કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાંબાસમયથી બંધ રહેલા સુરત શહેરના પાન મસાલા, બીડી, સિગારેટ તથા તમાકુ વગેરેની દુકાનોને તાજેતરમાં ચાલુ કરવાની પરમિશન મળતા વધુ નફો લેવાની લ્હાયમાં કેટલાક દુકાનદારો દ્વારા નફાખોરી કરતા હોવાનું માલુમ પડતા મદદનિશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વધુ ભાવો લઈ ગેરરિતી આચરતા ૧૨ વેપારી એકમો સામે કાર્યવાહી કરી રૂા.૩૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
વધુ વિગતો આપતા સુરત/તાપી મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના સિનીયર/જુનિયર વિભાગીય નિરીક્ષકો દ્વારા શહેર તથા જીલ્લામાં અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત જુન મહિના દરમિયાન સુરત તથા તાપી જીલ્લામાં કુલ ૧૯૫૪ વેપારી એકમોની ચકાસણી અને મુંદ્રાકનની કામગીરી હાથધરી કુલ રૂપિયા ૩૧,૭૪,૩૮૭ની ચકાસણી અને મુંદ્રાકનની સરકારી ફી વસુલ કરવામાં આવી છે. જુન મહિના દરમિયાન કુલ ૨૬ વેપારી એકમો સામે પ્રોસીક્યુશન કેસ કરી રૂપિયા ૩૫, ૬૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
જુન-૨૦૨૦ દરમ્યાન ઉપરોક્ત તપાસણી અન્વયે આ કચેરી દ્વારા ત્રણ મોબાઇલ કોર્ટ નું આયોજન કરીને સીટીલાઇટ,અડાજણ, નવસારી બજાર, સુરત વિસ્તારમાં મોબાઇલ કોર્ટ દરમ્યાન કુલ નવ વેપારી એકમો સામે પ્રોસીક્યુશન કેસ કરી રૂા.૧૦,૧૦૦ તથા તાપી જિલ્લાન સોનગઢ વિસ્તારમાં મોબાઇલ કોર્ટ દરમ્યાન કુલ દશ વેપારી એકમો સામે પ્રોસીકયુશન કેસ કરી રૂપિયા ૩,૦૦૦ નો દંડ સ્થળ ઉપર જ વસુલ કરવામાં આવ્યો હતો. વધુમાં કોરોના વાયરસને ધ્યાનમાં લઇને રાજય સરકાર દ્વારા અનલોકના સમયગાળા દરમ્યાન અમુક વેપારી તરફથી ગ્રાહકો પાસેથી ચીજવસ્તુઓના છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવામાં આવી રહ્યા હોવાની કચેરીને ફરીયાદો મળી હતી. જેને ધ્યાનમાં રાખીને વિભાગીય નિરીક્ષકો દ્વારા શહેર તથા જીલ્લામાં વધુ ભાવ લેવા બાબતે ઓચિંતી તપાસણી હાથ ધરીને કુલ ૧૨ વેપારી એકમો સામે છાપેલી કિંમત કરતા વધુ ભાવલેવા તથા છાપેલ કિંમતમા ચેકચાક બાબતે પ્રોસીક્યુશન કેસ કરી રૂા.૩૦,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે
જે મુજબ
(૧) આકાંક્ષા મેડીકલ એન્ડ જનરલ સ્ટોર્સ, આગમ ઓર્ચીડ, વેસુ, સુરત
(૨) જીતેંદ્ર મેડીકોસ, આગમ શોપીંગ વર્લ્ડ, વેસુ, સુરત
(3) મલ્લિનાથ પ્રોવિઝન સ્ટોર, સરેલાવાડી, સુરત (૪)
બનારસી પાન એન્ડ કોલડ્રીંક્સ કોર્નર, ચોકસીવાડી સામે,અડાજણ, સુરત
