મહાનગરોમાં મતદારોને સ્લીપ ન આપવાનો ECનો નિર્ણય, મતદાર કેન્દ્ર અને બુથ નંબરની માહિતી મળશે ઓનલાઈન
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ 6 મહાનગરોમાં રવિવારે ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યની 6 મહાનગરપાલિકામાં મતદારોને વોટિંગ માટેની સ્લીપ ન આપવાનો ઇલેક્શન કમિશન દ્વારા નિર્ણય કરાયો છે. ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ ઘરે-ઘરે સ્લીપ વિતરણ કરે તો કોરોના સંક્રમણ થવાની દહેશત છે. જેથી ઇલેક્શન કમિશને મતકેન્દ્રનું સ્થળ દર્શાવતી સ્લીપ ન વહેંચવાનો નિર્ણય લીધો છે. મતદારો ચૂંટણી પંચની વેબસાઈટ પરથી મતદાર કેન્દ્ર, બુથ નંબર સહિતની માહિતી મેળવી શકશે.