મુખ્ય સમાચાર.

*હવે અબજોપતિઓએ પણ બંગલાઓ વેચવા કાઢ્યા*
દેશની રાજધાની દિલ્હીમાં બે ડઝનથી વધુ મકાનો વેચવામાં આવી રહ્યા છે, તે પણ લૂટિયન્સ ઝોન જેવા ખર્ચાળ વિસ્તારોમાં કોરોના વાયરસને કારણે સ્થાવર મિલકતની હાલત એવી થઈ ગઈ છે કે રોકાણકારો પૈસા જમા કરવા માટે ઘણી સંપત્તિ વેચી રહ્યા છે. દલાલોના મતે આ બંગલાઓની કિંમત 75 કરોડથી 160 કરોડ સુધીની છે. 600 કરોડના બંગલા પણ પહેલા વેચવાના છે.

*માસ્ક નહીં તો દંડ 500 રૂપિયા ભરો*
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકવા બદલ તેમજ માસ્ક નહીં પહેરવા બદલ દંડની રકમમાં વધારો કરી 500 રૂપિયા કરી દેવાયો છે. કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ ચાલુ મહિને 1 થી 10 તારીખ સુધીમાં એટલે કે માત્ર 10 દિવસમાં 16927 લોકો માસ્ક પહેર્યા વગર પકડાયા છે. એનો મતબલ એવો થયો કે હજુ પણ મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે..

*પોલીસને ભ્રષ્ટ અને નેતાઓની ગુલામ ગણાવી સુનિતા યાદવે ટ્વિટ કરી*
સુરતની મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે ટ્વિટ કરી સુરત શહેરના વરાછાના ધારાસભ્ય અને રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે બોલાચાલીથી વિવાદમાં આવેલી સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ રવિવારે સાંજે પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી. હેડક્વાર્ટર જઈ આવ્યા બાદ સુનિતાએ ટ્વિટર પર એક ટ્વિટ કર્યું છે. જેમાં હું કઈ વાતની માફી અને શેના માટે માંગું? ક્યારેય નહીં તેમ લખ્યું છે જ્યારે અન્ય એક ટ્વિટ મારફતે પોલીસને ભ્રષ્ટ અને નેતાઓની ગુલામ ગણાવી છે
*
*કાયદાનું ભાન કરાવનાર સુનિતા યાદવ પોતે વિવાદમાં આવી*
આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના દીકરા પ્રકાશ કાનાણીને કારમાંથી ધારાસભ્યનું પાટીયુ હટાવનાર એલઆરડી સુનિતા યાદવ પોતે વિવાદમાં આવી છે. કેમકે સુનિતા યાદવના પિતાની ખાનગી કારમાં પોલીસની નેમ પ્લેટ નજરે પડતી હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધારાસભ્યની કાર તેનો પુત્ર લઇને નીકળ્યો એટલે બોર્ડ ન મારી શકાય તેવું કહેનાર સુનિતા યાદવના પિતા પોલીસની નંબર પ્લેટવાળી ખાનગી કારનો ઉપયોગ કરતા હોય જેને લઇને આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
*
*ધારાસભ્ય અને પ્રમુખ આમને સામને આવી જતા હંગામો*
ડીસા નગરપાલિકા ખાતે જનરલ બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં ફરી એકવાર વિવાદિત બગીચાનો મુદ્દો ઉઠાવતા ધારાસભ્ય અને પક્ષ પ્રમુખ આમને સામને આવી જતા હંગામો થઈ ગયો હતો. વિવાદિત બગીચા મામલે ફરિયાદ થતાં હંગામો સર્જાયો હતો. ગત બોર્ડની બેઠકમાં બગીચામાં સમારકામ માટે કાર્યવાહી કરવાનો ઠરાવ કર્યો હોવા છતા પણ અત્યાર સુધી તે અંગે કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થતા ભાજપના પક્ષ પ્રમુખ નિલેશ ઠક્કરે ફરિયાદ કરી હતી.
