ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મીઠાપાણીની તાપી નદી આધારિત યોજનામાં ખામીઓ જાણતા પ્રભારીમંત્રી રાજપીપળા તપાસ અર્થે દોડી આવ્યા.

85 ટકા ગામોને પાણી ન મળતા સાંસદ મનસુખ વસાવા સહિત અધિકારીઓ અને તપાસની ટીમના રાજપીપળામાં ધામા.

રાજપીપળા સર્કિટ હાઉસમાં પ્રભારી મંત્રીની સંસદો વાસમો પાણીપુરવઠા અધિકારીઓ સાથે બંધબારણે બેઠક મળી.

રૂપિયા 309 કરોડની યોજના માં 85% ગામો સુધી પાણી કેમ પહોંચતું નથી તેવો સવાલ કરી જાત માહિતી મેળવી.

સાંસદ મનસુખ વસાવાની વિઝીટ પછી તંત્ર દોડતું થયું.
દેડિયાપાડા તાલુકાના કુલ 117 ગામો તથા સાગબારા ના કુલ 85 ગામોને શુદ્ધ અને મીઠું પાણી પૂરું પાડવા 309 કરોડની યોજના માત્ર 15 થી 20 ટકા ગામોને પાણી મળતું હોવાની બૂમો

પાણી દરેક ઘર સુધી પહોંચે તે માટે પાણી સમિતિ ની કમિટી નીમી સર્વે કરી દરેકના ઘરે પાણી પહોંચતું હશે અને આ કામમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી – પ્રભારી મંત્રી બચુભાઇ.

રાજપીપલા,તા.10

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મીઠાપાણીની તાપી નદી આધારિત યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુલ 117 ગામો તથા સાગબારા તાલુકાના કુલ 85 ગામોને શુદ્ધ અને મીઠું પાણી પૂરું પાડવા રૂપિયા 309 કરોડની યોજનામાં આદિવાસી આગેવાનો અને સરપંચોએ મનસુખભાઈ બતાવાઈ ફરિયાદો કરી હતી.જેમાં 202 ગામોમાંથી ફક્ત 20 થી 25 ગામોને પાણી મળે છે બાકીના ગામોને ગામ સુધી પાણી સંગ્રહના સંપત્તિ તથા ટાંકીઓ સુધી જ પહોંચે છે. પરંતુ લોકોના ઘરે ઘરે હજુ પાણી પહોંચતું ન હોવાથી કરોડની યોજનાના કામો અંગે શંકા જતા ફરિયાદને આધારિત સાંસદ મનસુખ વસાવાએ વિવિધ ગામોની મુલાકાત લઇ સ્થળ પર જાત નિરીક્ષણ કર્યું હતું. જેમાં કેટલીક નાની-મોટી ક્ષતિઓ જોવા મળી હતી, જેમાં ગામના 85% ગામોને પાણી મળતું ન હોવાથી રૂ.309 કરોડની યોજનાના કામો વિશે નિરીક્ષણ કર્યા બાદ ગાંધીનગરથી પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ તેમની તેમની તપાસ ટીમ સાથે આજે રાજપીપળા સર્કિટ હાઉસ પર દોડી આવતા સવારથી જ સર્કિટ હાઉસ પર અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. જેમાં બચુભાઈની સાથે સાંસદ મનસુખ વસાવા,કલેકટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડો.જીન્સી વિલિયમ ખેતીવાડી અધિકારી સહિત અધિકારીઓની અને તપાસની ટીમ સાથે સર્કિટ હાઉસમાં બંધબારણે પ્રભારી મંત્રી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં 309 કરોડની યોજના 85% ગામ સુધી પાણી કેમ પહોંચતું નથી, તેવો સવાલ કરી જાત માહિતી મેળવી હતી અને તપાસ સમિતિની ટીમે આજે દેડિયાપાડા સાગબારા ના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી.
જોકે સંદેશને મુલાકાતમાં સાંસદ મનસુખ વસાવાએ આ બાબતે જણાવ્યું હતું કે મેં દેડીયાપાડા અને સાગબારાના કાકરપાડા, સામરપાડ, કેવડી, ચીકદા, કમદવાવ (ડાભણ ), સાબુટી, રેલવા, મોસ્કૂટ, વાડવા, ઝરણાવાડી, ચુલી,બોરીપીઠા, ડેડીયાપાડા ની મુલાકાત લીધી હતી જેમાં નિરીક્ષણ કરતાં જેમાં જૂના વાસ્મો ના પ્રોજેક્ટ માં કેટલીક હસ્તીઓ જોવા મળી છે. જેને કારણે 20 થી 25 ગામોને જ પાણી મળે છે બાકીના ૮૫ ટકા ગામોને પાણી મળતું નથી તે માટે દેડિયાપાડાના 127 ગામો અને સાગબારાના 84 ગામો અને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે 10 થી 15 વર્ષ જૂનું એલી તૂટેલી આઇપો છે. તે નવેસરથી કામો શરૂ કરાવી દરેક ગામોને પાણી મળે તેવી વાસ્મો ના અધિકારીઓને સૂચના આપી છે. જે કામ 4 થી 5 મહિનામાં પૂરું કરી દેવાશે હું બધા ગામોમાં ફર્યો છું. જેમાં જે કાંઈ નાની મોટી ક્ષતિઓ છે, તે દૂર કરાશે.
આ અંગે પ્રભારી મંત્રી બચુભાઇ સંદેશ સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે મને માહિતી મળતાં હું આજે સરકારની 309 કરોડની પીવાના પાણીની યોજના કામગીરી જોવા આવ્યો છું. અમે તાપીમાંથી પાણી ઉઠાવી નર્મદામાં દેડિયાપાડા સાગબારા તાલુકાના 202 ગામોને મીઠું પાણી પહોંચાડવાની 309 કરોડની આ યોજના પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. સાંસદ મનસુખ વસાવાએ ગામોની મુલાકાત લીધી છે. હું પણ ગામોની મુલાકાત લઉં છું, જેમાં જૂના વાસ્મોની યોજનામાં નાની-મોટી જે ક્ષતિઓ રહી ગઈ છે. તે દૂર કરવાની સૂચના આપી છે. દરેક ગામોને પાણી સંગ્રહના તથા ટાંકીઓ સુધી એજન્સીઓએ પાણી પહોંચાડયું છે. હવે પાણી દરેક ઘર સુધી પહોંચશે તે માટે પાણી સમિતિની કમિટીની સર્વોદય કરી દરેકના ઘરે પાણી પહોંચતું થશે અને આ કામમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. એમ જણાવી દરેક ગામોને ટૂંક સમયમાં પીવાનું શુદ્ધ પાણી મળતું થશે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા