*સુરત લાડ લોહાણા સિંધી સમાજનું ગૌરવ*
સુરતમાં CBSE ધો.10નું પરિણામ ગુજરાતનું રિઝલ્ટ 97.61% આવ્યું છે
જેમાં હેતીક અડવાણીએ 94.40% લાવીને સુરત લાડ લોહાણા સિંધી સમાજનું ગૌરવવધાર્યું છે હેતીક અડવાણીએ આ સફળતાનો યશ પોતાના માતા-પિતા, શાળાના શિક્ષક અને ટ્રસ્ટી ગણ આપ્યો હતો.આ અવસરે તેજસ્વી વિધ્યાર્થી હેતીક રાજેશ અડવાણીને સુરતમિત્ર પરિવાર તરફથી તંત્રી શ્રી વિનોદ મેઘાણીએ હાર્ધિક શુભેચ્છાઓ પાઠવી હતી.
**
*કોરોના તેરા કિયા કહેના*
*પહેલા થાળી વગાડી, પછી દીવા કર્યા, પછી સરકારી લોકડાઉન અને હવે* *સ્વૈચ્છિક લોકડાઉન હજુ શું કરાવશે……*
સ્વૈચ્છિક લોકડાઉનના પગલે માર્કેટો બંધ રહી સુરત કોરોનાના સંક્રમણ વધતાં વેપાર ધંધા સ્વૈચ્છિક રીતે બંધ થવા લાગ્યા છે. તંત્ર દ્વારા કોઈ જ જાહેરાત ન કરાઈ હોવા છતા હીરા બજાર અને કાપડની માર્કેટ 19મી સુધી સ્વૈચ્છિક રીતે બંધ થઈ રહ્યા છે. રાંદેર અને અડાજણ વિસ્તારમાં વેપારીઓ દ્વારા દુકાનો સ્વંયભૂ રીતે બંધ કરી દેવામાં આવી છે.રિંગ રોડ પર આવેલી પ્રાઈમ માર્કેટ સહિતની માર્કેટ સ્વૈચ્છિક રીતે બંધ થઈ છે. વરાછાની ચોકસી બજાર-મિની બજાર પણ બંધ છે
**
*લાંચ કેસઃ અધિકારીના બે બેન્ક લોકરમાંથી 2 કિલો સોનાના દાગીના 55 લાખ રોકડા મળ્યા*
રાજકોટ. જામનગરમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં પ્રાદેશિક અધિકારી પદે ફરજ બજાવતા કલાસ-વન અધિકારી ભાયાભાઇ ગીગાભાઇ સુત્રેજાને ગાંધીનગર ACBએ 5 લાખની રોકડ રકમ સાથે પકડી પાડયા હતા બાદમાં તેના ગાંધીનગર સ્થિત રહેણાંક મકાનની ઝડતી લેવાતા વધુ પાંચ લાખથી વધુની રોકડ રકમ અને સોનાની 10-10 ગ્રામની બે બંગડી મળી આવી હતી. આ મુદ્દામાલ ACBએ કબ્જે કરી તેની સામે અપ્રમાણસર મિલકત મામલે ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં ભાયાભાઇના ગાંધીનગર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા સેક્ટર 21માં આવેલા બે લોકરની ઝડતી કરી હતી. જેમાંથી 1.919 કિલોગ્રામ સોના-ચાંદીના દાગીના અને 55 લાખ રોકડા એમ બંને મળી ACBએ 1, 27,95,874 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
**
*મામલતદાર 25 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા*
સુરત માંગરોળ તાલુકાના મામલતદાર અને એક્ઝીકેટીવ મેજીસ્ટ્રેટ, વર્ગ-2 મંગુભાઇ મોહનભાઇ વસાવા જમીન માપણીના બદલામાં 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ફરિયાદીના મિત્રની જમીનની માપણી કરાવવાની હોવાથી મામલતદારને જમીન માપણી માટે રૂબરૂ મળતા આ કામના ઓર્ડર કાઢવા માટે પહેલા એક લાખની લાંચની માંગણી કરેલ બાદ રકઝકના અંતે પંચોત્તેર હજારની લાંચની રકમની માંગણી કરી હતી. સાથે જમીન માપણી અંગેની અરજી આપવા આવો ત્યારે રૂ.25,000 આપવા જણાવ્યું હતું. જે મામલતદાર અને એક્ઝીકેટીવ મેજીસ્ટ્રેટની કચેરીમાં રૂપિયા લેતા ACBની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયા હતાં.
