નર્મદા જીલ્લાના ત્રણ તાલુકા નાંદોદ , તિલકવાડા અને ગરુડેશ્વર ત્રણ ગામો કુંવરપરા ગામ,ભાદરવાઅને અકતેશ્ર્વર ગામ ખાતે 150 મહિલાઓને સીવણમશીન અને પ્રમાણપત્ર નુ વિતરણ

નર્મદા જીલ્લાના ત્રણ તાલુકા નાંદોદ , તિલકવાડા અને ગરુડેશ્વર ત્રણ ગામો કુંવરપરા ગામ,ભાદરવાઅને અકતેશ્ર્વર ગામ ખાતે 150 મહિલાઓને ઓએનજીસી અને દેવ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 2 મહિનાથી શિવણ ક્લાસના તાલીમ લેતી મહીલાઓને સીવણ મશીનોનુ તથા તાલીમ લીધાના પ્રમાણપત્રો નુ વિતરણ કરવાનો ખાસ કાર્યક્રમ ત્રણે ગામોમા યોજાયો હતો જેનુછોટાઉદેપુર ના મહિલા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાજી ના અધ્યક્ષ સ્થાને મશીનોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે પૂર્વમંત્રી શબ્દશરણ તડવી , નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ , નર્મદાજિલ્લા નાસરપંચ પરિષદ ના પ્રમુખ નિરંજન વસાવા તથા ઓએનજીસી અને દેવ ફાઉન્ડેશનના અધિકારીઓની ઉપસ્થિતિમા દિપપ્રાગટ્ય કરી સીવણ મશીનોનુ તથા તાલીમ લીધાના પ્રમાણપત્રો નુ વિતરણકરવામાઆવ્યુ હતુ
સાંસદ ગીતાબેને ગુજરાતના પ્રથમ મહિલામુખ્ય મંત્રી આનંદીબેની મહિલાઓ મા 33% અનામત લાવી મહિલાઓને આગલ આવવા અનુરોધ કર્યો હતો .સીવણ ની તાલીમલઇ સારા ફેશન ડિઝાઇનર બનવાની તક હોવાનુ જણાવી સ્કૂલ ના ડ્રેસ ના ઓર્ડરો આ તાલીમી મહિલાઓને મલેતે માટે ટ્રાઈબલ મા આને સરકાર મા રજૂઆત કરી તાલીમી બહેનોને રોજગાર કામ આપવાની ખાત્રી આપી હતી .તો
નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યુ હતુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના 25હજાર પ્રવાસીઓ આવે છે ત્યા જઈ ને બહેનો નવી ફેશનના સારા ડ્રેશ વેચવા આવશે તો ચપોચપ ઉપડી જશે .
પૂર્વમંત્રી ને પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી અને સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા એ પણ બહેનોને આ મશીનો નોએલઆર્થિક રીતે પગભર થવા અનુરોધ કર્યો હતો .