મુખ્ય સમાચાર

*🍅🍅*
*ગુજરાતમાં હવે કોઈ પણ બળજબરીથી મિલકત પચાવી નહી શકે*
*પાવર ઓફ એટર્નીની નોંધણીમાં નિયમો બદલાયા*
રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજુ થતા દસ્તાવેજોમાં નોંધણી કર્યા વગરના નોટરી સમક્ષ થયેલા મુખત્યારનામાં (પાવર ઓફ એટર્ની) નો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે પક્ષકારોની મિલકત હડપ કરી લેવાના, છેતરપીંડી કરી દસ્તાવેજ નોંધણી કરવાના બનાવો બનતા હતાં. આવા નોંધણી કરાવ્યા વગરના મુખત્યારનામાનો ઉપયોગ કરી ખોટી રીતે છેતરપીંડીથી ભુમાફિયાઓ દ્વારા થતી પ્રવૃતિને અટકાવવા માટે રાજય સરકાર દ્વારા આ સુધારા અધિનિયમથી કબજા વગરના પાવર ઓફ એટર્નીના લેખને પણ ફરજિયાત નોંધણીપાત્ર કરવામાં આવેલ છે
*🍅🍅*
*સરકારી ભરતી પ્રક્રિયાને લઇને બેઠક પૂર્ણ*
બેઠકમાં લેવાયો આ નિર્ણય ગાંધીનગરમાં ખાતે બપોર 3 કલાકે સરકારી ભરતી પ્રક્રિયાને લઈને આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંમભણીયા અને યુવરાજસિંહ જાડેજા સહિત સમિતિના સભ્યોએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે પોતાના પ્રશ્નો મુક્યા હતા. યોજાયેલી બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ છે. બેઠક હકારાત્મક રહી હોવાની વાત સામે આવી છે. ત્યારે રાજ્યના યુવાઓના તમામ પ્રશ્નોના નિકાલ માટે આગામી સમયમાં ફરી એકવાર બેઠક બોલવાવામાં આવી શકે છે
*🍅🍅*
*સુરત શહેરની ટેક્સટાઈલ માર્કેટ ગાઈડ લાઈન જાહેર*
100 દુકાનવાળી માર્કેટમાં 2 કેસ, 500 દુકાનવાળી માર્કેટમાં 5 કેસ આવશે તો 14 દિવસ બંધ કરાશે, ગાઈડ લાઈન જાહેર સુરત શહેરની ટેક્સટાઈલ માર્કેટ માટે કોરોનાની નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં 100 દુકાનોવાળી માર્કેટમાં 2 કેસ, 500 દુકાનોવાળી માર્કેટોમાં 5 કેસ અને 500થી વધુ દુકાનોવાળી માર્કેટમાં કોરોનાના 10 કેસ મળશે તો 14 દિવસ માટે માર્કેટ સીલ કરાશે
*🍅🍅*
*સુરતમાં જ્વેલર્સ શો-રૂમનો સમય ઘટાડવાનો નિર્ણય*
જ્વેલર્સ એસો.નો નિર્ણયઃ સવારે 10થી 6 શો-રૂમ ખુલશે સુરતમાં વધતા કેસોને જોતા વેપારી વર્ગ પણ પોતાની રીતે કાર્યના સમયમાં ફેરફાર કરી રહ્યા છે તેમા સુરત જ્વેલર્સ એસોસિએશને સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી જ શો-રૂમ શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે.
*🍅🍅*
*વીડિયો કોન્ફરન્સથી આજીવન કેદનો ચુકાદો*
સાણંદના વડનગર નજીક 4 વર્ષ અગાઉ મહિલા અને 13 મહિનાની બાળકીની દાતરડા વડે હત્યા કરનાર આરોપી અમીન્દરપ્રસાદ સાહને ગ્રામ્ય કોર્ટે કોઇપણ જાતની માફી વગર આજીવન કેદની સજા ફટકારી છે. લૉકડાઉન બાદ પહેલી વખત ગ્રામ્ય કોર્ટે આરોપીને વીડિયો કોન્ફરન્સ દ્વારા આજીવન કેદની સજા આપી છે.
*🍅🍅*
*7 દિવસ બાદ PSI શ્વેતા જાડેજા સસ્પેન્ડ*
35 લાખની લાંચ કેસમાં પીએસઆઈ શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપેન ભદ્રને શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરી છે. ઉલ્લેખનીય છે કે પીએસઆઈ શ્વેતા જાડેજા પર 35 લાખની લાંચ લેવાનો આરોપ છે. આ મામલે પોલીસે તેના વતન સહિત શ્વેતાના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
*🍅🍅*
*અનલોક પર ગુજરાતીઓને નથી ભરોસો*
હવે સરકારના ભરોશે ન રહેતા સ્વયંભૂ બહાર આવ્યા છે
શહેરોના વેપારીઓ અને સામાન્ય જનતાઓએ લીધો સ્વયંભૂ નિર્ણય
ગુજરાતમાં પાટણ, હારિજ, વારાહી, પાલનપુર, મહેસાણા, હિંમતનગર વગેરે ઉત્તર ગુજરાતના શહેરો ઉપરાંત મોરબી, પાદરા, ડભોઈ, બોડેલી મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સાવરકુંડલા, કેશોદ વગેરેમાં ક્યાંક બપોરે 2 વાગ્યા સુધી તો ક્યાંક સાંજે 5 વાગ્યે દુકાનો બંધ કરવા વેપારીઓ સામેથી એલાન કર્યું છે.