*
*ગાંધીનગરમાં શરૂ થયું ખાસ અભિયાન*
ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં તમામ ડોક્ટરને સૂચના આપવામાં આવી છે કે તેમના દવાખાના કે હોસ્પિટલમાં શરદી, ખાંસી અથવા તો સામાન્ય તાવ હોય તેવા દર્દીઓ આવે તો તેવા તમામ દર્દીઓની વિગત કલેકટર ઓફિસે આપવાની રહેશે. આ ઉપરાંત જે દર્દીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તેની અલગથી વિગતો આપવાની રહેશે. ખાનગી ક્લિનિક ઉપર કલેક્ટરે સર્વેલન્સ શરૂ કર્યું છે
*
*પાનના ગલ્લાના માલિકને 10 હજાર રૂપિયાનો દંડ*
અમદાવાદમા વકરતા કોરોના કેસ વચ્ચે મહાપાલિકાએ માસ્કના દંડમાં વધારો કર્યો છે. માસ્ક નહી પહેરનારને રૂપિયા 200ના બદલે પાંચસો રૂપિયાનો દંડ થશે. જ્યારે પાનના ગલ્લા પાસે ગ્રાહકો પીચકારી મારશે તો પાનના ગલ્લાના માલિકને 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. તેવો મહાપાલિકાએ નિર્ણય કર્યો છે.
*
*ગાંધીનગરમાં પે ગ્રેડ મુદ્દે મળેલી બેઠક રહીં અનિર્ણીત*
ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષકોના પે ગ્રેડ મુદ્દે શિક્ષણ સંઘ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે. જો કે બેઠકમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. બેઠકમાં 4200 ગ્રેડ પે આપવા અંગે રજૂઆત કરાઈ હતી. આ બેઠક સકારાત્મક રહી હોવાના શિક્ષણ સંઘના દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
*
*રાજસ્થાનનું રાજકીય સંકટ*
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં દર મીનિટે નવા નવા વણાંક આવી રહ્યા છે, ત્યારે હવે ભાજપ તરફથી એકતરફી મોર્ચો સંભાળવાની કામગીરી થઈ રહી છે. ભાજપે આ સમગ્ર કોકડુ ગુંચવાયેલુ છે, તેમાં પોતાની પાર્ટી ખાંટી જાય, તેનો એક પણ મોકો જતો કરશે નહીં. ભાજપના અમિત માલવિયાએ જણાવ્યુ છે કે, આવી સ્થિતીમાં અશોક ગેહલોતે તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરાવવો જોઈએ. તેમને બહુમત સાબિત કરવો જોઈએ.
*
*Fastag સરકારે નવા નિયમોને આપી લીલીઝંડી*
કેન્દ્ર સરકાર Fastag અંગે કડક બની છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશભરમાં વાહનોની નોંધણી કરતી વખતે અથવા તેમને ફીટનેસ સર્ટિફિકેટ આપતી વખતે Fastag વિવિરણ લેવાની ખાતરી કરવાનું નક્કી કર્યું છે. આ માટે મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. હકીકતમાં, મંત્રાલય વતી એનઆઈસીને લખેલ પત્રમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલી આની નકલ સાથે મંત્રાલયે સૂચના આપી છે કે રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ (NETC) વાહન (VAHAN) પોર્ટલ સાથે સંપૂર્ણ રીતે સંકલિત છે. અને તે 14 મે ના રોજ API સાથે લાઇવ થઈ ગયો છે.
*
*ગર્લફ્રેન્ડ સાથે જલ્સા કરતા પતિ રંગેહાથ ઝડપાયો*
મુંબઇના પેડર રોડ પર તે સમયે ટ્રાફિક જામ થઇ ગયો જ્યારે મહિલાએ એક કારની આગળ પોતાની કાર ઉભી રાખી દીધી અને બહાર નીકળીને હોબાળો શરૂ કરી દીધો. પહેલાં તો લોકોને કંઇ સમજાયુ નહી પરંતુ પછીથી જાણવા મળ્યું કે રસ્તા વચ્ચે હોબાળો કરી રહેલી મહિલાનો પતિ કોઇ અન્ય યુવતીને કારમાં બેસાડીને ફરાવી રહ્યો હતો, જેને તેની પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યો. ઘટનાની સૂચના મળતા જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો. જો કે મહિલા ન માની અને રસ્તા પર જ કલાકો સુધી હંગામો કરતી રહી. જો કે રસ્તા વચ્ચે ગાડી મૂકી દેવાના આરોપમાં મહિલા વિરુદ્ધ ઇ-ચાલાન જારી કરવામાં આવ્યું છે.
*
*વકીલોની હાલત બની કફોડી ફૂટપાથ પર આવી ગયા*
અમદાવાદમાં આવેલી ફેમિલી કોર્ટના વકીલોની હાલત કફોડી બની ગઈ છે કોર્ટ બંધ હોવાથી વકીલો ફૂટપાથ પર આવી ગયા છે. ઇન્કમટેક્ષ નજીક આવેલી ફેમિલી કોર્ટ કોરોનાના કારણે બંધ છે જેથી વકીલોને કેમ્પસમાં પ્રવેશ મળતો નથી. લોકોની કાયમી બેઠક વ્યવસ્થા કેમ્પસમાં છે. કોર્ટમાં ઇ ફાઈલિંગ દ્વારા કાર્યવાહી ચાલે છે.

*ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષાની તારીખ જાહેર*
પાટણમાં પણ કોરોનાની મહામારીએ કેર વર્તાવ્યો છે. જેના કારણે પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષા લેવાનું નક્કી કર્યુ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 36 પરીક્ષાઓ આગામી 27 જુલાઈથી ઓનલાઈન લેવાનો નિર્ણય કર્યો છે

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષાની તારીખ જાહેર*
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સીટી એ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફ લાઇન પરીક્ષા લેવાશે. જેમાં આવતા મહિનામાં પરીક્ષાઓ યોજાશે. ઉલ્લેખનીય છે કે 4 ઓગષ્ટે અંડર ગ્રેજયુએટની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા 11 હજાર 700 વિદ્યાર્થીઓ આપશે.
*
*સુરતની નવી કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી*
સુરત સમગ્ર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે સુરત શહેરમાં પણ આ ઘાતક વાયરસની અસર વર્તાઈ રહી છે. ત્યારે સુરતની નવી સિવિલ કોવિડ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે. જેમાં હોસ્પિટલમાં રહેલી ઓક્સિજન ટેન્કમાંથી મોટી માત્રામાં ઓક્સિજનનો વ્યય થયો. ઓક્સિજન ટેન્કમાંથી મોટી માત્રામાં ઓક્સિજનનો વ્યય થયો જ્યાં ટેન્કરમાંથી ઓક્સિજન ટેન્કમાં ઇન્સ્ટોલ કરવામા આવી રહ્યું હતું

*પી.આઇને લાંચમાં ફસાવી દેવા ત્રણ પોલીસે કાવતરું રચીયું?*
રાજકોટ પીએસઆઇ અને કોન્સ્ટેબલે કાવતરૂ રચતા પોતે જ ફસાયા ફરિયાદીના ઘરના સીસી ટીવી સામે આવ્યા રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઇ વાળાને લાંચમાં ફસાવી દેવા પીએસઆઇ જેબલિયા સહિત ત્રણ પોલીસે કાવતરું રચી બૂટલેગરના ભાઇને હાથો બનાવ્યો હતો જો કે કારસો સફળ થયો નહોતો અને કાવતરાનો પર્દાફાશ થઇ જતા ફોજદાર સહિતનાઓ સામે જ અપહરણ અને કાવતરાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
*
*સિંધિયાને મળશે કૅબિનેટમાં સ્થાન?*
મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેની કૅબિનેટનો વિસ્તાર થવાનો છે. એ કૅબિનેટ વિસ્તાર શ્રાવણના અંતમાં થશે. શ્રાવણ ત્રણ ઑગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રીમંડળનો વિસ્તાર ઑગસ્ટના બીજા સપ્તાહમાં થવાની શક્યતા છે.
*
*ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ બંધ કર્યું*
ગુજરાતમાં કોરોના વાઇરસનો ખતરો વધ્યો છે. અમદાવાદ બાદ રાજકોટ અને સુરતમાં કોરોનાના દરદીઓ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, ત્યારે હાલ સુરતથી અમદાવાદ આવતા લોકો માટે એક ખાસ સમાચાર મળી રહ્યા છે.
*
*અમિત શાહે ગાંધીનગરમાં 5 ગામોને દત્તક લીધા*
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 5 ગામોને દત્તક લીધા છે. આદર્શ ગામ યોજના હેઠળ 5 ગામોને ગૃહપ્રધાનએ દત્તક લીધા છે. ગાંધીનગર લોકસભામાં આવતા માણકોલ, મોડાસર, રામનગર, બિલેશ્વરપુરા અને રૂપાલ ગામને દત્તક લીધા છે.
*
*GPCBના અધિકારી ભાયા સૂત્રેજા સામે ગુનો દાખલ*
અમદાવાદ. જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરજ બજાવતા અને ગાંધીનગરમાં રહેતા ક્લાસ 1 અધિકારી ભાયા સૂત્રેજાને શનિવારે 5 લાખ રોકડ સાથે એસીબીએ ઝડપ્યા હતા.