(૫) યોર સ્ટોર,સ્વામિનારાયણ કમ્પાઉન્ડ, કતારગામ, સુરત
(૬) એસ.કે ફાસ્ટફુડ એન્ડ જ્યુસ સેન્ટર, પાલ ગામ, સુરત
(૭) એમ.એસ પાનવાલા, ચોક બજાર, સુરત
(૮) શ્રીનાથ ફરસાણ માર્ટ, મધુરમ ડેરી પાસે, નવસારી
બજાર ,સુરત
(૯) મુકેશભાઇ તેજાજી દેવાશી, મુ-ગોલા, તાલુકો – ઓલપાડ,
(૧૦) મહાદેવ અમુલ પાર્લર, તરસાડી, તાલુકો- માંગરોળ
(૧૧) ન્યુ લઝીઝ પાન એન્ડ કોલડ્રીંક્સ, મુ-ઓલપાડ, સુરત
(૧૨)ભાનુના લાઇવ ગરમાગરમ ખમણ, સીમાડા કેનાલ રોડ, સુરત
આમ ઉપર જણાવેલ વિગત મુજબ મેડીકલ સ્ટોર, પ્રોવિઝન સ્ટોર, પાન પાર્લર, ફરસાણ, ફાસ્ટ ફુડ સેન્ટર, દુધ પાર્લર વિગેરે જેવા કુલ ૧૨ વેપારી એકમો સામે ફેસ માસ્ક- હેન્ડ સેનેટાઇઝર, સિગારેટ, છાશ-દુધ, પાન-મસાલા વિગેરે જેવી ચીજ વસ્તુઓના છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે તથા છાપેલ કિંમતમા ચેકચાક કરવા બાબતે ધી પેકેઝ કોમોડીટીઝ રૂલ્સ મુજબ પ્રોસીક્યુશન કેસ કરી રૂ.૩૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કચેરી દ્વારા ગ્રાહક સુરક્ષા ધારા-૧૯૮૬ અન્વયે ગ્રાહકો તરફથી મળતી ફરીયાદ બાબતે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામા આવે છે જે મુજબ જુન માસ દરમિયાન ફરીયાદી
શ્રી કિશોરભાઇ પોપટભાઈ દેવાણી, એલ.એચ. રોડ, વરાછા, સુરત તરફથી મળેલી ફરીયાદ મુજબ તેઓએ હાયર એજ્યુકેશન માટેની લોન અંગેની અરજી કરી હતી આ લોન કોઇ
કારણસર ફરીયાદીએ રદ કરાવતા ઓક્ષીલો ફિનસર્વ પ્રાઇવેટ લિ., નવરંગપુરા, અમદાવાદ પાસેથી લોન બાબતની પ્રોસેસીંગ ફી રૂ.૪૭,૯૦૮/- પરત આપવા માટે ફરીયાદ કરી હતી જે બાબતે ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા ગ્રાહક સુરક્ષા ધારા-૧૯૮૬ અન્વયે ઓક્ષીલો ફિનસર્વ પ્રાઇવેટ લિ., નવરંગપુરા, અમદાવાદ તથા મુંબઇ બ્રાંચને ફરીયાદી ના પ્રોસેસીંગ ફી અંગેના નાણાં પરત કરવા માટે જરુરી નોટીશ ઇસ્યુ કરવામાં આવી હતી જે અન્વયે ઓલીલો ફિન સર્વ પ્રાઇવેટ લિ., નવરંગપુરા,અમદાવાદના ફરીયાદીને અન્ય વહીવટી ખર્ચ બાદ કરી પ્રોસેસીંગ ફી રૂા.૩૦ હજાર પરત કરવામાં આવી છે. વધુમાં સુરત/તાપી જીલ્લાના નાગરીકોને તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથાગ્રાહક સુરક્ષા અંગેના કાયદા/ નિયમ અર્થે કોઇ પણ ફરીયાદ કે કોઇ માર્ગદર્શન ની જરુરિયાત હોય તો તેઓ આ બાબતે મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, એ બ્લોક અઠવાલાઇન્સ, જી. સુરત ખાતે સંપર્ક કરી શકે છે એમ જણાવાયું છે.