ઓનલાઈન ટીચીંગ કોવીડ-૧૯ની પરિસ્થિતિમાં વૈકલ્પીક વ્યવસ્થા છે : સંજય વકીલ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા લોકડાઉન સમયથી અત્યાર સુધી ૧૫ વેબીનાર યોજવામાં આવ્યા હતા. જેમાં ડીજીટલ માર્કેટીંગ,સાયબર સીક્યોરીટી, પ્રિપેરેશન ફોર નેક, ગ્રાફીક ડીઝાઇન, ઈન્ટરવ્યું ટેકનીક્સ, એમબીએ:ઇન ડીમાંન્ડસ ઓલવેઝ,બેંકિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ જોબ સીનારીઓ પોસ્ટ કોવીડ-૨૦૧૯,કોપોરેટ એક્સપેકટેશન્સ: ફોમ ર્કલાસરૂમ ટુ ક્યુબીસ, ઓનલાઇન લર્નિંગ એન્ડ સ્ટુડન્ટસ એંગેજમેન્ટ ટેકનીક્સ વિગેરે વિષયો ઉપર વેબીનાર્સ યોજાઈ ગયા. આ વેબીનાર્સમાં ગુજરાતની વિવિધ કોલેજનાં અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે ઓનલાઈન ટીચિંગ એ કાયમી ઉકેલ નથી પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ માત્ર વૈકલ્પીક વ્યવસ્થા હોઈ શકે છે. કલાસરૂમ ટીચિંગનો કોઈ વિકલ્પ હોઈ શકે નહી. પરંતુ હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ ઓનલાઈન ટીચિંગ કરવાથી ટેવાવું પડશે