*🍅🍅*
*પાકિસ્તાની સેનાની બે ચોકીઓના ભુક્કા*
પાકિસ્તાનની નાપાક હરકતો બંધ થવાનું નામ લઇ રહી નથી. આતંકવાદીઓએ ઘૂસણખોરી કરાવવાના ઇરાદાથી પાકિસ્તાની સેના રોજેરોજ યુદ્ધવિરામનો ભંગ કરી રહી છે. ત્યારે શુક્રવારે પાકિસ્તાની સેના દ્વારા રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ફાયરિંગ અને મોર્ટારમારો કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સેનાના હવાલદાર સમ્બૂર ગુરંગે શહીદી વ્હોરી હતી.
*🍅🍅*
*ટામેટાના ભાવ સાંભળીને ગૃહિણીઓની આંખોમાં આસુ*
કોરોનાના સંકટ વચ્ચે દેશમાં અનલોકની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં હવે રોજગાર, ધંધાને શરૂ કરવા માટે પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. ત્યારે દેશમાં શાકભાજીના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ટામેટાના ભાવ જાણીને જ ગૃહિણીઓની આંખોમાંથી આસુ આવી રહ્યા છે
*🍅🍅*
*કઢંગી હાલતમાં પકડાયેલા આ પ્રેમી પંખીડાની ધોલાઈ*
બિહારના મોતિહારીમાંથી એક પ્રેમી અને પ્રેમિકાની જાહેરમાં ધોલાઈનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવક પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. ઘરવાળા અને ગામવાળાએ આ પ્રેમી યુગલને આપત્તિજનક હાલતમાં પકડી પાડ્યા હતા. બાદમાં બંનેને દોરડા વડે બાંધી બરાબરની ધોલાઈ કરી હતી.
*🍅🍅*
*દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આગાહી*
12મી અને 13મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ સ્થિત હવામાન વિભાગ કચેરી દ્વારા કરવામાં આવી છે
મધ્ય અને ઉત્તર ગુજરાતે મેઘાની રાહ જોવી પડશેઅમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, 12 અને 13 જુલાઈએ સુરત વલસાડ, નવસારી, દમણ ,દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના છે
*🍅🍅*
*સુરત અડાજણમાં જુગારધામ પર દરોડા*
અડાજણના શિવાજી રોડ સ્થિત સારથી કોમ્પ્લેક્ષમાં શ્રી માતેશ્વરી ટ્રેડીંગ એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી દુકાનદાર સહિત 4 જણાને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ 25,650 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
*🍅🍅*
*સુરત શંખેશ્વર કોમ્પ્લેક્ષમાં ડેટા સેન્ટર પર દરોડા*
શંખેશ્વર કોમ્પ્લેક્ષ લોઅર ગ્રાઉન્ડમાં બે ડેટા સેન્ટરમાં સોશ્યલ ડિસ્ટન્સ વિના જ ડેટા સેન્ટર ધમધમતા હતા 50 હજારનો દંડ વસુલાયો મ્યુનિ.એ બે ડેટા સેન્ટરમાં 50 હજારનો દંડ કરવા સાથે પોલીસ ફરિયાદ પણ કરી હતી
*🍅🍅*
*ICSE/ISC Result 2020: ધોરણ 10-12ના પરિણામ જાહેર*
ICSEની 10મા અને ISCની 12માં ધોરણની પરીક્ષાઓના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશને પોતાની વેબસાઈટમાં પર આપેલી નોટિસ મુજબ 10મા અને 12 ધોરણના પરિણામની ખાતરી કરી છે. પરિણામ 10 જૂલાઈના રોજ બપોરે 3 કલાકે જાહેર થયુ છે. આઈસીએસઈ બોર્ડના 10માં અને આઈએસીસી 12માં વિદ્યાર્થીઓના પરિણામ કાઉન્સિલની સત્તાવાર વેબસાઈટ પર કરિયર સેક્શનમાં જાહેર કરવામાં આવ્યુ છે. કેવી રીતે કરશો ચેકરિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ results.cisce.org પર જાઓ
*🍅🍅*
*પરિણીત વ્યક્તિઓ ફસાવીને બદનામ કરવાની ધમકી આપતી મહિલાની ધરપકડ*
મહિલાએ અગાઉ બે વ્યક્તિ પાસેથી 30 લાખ અને 6 લાખ ખંખેર્યા હતા
સુરત: પૈસાદાર પરિણીત વ્યક્તિઓ વિશે ફેસબુકમાંથી માહિતી મેળવી બાદમાં પ્રેમજાળમાં ફસાવતી મહિલાનો ભાંડો ફૂટ્યો છે. શારીરિક સંબંધ બાંધીને ઘરનાઓને જાણ કરવાની તથા દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપતી મહિલાની જાળમાં ફસાયેલા યુવકે હાઈકોર્ટના દ્વાર ખખડાવી ફરિયાદ કરી જેના આધારે ચોકબજાર પોલીસે ફરિયાદ નોંધીને મહિલાની ધરપકડ
કરી
*🍅🍅*
*આપ પાર્ટીએ હુમલાના વિરોધમાં કલેકટર આવેદન પત્ર*
સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી સભ્યોએ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત રોજ થયેલા આમ આદમી પાર્ટીના પ્રભારી પર હુમલાની ઘટનાના વિરોધમાં કલેકટરને આવેદન આપ્યું હતું, પાર્ટીનાં સભ્યો એ જણાવ્યું કે ભાજપમાં રહેલા ગુંડાતત્વોને બહાર કાઢવાની માંગ કરી હતી. રાજ્યના આરોગ્યમંત્રીના ઈશારે આ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો.
