કોરોનાનો કાળો કહેર યથાવત ત્યારે અમદાવાદમાં કોરોના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બહારથી આવતા તમામ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવામાં આવી રહ્યું છે. શહેરમાં હાલ લોકલ સંક્રમણમાં ધીરે-ધીરે ઘટાડો થઈ રહ્યો છે. જુલાઈ મહિનાથી કેસની સંખ્યા પણ 150થી 200ની આસપાસ સામે આવે છે. પરંતુ શહેરની પરિસ્થિતી ફરી બગડે નહીં તે માટે તંત્રેએ હવે અમદાવાદમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર આરોગ્ય ટીમ ઉભી રાખશે. તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવતા વાહનનોની ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.
સોમવારે AMC દ્વારા શહેરના એસટી સ્ટેશન, નેશનલ હાઈવે સહિતમાં 1455 જેટલા કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 15ની આસપાસ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેને જોતા હવે શહેરમાં પ્રવેશ થતા તમામ વાહનોનું ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલેખનીય છેકે, ગઈકાલે ગીતા મંદિર એસ.ટી.બસ સ્ટેન્ડ પર આવતી બસોમાં મુસાફરી કરનાર 560 લોકોના રેપિડ એન્ટિજન ટેસ્ટ હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા.
જેમાં 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સચેત થઈ ગયું છે. ત્યારબાદ કૃષ્ણનગર એસ.ટી બસ સ્ટોપ પર પણ 100થી વધુ મુસાફરોના ટેસ્ટ થયા હતા. કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે AMC દ્વારા શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તે, બસ મથકો પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં અવી છે.
[