*
*બોર્ડના 58 હજાર વિદ્યાર્થીએ ગુણ ચકાસણી માટે અરજી કરી*
ધોરણ 12ના 30 હજાર અને ધો.10ના 28 હજાર વિદ્યાર્થીનું રિઝલ્ટ આવતા અઠવાડિયે જાહેર થશે અમદાવાદ. પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા ધો.12 સામાન્ય પ્રવાહના 30 હજાર અને ધો.10ના 28 હજાર વિદ્યાર્થીએ ગુણ ચકાસણી માટે અરજી કરી હતી
*
*મીડિયાની ગાડીઓને કેમ રોકી રાખી હતી?*
કાનપુર, હિસ્ટ્રીશીટર વિકાસ દુબે ઉજ્જૈનથી યુપી લાવતી વખતે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ત્યારે આ એન્કાઉન્ટરને લઈ સતત નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ મીડિયાની ગાડીઓ જે એસટીએફના કાફલાની પાછળ ચાલી રહી હતી તેને ઘટના સ્થળથી 30-32 કિમી પહેલા જ રોકી દેવામાં આવી હતી
*
*સુરતમાં નિ:શુલ્ક કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર*
સુરત: કોરોના મહામારીમાંહોમ આઈસોલેશનનો કોન્સેપ્ટ વિશ્વમાં સ્વીકાર્ય બન્યો છે આવા સંજોગોમાં લક્ષણ વગરના અને સામાન્ય લક્ષણ ધરાવતા કોવિડ દર્દીઓને ઘરમાં આઈસોલેટ કરી શકાય અને તેમની સારવાર સરકારની ગાઈડલાઈન મુજબ તેમના ઘરમાં જ સારવાર થઈ શકે છે આ બાબતને વિશાળ હિતમાં અનુસરતા રાજ્યના ડો. જયંતિ રવિ તેમજ નાણા વિભાગના સચિવશ્રી મિલિંદ તોરવણેના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા દેશભરમાં નવતર પહેલ રૂપે કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
*
*સુરત મહાનગરપાલિકાના કમિશનરની અપીલ*
સુરત કારખાનેદારો, સોસાયટીના પ્રમુખને પલ્સ ઓક્સિમિટર વસાવવા
સુરત. કોરોના સંક્રમણ દિવસે ને દિવસે શહેરમાં વધી રહ્યું છે ત્યારે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કારખાનેદારો, સોસાયટીના પ્રમુખ તથા મીલ માલિકોને અપીલ કરી છે કે તેઓ પલ્સ ઓક્સિમિટર વસાવી રાખે. જેથી કરીને દર્દીનું ઓક્સિજન લેવલ 95થી નીચે જાય તેવા સંજોગોમાં તેને ઝડપથી હોસ્પિટલાઈઝડ કરી શકાય. ઘણા સંજોગોમાં ઓક્સિજન લેવલ ઘણું નીચે ગયા પછી દર્દીને દાખલ કરવામાં આવે છે. તેવા કિસ્સામાં ગંભીરતા વધી જતી હોવાનું પાલિકા કમિશનર પાનીએ ઉમેર્યું સાથે જ કહ્યું કે, જો સુવિધા ન હોય પલ્સ ઓક્સિમિટરથી ઓક્સિજન લેવલ ચેક કરવાની તો ધનવંતરી રથ તથા પાલિકાના હેલ્થ સેન્ટર પર પણ ઓક્સિજન લેવલ ચેક કરી શકાય છે. જેથી લોકોએ પુરતો લાભ લઈને ગંભીરતા અટકાવી શકાય છે.
*
*આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ*
વડોદરા દિલ્હી, રાજસ્થાન, ગુજરાતમાંથી લક્ઝુરિયસ કાર ચોરીને બોગસ ડોક્યુમેન્ટથી વેચતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ, 8 કાર જપ્ત, એકની ધરપકડદિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ શહેરોમાંથી લક્ઝુરિયસ કાર ચોરી કરીને બોગસ ડોક્યુમેન્ટ દ્વારા વેચી મારતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી ક્રાઇમ બ્રાંચે અકોટા ગાર્ડન પાસે રહેતા તરૂણ નાથાણીની ધરપકડ કરી છે અને રાજસ્થાનના શકીલ, અમદાવાદના ગુડ્ડુ અન્સારીની શોધખોળ હાથ ધરી છે અને વડોદરા PCBએ ટોયેટો ફોર્ચ્યુનર અને હ્યુન્ડાઇ સહિત 8 કાર જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. બોગસ ડોક્યુમેન્ટના આધારે ગ્રાહકો શોધીને કાર સસ્તા ભાવે વેચી દેતા હતા તપાસ દરમિયાન વધુ કાર ચોરીનો ભેદ ઉકેલાવાની શક્યતા ત્રિપુટી ડુપ્લિકેટ દસ્તાવેજો તૈયાર કરીને ગાડીઓનું વેચાણ કરતી હતી.