ન્યુ કલોથ માર્કેટના10 વેપારીઓ કોરોના પોઝિટિવ,351 વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા.

જે રીતે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. તે જોતા મસ્કતી કાપડ મહાજન ન્યુક્લોથ માર્કેટ ના વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમે આજે માર્કેટમાં 351 વેપારીઓના ટેસ્ટ કર્યા હતા. જેમાં 341 વેપારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે બાકીના 10 વેપારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે વેપારી ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી જેમણે પોતાના ઘરે ક્વોરેન્ટાઈન થવાની તૈયારી બતાવી હતી તેમને ઘરે મોકલાયા હતા જ્યારે બાકીના વેપારીઓને ડિપાર્ટમેન્ટના ક્વોરેન્ટાઈન સેન્ટર પર મોકલી આપવામાં આવ્યા હતા.કાપડ બજારમાં વ્યાપારીઓની અવરજવર ધીરે ધીરે વધતાં હવે તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવાનું પ્રમુખે જણાવ્યું હતું.

મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે લગભગ ૭૦ દિવસ સુધી કાપડ બજારો બંધ રહ્યા બાદ સરકારના આદેશથી છેલ્લા એકાદ મહિનાથી કાપડ બજાર કાર્યરત થઇ ગયા છે. કાપડ બજારમાં ખાલી વ્યાપારી ઉપરાંત બહારના વેપારીઓની પણ અવરજવર રહેતી હોવાથી ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર નો ઉપયોગ, તથા ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ વેપારીઓને માર્કેટમાં એન્ટ્રી આપવાના નિયમોનું પાલન કરવામાં આવી રહી છે.

તેમ છતાં જો કોઈ વ્યાપારી કે કર્મચારી સંક્રમિતહોય તો અન્ય માટે પણ જોખમરૂપ બની શકે છે માટે માર્કેટના વેપારીઓના કોરોના ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આરોગ્ય વિભાગ દ્વારા માર્કેટના 351 વેપારીઓના ટેસ્ટ કરાયા હતા જેમાંથી 10 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જ્યારે બાકીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.