*🍅🍅*
*ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધુ*
વડોદરા ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા દલસુખભાઇ પ્રજાપતિની ગોરવા અને લક્ષ્મીપુરા ખાતે સી.કે.પ્રજાપતિ નામની સ્કૂલ આવેલી છે. સી.કે. પ્રજાપતિ નામની બંને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરી દેવાનો ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લેવાતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સ્કૂલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન અને ભાજપના અગ્રણીએ જણાવ્યું કે, વાલીઓ ફી ભરતા ન હોવાથી આ નિર્ણય લેવાની ફરજ પડી છે.
*🍅🍅*
*ડુપ્લિકેટ માસ્ક-મોજા વેચવાના કૌભાંડનો પર્દાફાશ*
અમદાવાદ. શહેરના કાલુપુર વિસ્તારમાંથી બ્રાન્ડેડ ડુપ્લિકેટ માસ્ક અને મોજાના વેચાણનો પર્દાફાશ થયો છે. કંપનીના માણસોએ પોલીસ સાથે મળી કાલુપુરમાં આવેલી 5 દુકાનોમાં તપાસ કરતા 900 વધુ ડુપ્લિકેટ માસ્ક, મોજા અને ટોપી મળી આવી હતી. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી 5 દુકાનદારો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
*🍅🍅*
*રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 5 આંચકા અનુભવાયા*
*🍅🍅*
*અંડર બ્રિજનું લોકાર્પણ*
કડી ખાતે કડી-કલોલ રોડ થી કડી તાલુકા સેવા સદનને જોડતાં રોડ પર નિર્મિત અંડર બ્રિજનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી
*🍅🍅*
*સુરત મહાનગર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ જ ચરમસીમા ઉપર છે* ખૂબ જ ઝડપથી કોરોના સંક્રમણ ફેલાઈ શકે એમ છે. સૌ નાગરિકો અને દુકાનદારોને નમ્ર વિનંતી સ્વૈચ્છિક લોકડાઉન પાળીયે, બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળીએ, ફેસ માસ્ક ફરજિયાત પહેરીએ,સોશ્યિલ ડિસ્ટનસિંગનું ફરજિયાત પાલન કરીયે: પુર્ણેશ મોદી
*🍅🍅*
*આત્મનિર્ભર ભારત અભિયાન*
હવાઈ ક્ષેત્રને ખાનગી સેક્ટર માટે ખોલ્યું પીપીપી મોડલ હેઠળ વૈશ્વિક સ્તરના એરપોર્ટનું નિર્માણ કરાશે આ ક્ષેત્રમાં 13,000 કરોડ રૂપિયાના ખાનગી રોકાણની આશા છે.
*🍅
*ચીનમાં આર્થિક સંકટના એંધાણ*
ચીનમાં આર્થિક સંકટના એંધાણ લોકોને બેંકમાંથી મોટી રકમ ઉપાડવા પણ લેવી પડે છે મંજૂરી
*
*બે જૂથ વચ્ચે પથ્થરમારો*
ભાવનગરના ખેડૂતવાસમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
*
*બિહારમાં વીજળી પડતા 8 લોકોના મોત*

અમદાવાદમાં બની રહ્યું છે ટ્રાન્સપોર્ટેશનનું નવું હબ
*બની રહ્યું છે ટ્રાન્સપોર્ટેશનનું નવું હબ સાબરમતી રેલવે સ્ટેશનને રીવરફ્રન્ટ સાથે જોડવાની યોજના શહેરમાં મુખ્ય ટ્રાન્સપોર્ટેશન હબ તરીકે વિકસી રહેલા સાબરમતી રેલવે સ્ટેશને સાથે વધુને વધુ કનેક્ટીવિટી જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે