નીતિન પટેલે ટોસિમિઝૂમેબ ઇન્જેક્શનના કાળાબજાર અંગ્રે કર્યા ખુલાસા.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ સમગ્ર મામલાને સરકાર સામેનું ષડયંત્ર ગણાવ્યું. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન મુજબ કોરોનાના દર્દીઓને આ દવા આપી રહી છે. સરકારે બનાવેલી ડોક્ટરોની કમિટિએ જે બે ઇન્જેક્શનની ભલામણ કરી તેની સરકાર ખરીદી કરી રહી છે. ડોક્ટરની ભલામણ બાદ જ આ દવાઓનો ડોઝ આપવામાં આવે છે. પટેલે જણાવ્યું કે અમુક લોકો સરકાર સામે ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ સરકાર સામે જે આક્ષેપ તેઓ કરી રહ્યા છે તે પાયાવિહોણા છે.