સુરતના જાગૃત્ત નાગરિકે જાહેરહિતની અરજી કરી છે
હેલ્મેટ મામલે સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં વકીલ રોક્યા વગર દલીલ કરવા માટે અરજદારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમ્પિટન્ટ સર્ટિફિકેટ/ સક્ષમતા પ્રમાણ પત્ર પણ આપવામાં આવેલું છે. જેથી અરજદાર જાતે કોર્ટમાં જજ સામે પોતાની વાતો/દલીલો રજુ કરી શકે.
4 વર્ષના બાળકને હેલ્મેટમાંથી મુક્તિ
સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ 1988 સેક્શન 129 મુજબ ટુ વ્હિલર ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજીયાત હેલ્મેટ પહેરવાનું હોય છે. જેમાંથી 4 વર્ષ સુધીના બાળકો અને શીખ સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. જે નિયમમાં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989માં ટુ વ્હિલર પાછળ બેસવાવાળી મહિલા અને 12 વર્ષ નીચેના બાળકોને હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. અન્ય રાજ્યોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવા વાળા બંનેને હેલ્મેટ ફરજીયાત હોઈ છે, ત્યારે ગુજરાતમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ કેમ?
Sureshvadher only news group
9712193266