**
*કૌભાંડીઓની બોલબાલા સેનેટાઇઝરના સેમ્પલ ફેલ*
કૌભાંડીયાઓની બોલબાલા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સેનેટાઇઝર પર લોકો ભરોસો કરીને કોરોનાથી બચવા મથે છે ત્યારે એક વખત સેનેટાઇઝરના નમૂના તો ફેલ ગયા જ છે. હવે લિક્વિડ શોપ અને હેન્ડ વોશના પણ સેમ્પલ ફેલ ગયા છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ સેમ્પ લેવાયા હતા. જેમાં બે કંપનીના હેન્ડ વોશના સેમ્પલ ફેલ થયા છે. એવરી ડે હર્બલ બ્યૂટી કેર અને લેન્ડ માર્ક પરફ્યૂમ અને એરોમેટિક કંપનીના હેન્ડવોશના સેમ્પલ ફેલ થયા છે.
**
*મુખ્યમંત્રીના ખાસ અધિકારી સામે ચાર્જશીટ ૨૦૦૦ કરોડનું કૌભાંડ*
બિહારમાં રૂપિયા 2000 કરોડના શ્રીજીન કૌભાંડના સંબંધમાં જે 59 અધિકારીઓને નોટીસ મોકલી હતી તેમાં નીતીશ કુમારને ખાસ મનાતા કે.આર.રમૈયાનો પણ સમાવેશ થાય છે.ચૂંટણી પહેલા નોટિસ મળતા શાસકપક્ષ બેચેન વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં તેમને મળેલી નોટીસના કારણે શાસક પક્ષમાં થોડી બેચેની ઊભી થઇ હતી. પરંતુ રમૈયા સામેની નોટિસ ના કારણે જ શાસક જદયુમાં બેચેની થવા લાગી હતી. રમૈયા અને નીતીશ કુમાર વચ્ચે ગાઢ સંબંધો છે.
**
*હાય બેકારી: આત્મનિર્ભર સહાય માટે 1.65 લાખ અરજીઓ*
ગુજરાતમાં આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ કોરોના બાદ ધંધા રોજગારને બેઠા કરવા માટે અથવા તો સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને સહાયભૂત થવા માટે જાહેર કરાયેલી યોજનાના 1.65 લાખ અરજદારોને અત્યાર સુધીમાં અરજીઓ કરી છે
**
*ગઢડાની પેટાચૂંટણી પહેલા ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમા પર*
બોટાદની ગઢડાની પેટા ચૂંટણી પહેલા જ ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ મહામંત્રી હવે આમને સામને આવી ગયા છે. બોટાદ જિલ્લામાં ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી છનાભાઈ કેરીયા સામસામે આવી ગયા છે
**
*ગુજરાતમાં ઈન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશન દેખાયું*
અમદાવાદ: સૂર્ય અને ચંદ્ર બાદ આકાશમાં સૌથી વધુ પ્રકાશિત ઈન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશન આઈએસએસ ગુજરાત (ખાસ કરીને અમદાવાદ અને રાજકોટના આકાશમાં અંદાજે ૪૦૦ કિ.મી.ને અંતરે દેખાયું હતું.
**
*હવે અંતિમ સંસ્કાર માટે ૧૫ હજાર રૂપિયા આપવામાં આવશે*
અમરાવતી: કોરોનાથી મૃત્યુ પામનારી વ્યક્તિઓના મૃતદેહોને કથિત અમાનવીય રીતે રાખવામાં આવતા હોવા અંગે વિપક્ષ ટીડીપી દ્વારા ટીકા કરવામાં આવ્યા બાદ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય. એસ. જગનમોહન રેડ્ડીએ જાહેરાત કરી હતી કે કોરોનાથી જેનું મૃત્યુ થશે તેના અંતિમ સંસ્કાર માટે ૧૫,૦૦૦ આપવામાં આવશે.
