“ટોસિલિઝુમાબ”

(બે સુંદર ગોળીઓ રેપરમાથી લગભગ અડધી બહાર આવી ને ચાલતી ચાલતી જતી હોય છે.. ત્યા આપણુ આ અંત્યત મોધું અને દુર્લભ ટોસિલિઝુમાબ ઇન્જેક્શન સામે મળે છે ગોળીઓના ઉભરાતા રૂપ સામે એ સ્હેજ પણ નજર નાંખ્યા વગર એ નીકળી જાય છે. બંને ગોળીઓને ખુબજ ખોટુ લાગે છે..)
ગોળી. ૧:આ સાલાનો એટયુટયૂડ તો જો.. શેનુ ધમંડ છે.
ગોળી. ૨:(ઠંડો નિશ્વાસ નાખતા) હશે ભ’ઈ એના દા’ ડા છે
ગોળી. ૧:પણ આપણી સામે જોવે પણ નંઈ, આટલો શેનો
ઘંમડ..આપણે પણ ગોળીની જાત, ભલભલાના
ગળામા ઘુસીને આપણે પણ લોકોને સાજા કર્યા છે
ગોળી. ૨:એને તો અમીરોના અને રાજકારણીઓના કૂલા
માફક આવી ગયા છે..ગરીબોનો પીછવાડોતો કદી
જોયો જ નથી ને..
ગોળી.૧:સાચી વાત છે ડીયર.. લેબમા એકાદ બે વાર
મળ્યો હતો.. ત્યારે તો બહુ મીક્ષઅપ સ્વભાવનો
લાગ્યો હતો.. પણ જ્યારથી કુમાર કાનાણી સર
એને શોધવા લાગ્યા ત્યારથી અભિમાન આવ્યુ છે
ગોળી.૨:આ વળી કુમાર કાનાણી કોણ છે..
ગોળી.૧:અરે આપણા આરોગ્ય પ્રધાન છે. એ જ તો
આપણને ખરીદવાની મંજૂરી આપે છે..
ગોળી. ૨:લે હું ય મૂઈ ભોળી જ છુ ને.. હૂ તો પેલા
શનિરવિબેનને હેલ્થમિનિસ્ટર સમજતી’તી
ગોળી.૧: અલી ના રે.. ધણા બધાને એવી ગેરસમજ થાય
છે..
(ત્યાં જ અચાનક રાજ્યના હેલ્થમિનિસ્ટર આવી પહોંચે છે.. મંત્રાલયગત ચિંતા એમના ચહેરા ઉપર છવાઈ ગઈ છે પેલી બંને ગોળી ડધાઈને પોતાના રેપરને સીધુ કરે છે)
હેલ્થમિનિસ્ટર :ગોળી.. તમે પેલા મોંધા ઈન્જેક્શનને ક્યાંક જોયુ?
(ગોળીઓ વિમાસણમાં છે રાજદ્રોહ કરવો કે મિત્રદ્રોહ કરવો નક્કી કરી શકતી નથી.. એકદમ મ્લાન ચહેરે હેલ્થમિનિસ્ટર સામે જોઈ રહે છે..)
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા