પોલીસ કર્મચારીઓની માગણીઓ
(૧) નવિન ગ્રેડ પે પોલીસ કોન્સ્ટેબલ- રૂ.૨૮૦૦/- , હેડ કોન્સ્ટેબલ- રૂ.૩૬૦૦/ એ.એસ.આઇ.- રૂ.૪૨૦૦/- આપવો.
(ર) નવિન પગાર પંચ મુજબ રજા બીલ આપવુ. (જાહેર રજા પગાર બંધ કરવો નહી)
(૩) ૦૮ કલાક ઉપર નોકરી લેવામાં આવે ત્યારે દર કલાક (૦૧ કલાક) મુજબ રૂ.૧૦૦/- લેખે વધારાનુ ભથ્થુ આપવાનુ રહેશે. (નોધઃ-દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે.)
(૪) પોલીસ કર્મચારીને દર માસે રૂ.ર૦/- સાયકલ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવિન એલાઉન્સ દર માસે રૂ.૫૦૦/- આપવાનુ રહેશે. (નોધઃ-દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે.)
(૫) પોલીસ કર્મચારીને દર માસે રૂ.ર૫/- વોશીંગ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવિન એલાઉન્સ દર માસે રૂ.૧૨૦૦/- આપવાનુ રહેશે. (નોધઃ-દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે.)
(૬) પોલીસ કર્મચારીને દર માસે રૂ.૪૦૦/- ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવિન એલાઉન્સ દર માસે રૂ.૧૫૦૦/- આપવાનુ રહેશે. (નોધઃ-દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે.)
(૭) અઠવાડીયા દરમ્યાન કોઇ પણ એક દિવસ નક્કી કરી એક (૦૧) વિકલી ઓફ ફરજીયાત આપવાનો રહેશે. જો અઠવાડીયા દરમ્યાન કોઇ અગત્યનો બંદોબસ્ત હોય અને વિકલી ઓફ આપી શકાય તેમ ન હોય તો બીજા સપ્તાહમાં બે (૦ર) વિકલી ઓફ આપવાના રહેશે. જો રજા પર પ્રતિબંધ હોય તો કર્મચારીને વિકલી ઓફ દરમ્યાનો એક દિવસ લેખે રૂ.૧૦૦૦/- ભથ્થુ ચુકવવાની રહેશે. (નોધઃ- જાહેર રજાના દિવસે વિકલી ઓફ આપવામાં આવે તો પણ નિયત કરેલ પગાર મુજબનો રજા પગાર કર્મચારીને ફરજીયાત આપવાનો રહેશે.) (નોધઃ-દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે.)
(૮) કર્મચારી સતત નોકરીના ભારણના કારણે પોતાના બાળકોને અભ્યાસ પાછળ પુરતો સમય આપી શકતા નથી જેથી એક બાળક દિઠ ટયુશન ફ્રી આપવાનુ રહેશે. જેમાં ધોરણ-૧ થી ૫ સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂ.૫૦૦/- તથા ધોરણ-૬ થી ૯ સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂ.૧૦૦૦/- તથા ધોરણ-૧૦ થી ૧૨ સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂ.૧૫૦૦/- દર માસે આપવાના રહેશે. (ફકત બે બાળક સુધી ટયુશન ફ્રી મળવા પાત્ર રહેશે.)
(૯) કર્મચારી સતત નોકરી તથા કામના ભારણના કારણે હેલ્થની કાળજી રાખી શકતો નથી જેથી સરકાર તરફથી દરેક કર્મચારીને રૂ.૩૦૦૦૦૦/- લાખ સુધીનો હેલ્થ મેડીકલેઇમ આપવાનો રહેશે. જેમાં (કર્મચારી + પત્ની + બે બાળકો) નો સમાવેશ કરવાનો રહેશે. અથવા કર્મચારી ધ્વારા જાતે રૂ.૩૦૦૦૦૦/- લાખ સુધીનો કોઇ પણ કંપનીનો હેલ્થ મેડીકલેઇમ લેવામાં આવે તો સરકાર તરફથી કર્મચારીને હેલ્થ મેડીકલેઇમના પ્રિમિયમની 50% રકમ સરકાર ધ્વારા ચુકવવાની રહેશે.
(૧૦) રાજય લેવલે વેલ્ફર કપાત બંધ કરી જીલ્લા લેવલે વેલ્ફર પોલીસ મંડળ તૈયાર કરી તેનુ સંચાલન જીલ્લા પોલીસ મંડળ ધ્વારા કરવામાં આવે તે રીતે જોગવાઇ કરવાની રહેશે.
(૧૧) પોલીસ કર્મચારીને વર્ષ દરમ્યાન બે જોડી પોલીસ યુનિફોર્મનુ કાપડ આપવામાં આવે છે જે યોગ્ય નથી પોલીસ કર્મચારીને સતત નોકરીમાં પોલીસ યુનિફોર્મ (ડ્રેશ) પહેરવાનો હોવાથી ચાર જોડી યુનિફોર્મનુ કાપડ આપવુ તેમજ તેની સીલાઇનો ખર્ચ એક ડ્રેશ મુજબ રૂ.૧ર૦૦/- લેખે ચુકવવાના રહેશે.
(૧ર) પોલીસ કર્મચારીને વર્ષ દરમ્યાન બે જોડી પી.ટી.સુઝ તથા એક જોડી બ્લેક કલરના કટબુટ આપવામાં આવે છે જે એક દમ હલકી ગુણવત્તાના હોય છે જેથી કર્મચારી પી.ટી.સુઝ/ બ્લેક કટબુટ જાતે ખરીદી કરી શકે તેવી જોગવાઇ કરી અને વર્ષ દરમ્યાન બે જોડી પી.ટી.સુઝ ખરીદી માટે રૂ.૨૦૦૦/- તથા એક જોડી બ્લેક કલરના કટબુટ ખરીદી માટે રૂ.૨પ૦૦/- દર વર્ષે ચુકવવાના રહેશે.
(૧૩) પોલીસ કર્મચારીનો ફીકસ પગાર તાલીમ પુરતો જ રાખવો, પોલીસ કર્મચારીની તાલીમ પુર્ણ થયેથી ફુલ પગાર ધોરણ આપવાનુ રહેશે.