**
*માંગરોળમાં બકરાએ જમાવ્યું આકર્ષણ 7.57 ઓફર વેચવાનો ઈન્કાર*
જુનાગઢ જિલ્લાના માંગરોળના શીલબારા ગામમાં એક બકરાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. આ બકરાની બોલી સાડા સાત લાખથી પણ વધુ લગાવવામાં આવી છે. આ બકરાની ગરદન ઉપર મોહમ્દ લખાયેલું હોવાથી ગયા વર્ષમાં ઈદ નિમિત્તે 7 લાખ 57 હજાર સાતસો છયાસી રૂપિયાની રકમમાં માંગવામાં આવ્યો હતો.
**
*બાઈક ચાલક અને પોલીસ વચ્ચેની ઝપાઝપી*
છોટાઉદેપુરમાં બાઈકચાલક અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ છે. જે મામલે એક વીડિયો વાયરલ થયો છે અને આ વીડિયો છોટાઉદેપુર પેટ્રોલપંપ ચાર રસ્તા પરનો હોવાનું સામે આવ્યું છે. વાહન ચેકીંગ દરમિયાન પોલીસે બાઈક સવારને રોક્યો હતો. જે મામલે બાઈક સવારે એવું કહ્યું કે હુ આર્મીનો જવાન છું અને તમને મને રોકવાનો કોઈ અધીકાર નથી. આ બાબતે પોલીસે અને બાઈક ચાલક વચ્ચે મામલો ગરમાયો
**
*સુનિતાએ રોંગ સાઈડનો ગુનો કર્યા બાદ દંડ નથી ભર્યો*
સુનિતા યાદવના નામે રજીસ્ટર્ડ મોપેડને 2019માં રોંગ સાઈડ ચલાવવા બદલ 300 અને 100 રૂપિયા લેખે અલગ અલગ સમયના કુલ 1300 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. પરંતુ સુનિતા યાદવે હજુ સુધી આ દંડની રકમ ન ભરી હોવાની વિગત સુરત સિટી પોલીસની વેબસાઈટ પર દેખાય છે. સામાન્ય લોકોને ધોળા દિવસે અને અડધી રાતે કાયદાના ભંગ બદલ વીડિયો ઉતારી ક્ષોભ જનક સ્થિતિમાં મુકનાર સુનિતા પોતે જ અનેક કાયદાના ભંગ કરી ચુકી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
**
*બેરોજગારો સરકાર સમક્ષ ઉઘરાણી કરી રહ્યા છે*
ગાંધીનગર રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકાર સામે બેરોજગારીના મુદ્દે ફરી એક વખત શિક્ષિત બેરોજગાર યુવાનો સોશ્યિલ મીડિયા દ્વારા મેદાને પડ્યા છે. જેમાં શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્વારા પહેલા રોજગારી અને પછી ચૂંટણીના હેશટેગ સાથે ટ્વિટર ટ્રેન્ડ ચલાવી રહ્યું છે. સોશિયલ મીડિયા થકી બેરોજગાર સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે
**
*આંદોલનકારી યુવરાજ સિંહે સરકાર સામે મોરચો માંડ્યો*
ગુજરાતમાં સરકારી ભરતીઓમાં વિલંબ મુદ્દે બેરોજગાર યુવાનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે આંદોલન સાથે છેડો ફાડનારા યુવરાજ સિંહે હવે યુવાનોને સાથે રાખીને સરકાર સામે મોરચો માંડ્યો છે. યુવરાજ સિંહે આગામી વિધાનસભાની પેટાચૂંટણીનો બહિષ્કાર કરવાની માંગ સાથે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે.
**
*મધ્યપ્રદેશ પોલીસે બર્બરતાનુ પ્રદર્શન કર્યું*
દેશભરમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠયો છે.લાઠીઓ વરસાવતી રહી પોલીસ અને બાળકોની સામે જ ખેડૂત દંપતિએ ઝરી દવા ગટગટાવી: કલેક્ટર અને એસપીને તાત્કાલિક હટાવી દેવાયા છેમધ્યપ્રદેશમાં ભાજપ સરકારની પોલીસ કેવી વર્બરતા દાખવી રહી છે તેની કમકમાટી ભરી ઘટના બહાર આવી છે દલિત ખેડૂત દંપતી પર અધિકારીઓએ હુમલો કર્યો છે
**
*વિધાનસભાની પેટા ચૂંટણીની ઇફેકટ ખેડૂતોને નુકસાન વળતરની જાહેરાત*
ગાંધીનગર: ગુજરાતમાં કૉંગ્રેસના આઠ ધારાસભ્યોની રાજીનામાથી ખાલી પડેલી આઠ વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી હવે સપ્ટેમ્બર મહિનામાં યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે તેમ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ માથે આવીને ઊભી છે ત્યારે રાજ્ય સરકારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેતીને થયેલા નુકસાનનું વળતર સામે ચાલીને ચૂકવવાની કવાયત આદરી છે.
**
*રાજસ્થાનમાં કોંગ્રેસ પાયલોટને સસ્પેન્ડ કેમ નથી કરતી?*
રાજસ્થાનમાં અશોક ગેહલોત સામેના બળવાને કોંગ્રેસે નિષ્ફળ બનાવ્યો છે પણ બળવો કરનારા સચિન પાયલોટને કોંગ્રેસમાંથી હજુ દૂર કરાયા નથી તેના કારણે સ્પષ્ટ સંકેત મળે છે કે, કોંગ્રેસ નથી ઈચ્છતી કે પાયલોટ પક્ષ છોડીને જાય. પાયલોટને નાયબ મુખ્યમંત્રીપદેથી દૂર કરાયા છે
**
*રાજ્યમાં 5 જિલ્લાના 19 રોડ પર વાહન વ્યવહાર બંધ*
ગાંધીનગર. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે હજુ પણ 5 જિલ્લામાં 19 માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે. જેમાં 2 સ્ટેટ હાઇવે, 2 મેજર ડિસ્ટ્રિક્ટ રોડ અને પંચાયતના 15 મળીને કુલ 19 રોડ બંધ છે. રાજકોટમાં પંચાયતના 3 રોડ, દેવભૂમિ દ્વારકામાં 1 જામનગરમાં 1 સ્ટેટ હાઇવે અને પંચાયતનો 1 રોડ મળીને 2 રોડ, જૂનાગઢમાં પંચાયતના 3 રોડ તથા પોરબંદરમાં 1 સ્ટેટ હાઇવે, 1 અને પંચાયતના 8 રોડ મળીને કુલ 10 રોડ બંધ છે.સૌરાષ્ટ્રમાં આટલા રોડ બંધ ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ એમ 5 જિલ્લાના કુલ 19 રોડ હજુ પણ બંધ છે. જેમાં રાજકોટમાં 3, દેવભૂમિ દ્વારકામાં 1, જામનગરમાં 2, જૂનાગઢમાં 3 અને પોરબંદરમાં 10 રસ્તાઓ બંધ છે.
**
*સુરતમાં આસિફ ગાંડાના જુગારધામ પર સપાટો*
સુરત શહેરમાં આવેલા બેગમપુરા વિસ્તારમાં આવેલા તુલસી ફળિયામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં છે. સ્ટેટમોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 80થી વધુ જુગારીઓ ઝડપાયા છે. આસિફ ગાંડાના જુગારધામ પર પડેલા આ દરોડામાં પોલીસને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યા છે.
**
*રિક્ષાચાલકોને સરકારી રાહત પેકેજને બદલે ડ્રેસ કોડ મળ્યો*
અમદાવાદ: ગુજરાતમાં કોરોના લોકડાઉન દરમિયાન બરબાદ થયેલા રિક્ષાચાલકોને પગભર થવા માટે રાહત પેકેજ આપવાને બદલે સરકારે વાદળી રંગનું એપ્રન પહેરીને જ રિક્ષા ચલાવાનો નિયમ આપતા ચાલકોમાં વ્યાપક રોષ ફેલાયો છે
**
*વાદળી એપ્રોનને યુનિફોર્મ તરીકે ફરજીયાત કરતા રિક્ષાચાલકોનો વિરોધ*
રાજ્ય સરકાર દ્વારા વાદળી કલરના એપ્રોનને યુનિફોર્મ તરીકે ફરજીયાત કરતા રિક્ષાચાલકોએ વિરોધ કર્યો છે. સુરત શહેરમાં રીક્ષા ચાલકોએ આ નિર્ણયમો ઉગ્ર વિરોધ કર્યો હતો.
**
*ધરતીકંપથી ગગનચુંબી પાણીનો ઉડ્યો ફુવારો લોકોમાં તર્ક વિતર્ક*
કેશોદમાંથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે કેશોદમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેશોદના રાણીંગપરા ગામે પાણીના બોરમાંથી ગગનચુંબી પાણીનો ફુવારો ઉડ્યો હતો.
**
*પાટણ શહેરમાં પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ થઈ શરૂ*
મહિલાઓ આત્મનિર્ભર બને તે ઉદ્દેશ સાથે પાટણમાં પોસ્ટ વિભાગ દ્વારા પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ કાર્યરત કરી દેવામાં આવી છે. પાટણ યુનિવર્સીટીના કેમ્પસમાં આ મહિલા પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. ગતરોજ આ પોસ્ટ ઓફિસને ખુલ્લી મુકવામાં આવી છે. જે રીતે બધી પોસ્ટ ઓફિસમાં કામગીરી થતી હોય છે. તે જ રીતે અહીયા પણ બધીજ સેવાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.
**
*સુરતમાં આઇસોલેશન ખુલ્લું મૂકવામાં આવ્યું*
સુરતમાં અડાજણ કોમ્યુનિટી હોલ ખાતે ડે.મેયર નીરવ શાહ દ્વારા શરૂ કરાયેલ સંપ્રતિ આઇસોલેશન સેન્ટર મેયર ડો.જગદીશભાઇ પટેલ અને મ્યુ.કમિશનર બંછાનિધી પાનીની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.આ ૧૦૦ બેડની ક્ષમતા ધરાવતી ફેસિલિટીમાંથી ૧૦ બેડમાં નિ:શુલ્ક ઓક્સીજનની સુવિધા આપવામાં આવશે.
**
*સર્કિટ હાઉસનું ઈ-લોકાર્પણ*
સુરત ખાતે નવનિર્મિત થયેલ અતિથી ગૃહ સર્કિટ હાઉસનું નિતીનભાઈ પટેલ સાહેબના હસ્તે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું
**
*અંતિમ સંસ્કાર મંદિર સંકુલમાં*
અંતિમ સંસ્કાર સ્વામીમિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમ વિધી
**
*હાઈસ્કૂલની છત ધરાશાયી*
રાજકોટ ગોંડલનાં કોલીથડમાં ભૂકંપના આંચકાથી હાઈસ્કૂલની છત ધરાશાયી દાળીયામાં મકાનની દીવાલોમાં તીરાડો પડી
**
*સરકાર 2011થી જ દવાઓ પર ક્યૂઆર કોડ શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે* પરંતુ દવા કંપનીઓ અને લોબી ગુપ્સે ટ્રેસિંગ અને ટ્રેકિંગ વિશે વિભિન્ન વિભાગો દ્વારા જારી દિશાનિર્દેશો પર ચિંતા વ્યક્ત કરી હતી.
**
*29 દિવસમાં2 64 કરોડનો બ્રિજ ધરાશાયી ખબરદાર આને ભ્રષ્ટાચાર કહ્યો છે* તોબિહારમાં ઉદઘાટનના 29 દિવસમાં જ પુલ તૂટ્યો તેજસ્વી યાદવનો કટાક્ષ ખબરદાર જો કોઈએ આને ભ્રષ્ટાચાર કહ્યો છે તો 264 કરોડનો બ્રિજ ધરાશાયી તેજસ્વી યાદવે કહ્યું, ખબરદાર કોઈએ પણ આને નીતિશ કુમારનો ભ્રષ્ટાચાર કહ્યો છે તો
**
*કપિલ સિબ્બલે પાયલટને પુછ્યુ પરત આવવા અંગે શું વિચાર છે?*
રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ કપિલ સિબ્બલે પાયલટને પુછ્યુ પરત આવવા અંગે શું વિચાર છે? બળવાખોર MLA નોટિસ વિરુદ્ધ કોર્ટ જઈ શકે છે
*