અમદાવાદ: મની એકચેન્જના માલિકને હની ટ્રેપમાં ફસાવી 50 લાખની માંગણી કરનાર તેમજ 20 લાખનો તોડ કરનાર નકલી પોલીસની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે.
બનાવની વિગત જોવા જઈએ તો CG રોડ પર મની એક્સચેન્જની ઓફિસના માલિકને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની રૂ. 20 લાખનો તોડ કરવાની ઘટના સામે આવી છે. ટીન્ડર એપથી સંપર્કમાં આવેલી યુવતીને 10 દિવસ પહેલા મળવા ગયેલા યુવકને ગોતા ખાતેના ફ્લેટમાં લઈ જવાયો હતો જ્યાં યુવતી બેડરૂમમાં ટોપ કાઢી નિવસ્ત્ર થઈ યુવક પર બેસી ગઈ હતી.આ યુવક કઈ વિચારે તે પહેલાં ત્રણ શખ્સ રૂમમાં આવી ગયા હતાં. જ્યારે એક શખ્સ પોલીસ તરીકે ઓળખ આપી વેપારીને અસલી પોલીસની જેમ માર મારી રૂ.50 લાખની માંગણી કરી હતી .ઘણી વિનંતી બાદ રૂ. 20 લાખનો તોડ કરી વેપારીને આરોપીઓ જવા દે છે. સેટેલાઈટ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ નકલી પોલીસ બની તોડ કરનાર યુવકને પોલીસ ડ્રેસમાં કાર સાથે આનંદનગર પોલીસે ઝડપી પડેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.