અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 22 ગુનાનો ભેદ ઉકેલતા 12 વાહનો સાથે રીઢા વાહનચોરને ઝડપી પાડવામાં આવ્યો છે. પીઆઇ જે એન ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ PSI બી પી દેસાઈ અને ટીમ દ્વારા મળેલ બાતમીના આધારે અમદાવાદ શહેર ખાતેથી આરોપી તુષાર ઉર્ફે ભુરિયો મહેન્દ્ર પટેલને શુકન ગોલ્ડ એપાર્ટમેન્ટ, ન્યુ એસજી રોડ ગોતા ખાતેથી હોન્ડા એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. સઘન પૂછતાછ દરમ્યાન આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેમાં છેલ્લા 7 મહિનામાં અલગ અલગ વિસ્તારોમાંથી ટુ વહીલરોની ચોરી કરી અલગ અલગ વિસ્તારોમાં બિનવારસી મૂકી દીધેલ. જે મુજબ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા વિવિધ જગ્યાથી ચોરી કરેલ 12 જેટલા વાહનો મળી આવતા તેને કબજે કરવામાં આવ્યા હતા. આરોપીએ 15 દિવસ પહેલા જ સાઉથ બોપલ કન્સ્ટ્રકશન સાઈટ પાસેથી પેશન પ્રો ની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આરોપીએ 2004 થી 2020 દરમ્યાન ટુ વહીલર સાદી ચોરીના કુલ 38 ગુના કરેલ છે અને આ ઉપરાંત આ ગુના બાબતે તેને ત્રણ વાર જામનગર, સુરત અને વડોદરા જેલમાં પાસાની સજા કરવામાં આવેલ છે.
Related Posts
4 વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને પકડી પડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.
પેરોલ/ફ્લો જમ્પ થયેલ આરોપીને પકડવા માટે એસપી આર વી અસારી દ્વારા અપાયેલ સૂચના મુજબ અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફર્લો…
ગેર કાયદેસર રીતે રેતી ખનીજચોરી કરતા ઇસમને પકડી પાડતી ધારી પોલીસ ટીમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ રેતી…
*અમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ કરતાં પોલીસ કર્મચારી ઝડપાયાં*