથી આદિવાસી છેને રહશે અને અમે કોઈ હિન્દૂ છેનહીં અમે માત્ર આદિવાસી છે કહેતા રાજકારણ માં ભારે ગરમાવો આવ્યો છે


સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક તરફ નર્મદા નિગમ નવા નવા પ્રોજેક્ટો માટે પોતાની જમીનમાં સર્વે કરી રહ્યુ છે તો બીજી બાજુ 6 ગામ કેવડિયા-કોઠી, લીમડી, ગોરા, નવાગામ, વાગડીયા અને ગોરા ગામમાં લોકો પોતાની વિવિધ માંગોને લઈ વિરોધ કરી રહ્યાં છે.”વાગડીયા” ગામ લોકોએ રૂઢી-પ્રથા વાળી ગ્રામસભા બોલાવી બંધારણની જોગવાઈઓનું પાલન કરવા અને કરાવવા માટે અલગ અલગ 25 જેટલા ઠરાવો કર્યા છે.વાગડીયા ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બોર્ડ લગાવ્યું હતું જે આજે નર્મદા નિગમ ના કર્મચારીઓ અને મામલદાર દ્વારા હટાવી દેતા વિવાદ થયો છે આજે આ છ ગામના લોકો ને બોલાવી ધમકાવવા આવ્યા હતા કે આ જે બોર્ડ લગાવવામાં આવ્યું છે જે નિગમની જમીન પર લાગવામાં આવ્યું માટે જેને હટાવી દેવાયું .એક તરફ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના પ્રશ્નો હલ કરવા તરફ આગળ વધી રહી છે બીજી બાજુ આ 6 ગામના લોકોનો વિરોધ વધતો જાય છે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વાગડીયા ગામ લોકોએ બંધારણની જોગવાઈઓ નહિ માનનાર દેશદ્રોહી છે એવું બોર્ડ મારી દેતા તંત્ર દોડતું થઇ ગયું અને બોર્ડ હટાવી દીધું આ બાબતે ડેડીયાપાડા ના ધારા સભ્ય મહેશ વસાવા પણ આ 6 ગામના લોકો ના વાહરે આવ્યા  છે અને એમને ચીમકી પણ ઉચ્ચારી છેકે જો આ 6 ગામના લોકો ના પ્રશ્ન હલ નથી થાય તો આવનારા દિવસોમાં આદિવાસી MLA સાંસદો અને આદિવસીઓ ભેગા થઇ આંદોલન કરીશું હાલ તો આ બોર્ડ હટાવતા 6 ગામના લોકો રોષે ભરાયા છે 

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા