ગુજરાત પોલીસની પ્રથમ મહિલા સબ ઇન્સ્પેક્ટરે કોસ્ટ ગાર્ડની કામગીરીઓની તાલીમ લીધી-સંજીવ રાજપૂત

: ગુજરાત પોલીસના મહિલા સબ ઇન્સ્પેક્ટર સુશ્રી આશા ગામીત ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)માં તાલીમ મેળવનારા ગુજરાતના પ્રથમ મહિલા સબ ઇન્સ્પેક્ટર બન્યા છે જેઓ 13 પ્રોબેશનર્સ સબ ઇન્સ્પેક્ટરમાંથી એક છે. કોસ્ટ ગાર્ડની કામગીરી માટેની તાલીમ ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડ રિજન (NW) ખાતે 23 જાન્યુઆરી 2020થી શરૂ કરવામાં આવી હતી જેમાં સમુદ્ર સંબંધિત વિષયો અને દરિયાકાંઠાની સુરક્ષાના વિષયો શીખવવામાં આવ્યા હતા. બાદમાં 25 જાન્યુઆરી 2020ના રોજ તાલિમાર્થીઓને પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ જિલ્લા હેડક્વાર્ટર નં. 1 ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજના પરિચય અને પરિચાલન માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ICG દરિયાઇ પોલીસ કર્મચારીઓને તાલીમ આપે છે પરંતુ પહેલી વખત ICG દ્વારા ગુજરાત પોલીસને તાલીમ આપવામાં આવી છે. ICGના વરિષ્ઠ અધિકારીઓ, તાલીમાર્થીઓ અને ગાંધીનગરના SPની ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો એનાયત કરવા સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું.