સ્મરણ સાથે શ્રદ્ધાંજલિ: લતા દીદીએ પીએમના માતૃશ્રી હીરાબાને પત્ર લખી કહ્યું પ્રથમ વખત ગુજરાતીમાં લખું છું

જીએનએ અમદાવાદ: ભારત રત્ન કોકિલા કંઠી લતા મંગેશકરે આજે દુનિયાને અલવિદા કહ્યું. દેશભરમાં શોકનો માહોલ છવાયો. દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. આજે વિશ્વભરમાં લોકો તેમના ગયેલા સુપરહિટ ગીતોને યાદ કરી રહ્યા છે અને તે યાદ રહેશે અને લોકો લતા દીદીને એમના સ્મરણો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

લતા દીદીનું એક સ્મરણ જયારે તેમણે ગુજરાતના પુત્ર હાલના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના બીજીવાર પ્રધાનમંત્રી બનાવ બદલ માતા હીરાબાને લખેલ પત્ર પણ છે જેમાં તેઓએ માતા હીરાબાને સંબોધીને લખ્યું હતું કે નરેન્દ્ર મોદી મારા ભાઈ છે અને તેમને ફરીવાર પ્રધાનમંત્રી બનવા બદલ શુભકામનાઓ પાઠવું છું. આ ઉપરાંત પીએમ મોદીના ભાઈઓ પ્રહલાદભાઈ અને પંકજભાઈ તેમજ પરિવાર માટે દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. એ તો ઠીક એમની સાદગી જુઓ તેમને અંતમાં લખ્યું હતું કે આ પત્ર તેઓ પ્રથમ વખત ગુજરાતીમાં લખી રહ્યા છે કાઈ ભૂલચૂક હોય તો ક્ષમા કરશો. દીદીની આત્મા તેમના ગાવામાં આવેલ સદાબહાર ગીતો થકી લોકોના હૃદયમાં હંમેશા જીવનભર યાદ સાથે જીવંત રહેશે. લતા દીદીને ભાવભીની શ્રદ્ધાંજલિ..