નવી દિલ્હી, તા.29 જાન્યુઆરી 2020, બુધવાર
દેશભરમાં ચકચાર જગાવનાર નિર્ભયાના ચાર આરોપીઓને 2 ફેબ્રુઆરીએ ફાંસી અપાવાની છે. ફાંસીના ફંદાથી બચવા માટે ચારે નરાધમો ધમપછાડા કરી રહ્યા છે.
આ પૈકી મુકેશની અરજી સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધા બાદ હવે તેની પાસે કોઈ બીજા વિકલ્પ રહ્યા નથી. જાણો બીજા ત્રણ આરોપીઓ પાસે કયા વિકલ્પો હજી બાકી છે
અક્ષય ઠાકુર
2019માં તેની રીવ્યૂ પિટિશન ફગાવી દેવાયા બાદ તેણે 2020ની 28 જાન્યુઆરીએ ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. રાષ્ટ્રપતિ સમક્ષ તેણે હજી સુધી દયાની અરજી કરી નથી.આ વિકલ્પ બાકી છે.
પવન ગુપ્તા
જુલાઈ 2018માં પવનની રીવ્યૂ પિટિશન ફગાવી દેવાઈ હતી. હજી સુધી તેણે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી નહી હોવાથી આ વિકલ્પ તેની પાસે છે
વિનય શર્મા
જુલાઈ 2018માં તેની રિવ્યૂ પિટિશન ફગાવી દેવાઈ હતી. ક્યુરેટિવ પિટિશન જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.હ વે તેની પાસે દયાની અરજીનો વિકલ્પ બાકી છે.
જેલના કાયદા હેઠળ દયા અરજી ફગાવી દેવાયા બાદ દોષિતને ફાંસી આપતા પહેલા 14 દિવસનો વિકલ્પ અપાય છે. જો એક મામલામાં એક થી વધારે દોષિતને ફાંસીની સજા થઈ હોય તો તમામને એક સાથે જ ફાંસી અપાય છે.
Sureshvadher only news group
9712193266