મારા ભાર થી પણ વધારે ભાર ખભા ઉપર કેમ?
બાળક તો હું પણ છું તો મારું બાળપણ અલગ કેમ?
આંખો સામે છે રમકડાં પણ ના રમી શકું
જો ના વેચાય એ તો રાત્રે ના જમી શકું.
કોઈને મન શાળા ઍટલે ,પુસ્તકો, મિત્રો અને જમાં કરે મસ્તી
મારે મન તો પોતા સફાઈ અને જમા કરું પસ્તી
ધ્વજ ને સલામી અને મીઠાઈ બધા માટે
મારે વેચવા પડે ફુગ્ગા અને ઝંડા મારા માટે
કેટલાક ના નસીબ માં આવે બાળપણ અને જવાની
પણ શું અમારી જિંદગી તો આમને આમ જ જવાની???