સહકારી ક્ષેત્રના નર્મદા જિલ્લાના આગેવાન નર્મદા સુગર અને ભરૂચ દુધધારાના ચેરમેનનુ ગામડે ગામડે સ્વાગત. નર્મદા સુગરની ચૂંટણી ગમે ત્યારે યોજાય તે માટે તૈયાર – ઘનશ્યામ પટેલ.

કોરોનાની મહામારીને આગળ ધરી વિરોધી જુથ નર્મદા સુગરની ચૂંટણી ટલ્લે ચઢાવવા વિરોધ કરી રહ્યા છે.
સુગર ચેરમેન કહે છે.ચૂંટણીઓ યોજવા શાસક પક્ષ ગમે ત્યારે તૈયાર છે.
રાજપીપલા,તા.12
ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન ધરિખેડાની નર્મદા સુગરનુ સૂકાન સતત 5 ટર્મથી સફળ રીતે સંભાળી ચેરમેન તરીકે 25વર્ષ પૂરા કરાતા ચેરમેન ઘનશ્યામપટેલનુ ગામે ગામ સ્વાગત થઈ રહ્યુ છે .
નર્મદા સુગરના શાસક તરીકે પોતાની કારકિર્દીના 25 વર્ષ લાગલગાટ પુર્ણ કરનારા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ જીવાભાઇ પટેલની નર્મદા જિલ્લા સહિત ભરૂચ જિલ્લામાં સહકારી આગેવાનોમાસહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ તરીકે ગણના થાય છે,
ખેડુતોમા લોકપ્રિય બનેલા સુગરના ચેરમેન તરીકે 25 વર્ષ સારી કામગીરી કરી સફળતાપૂર્વક સુગર ની પ્રગતિ કરતા તેમની કામગીરીને બિરદાવવા નર્મદા જિલ્લા સહિત ભરૂચ જિલ્લામાં ઠેરઠેર ગામે ગામ તેમના સ્વાગતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
સહકારી ક્ષેત્રે વિશિષ્ટ નામનાં મેળવી ધારીખેડા સુગર અને ભરૂચ દુધધારાના ચેરમેનનો પદ વર્ષોથી શોભાયમાન કરી રહ્યા છે. તેમની કારકિર્દીના 25 વર્ષ પૂર્ણ થતા ખેડુતો,દૂધ ઉત્પાદકો, દૂધ મંડળીઓ, સહકારી મંડળીઓ દ્વારા ગામડે ગામડે સ્વાગત કરાઈ રહ્યું છે.
નર્મદા સુગરની ચૂંટણી બાબતે પોતે હંમેશા ખેડુતો ના હિતમાજ,સંસ્થાનો પણ વિકાસ થાય ખેડુતોને યોગ્ય ભાવ મળી રહે એ દિશામાં કાયમ પ્રયત્નશીલ રહેતા સભાસદો ખેડૂતો દ્વારા ગામેગામ તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.નર્મદા સુગરની ચુંટણી યોજવા એક તરફ સત્તાધારી જૂથ કમર કસી રહ્યું છે.તો બીજી બાજુ કોરોના મહામારી ને લઈને હરીફ જૂથ ચૂંટણી પાછી ઠેલવા જીલ્લા રજીસ્ટ્રાર સહિત કલેક્ટર ને રજૂઆતો કરી રહ્યું છે.
હાલમા જ રાજ્ય સરકારે સહકારી મંડળીઓની ચુંટણીનો મામલો જે તે જિલ્લા કલેક્ટરોને હવાલે કર્યો છે. ચૂંટણી યોજવા મંડળીઓએ હવે જે તે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે. નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, સત્તા અને હરીફ જૂથ ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની વટારીયા ગણેશ સુગર મિલની ચૂંટણી આગામી ઓક્ટોબર 20 સુધી ન યોજવા ભરૂચ જિલ્લા કલેકટરે હુકમ કર્યો છે. નર્મદા જિલ્લા કલેકટર પોતાની સૂઝબૂઝથી શુ નિર્ણય લે છે તેના પર હવે નર્મદા સુગરની ચૂંટણી અંગેની મીટ મંડાઇ છે.
પરંતુ આ તમામ વચ્ચે ઘનશ્યામ પટેલ જણાવ્યું હતું કે ચૂંટણીઓ ગમે ત્યારે યોજાય અમે તૈયાર છીએ.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા