મુખ્ય સમાચાર.

*સૌરાષ્ટ્રમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી*
*જામ ખંભાળિયામાં આભ ફાટ્યું બે કલાકમાં 12 ઈંચ દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ*

*ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે મહંતે લગાડ્યું લાંછન મહિલા શ્રદ્ધાળુ પાસે કિસની માંગણી કરી હતી*
ખોરાસા: સૌરાષ્ટ્રના તિરૂપતિ બાલાજી મંદિરની જ્યાના મહંતે એક મહિલા પાસે અભદ્ર માંગ કરી જે બાદ શ્રદ્ધાળુઓમાં રોષ છે ખોરાસા તિરૂપતિ બાલાજી મંદિરના મહંત શ્યામ નારાયણની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમા મહિલા શ્રદ્ધાળુ પાસે મહંત શ્યામ નારાયણે કિસની માંગણી કરી હતી. જે બાદ મહિલા શ્રદ્ધાળુએ રોષમાં આવીને સાધુને ફોન કરીને ખખડાવ્યા હતા. આ ગંભીર ઘટના સામે આવ્યા બાદ આ મંદિરમાં અપાર શ્રદ્ધા ધરાવતા શ્રદ્ધાળુઓએ મહંત વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો અને મહંત શ્યામ નારાયણને હટાવાની માંગ કરી હતી. તો આ મંદિરના ટ્રસ્ટીઓએ પણ સ્વીકાર કર્યો છે કે ઓડિયો ક્લિપમાં અવાજ મહંત શ્યામ નારાયણનો જ છે. આ સાથે મંદિરના ટ્રસ્ટીએ મહંત શ્યામ નારાયણે પહેલા પણ આર્થિક ગોટાળા કર્યાનો આક્ષેપ કર્યો છે.આ ઘટનામાં ઓડિયો ક્લિપ વાયરલ થવા સીવાય બીજુ કંઇ નથી. જે મહિલા પાસે અભદ્ર માંગ કરાઇ છે તે મહિલા બદનામીના ડરે સામે આવી નથી. જેથી ફરિયાદ પણ થઇ નથી
****
*ગુરુપુર્ણીમાંએ અંબાજીમાં મંદિર ભક્તોને દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું*
સોશ્યિલ ડિસ્ટ્રન્સ સાથે ભક્તોને પ્રવેશ અપાયો હતો સોશ્યિલ ડિસ્ટ્રાન્સના કારણે ભીડભાડ ન થતા હજી સુધી એક પણ પિક પોકેટિંગનો બનાવ ન બનતા યાત્રિકો પણ ખુશી અનુભવી રહ્યા છે અંબાજી મંદિર ખુલ્લું રહેતા 7 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો મંદિર વહીવટદાર એસ. જે.ચાવડાએ જણાવ્યુ હતુ અંબાજી મંદિરમાં પૂનમ હોવાથી મંદિરના શિખરે ધજા પણ બદલવામાં આવી હતી અંબાજી મંદિરમાં ભક્તો પણ માસ્ક પહેરી માતાજીના દર્શને પહોંચ્યા હતા
****
*ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શ્રીજી દર્શનનો લાભ લઇ શકશે*
આ અંગે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ગુજરાત રાજ્યના તમામ યાત્રિકો,ભક્તો અને શ્રધ્ધાળુઓ હવે વહેલા તે પહેલાના ધોરણે રણછોડરાયજી મંદિરની વેબસાઈટ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શ્રીજી દર્શનનો લાભ લઇ શકશે. રાજ્ય બહારના દર્શનાર્થી ભક્તો માટે આગામી દિવસોમાં દર્શન વ્યવસ્થા જાહેર કરવામાં આવશે. પ્રત્યેક શ્રધ્ધાળુએ દર્શન કરવા માટે રણછોડરાય મંદિરની વેબસાઈટ ઉપર જઇ ઓનલાઇન બુકિંગ કરવા માટે આ http://ranchhodraiji.org/DarshanBooking લિંક પર ક્લિક કરીને વિગતો ભરવાની રહેશે. મંદિર મેનેજમેન્ટ દ્વારા નક્કી કર્યા મુજબ ઓનલાઈન બુકીંગ ન હોય તેવા દર્શનાર્થીઓ દર્શન લાભથી વંચિત રહેશે.
************
*મહાનગરપાલિકા ધો. પાંચથી દસના વિદ્યાર્થીઓને આપશે ટૅબ્લૅટ્સ*
મુંબઈ કોરોના વાઇરસના કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે હવે ઑનલાઇન લર્નિગ પર ભાર આપવામાં આવી રહ્યો છે.કોરોના વાઇરસના કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે હવે ઑનલાઇન લર્નિગ પર ભાર આપવામાં આવી રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકાએ ટૅબ્સ પાછળ અંદાજે ૫૦ કરોડનો ખર્ચ કર્યો છે
****
*સમાજ કલ્યાણ અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયો*
ભરૂચ સમાજ કલ્યાણ કચેરીના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીએ લાંચના 10 હજારને અડક્યા વગર જ લેવાનો કિમીયો અજમાવ્યો હતો અધિકારીએ પાર્કિંગમાં મુકેલી કારમાં ફરિયાદીને બોલાવ્યો હતો કારનું એસી ચાલુ કરી અડધો કલાક સુધી વાતચીત કર્યા બાદ લાંચના રૂપિયા જાતે સ્વીકારવાના બદલે કારના ડ્રોઅરમાં મૂકાવી દીધા હતા
*****
*અમરનાથ યાત્રા પર પ્રશ્ર્નાર્થ મુકાયો છે*
નવી દિલ્હી: જમ્મુ: અનલૉક-૨ના નિર્દેશો પ્રમાણે કોવિડ-૧૯ને મામલે બાંડીપોરાને બાદકરતા લગભગ આખું કાશ્મીર રેડ ઝોનમાં મુકવામાં આવ્યું છે ત્યારે અમરનાથ યાત્રા પર પ્રશ્ર્નાર્થ મુકાયો છે.એક તો આ વર્ષે કોવિડ-૧૯નો રોગચાળો ઘટવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે પહેલો પ્રશ્ર્ન એ છે કે અમરનાથની યાત્રા યોજાશે કે કેમ અને હવે જ્યારે કોરોનાના વધેલા રોગચાળાને લીધે કાશ્મીરના મોટાભાગના જિલ્લાઓ રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે
***
*ક્રાઇમ બ્રાંચ પહોંચી કેશોદ સ્થિત પીએસઆઇ શ્વેતા જાડેજાના ઘરે*
કેશોદ: અમદાવાદમાં કથિત દુષ્કર્મ પ્રકરણમાં લાંચ માંગવા મામલે ક્રાંઇમ બ્રાંચની ટીમ કેશોદ સ્થિત પીએસઆઇ શ્વેતા જાડેજાના ઘરે તપાસ માટે ગઇ હતી જો કે ક્રાઇમ બ્રાંચની ટીમ પીએસઆઇના ઘરે પહોંચી ત્યારે ઘરને તાળા લાગેલા જોવા મળ્યા હતા ક્રાંઇમ બ્રાંચની ટીમ ઘરેથી પરત જતી હોય તેવા સીસીટીવી કુટેજ સામે આવ્યા છે શ્વેતા જાડેજાના બનેવી ભૂગર્ભમાં, આરોપી કેનલ શાહ વિરુદ્ધની તપાસના રેકોર્ડ પોલીસે કર્યો કબ્જે
***
*પીએસઆઈ શ્વેતા જાડેજા ૭મી સુધી રિમાન્ડ*
જામનગર. પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાએ દુષ્કર્મના કેસમાં પાસાની ધમકી આપીને બે ટુકડે પડાવેલા રૂા. 35 લાખ જામજોધપુર આંગડીયા મારફત મોકલાવડાવ્યા હતાં, આ રકમ જામજાેધપુરમાં જયુભા નામધારી વ્યકિતએ લીધી હોવાનું ખુલતા હવે અમદાવાદ પોલીસની તપાસ જામજોધપુર તરફ લંબાશે
***
*LRD મહિલા ઉમેદવારોને નિમણૂકના આદેશ*
ગાંધીનગર. રાજ્યમાં પોલીસના લોકરક્ષક દળમાં ભરતી મામલે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલી મહિલા ઉમેદવારોની સમસ્યાનો આખરે અંત આવ્યો છે. જિલ્લા ફાળવણી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થઇ જવા છતા નિમણૂંકપત્રો નહીં અપાતા હોવાથી મહિલા ઉમેદવારોએ ફરી એકવાર આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારતા ડીજીપીએ તમામ મહિલા ઉમેદવારોને નિમણૂંક આપી દેવા સૂચના આપી હતી ઉમેદવારો 15મી જુલાઇના રોજ હાજર થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે
*****
*ટેક્સટાઈલ માર્કેટ બંધ નહીં કરાય*
સુરત ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગને લઈને આરોગ્યમંત્રી કુમાર કાનાણી અને સાંસદો દ્વારા ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી, જે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં ટેક્સટાઈલ માર્કેટ બંધ ન કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જે માર્કેટની દુકાનમાં કેસ નોંધાશે તે દુકાન અને ફ્લોર બંધ કરવામાં આવવવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે ડાયમંડ ઉદ્યોગને સાત દિવસ માટે બંધ કરાયાને પૂર્ણ થતા સાવચેતી સાથે ડાયમંડ ઉદ્યોગ પણ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજીયાત ડાઉનલોડ કરવાની રહેશે આગામી પંદર દિવસ સુરત માટે ફરી મહત્વના બની રહેશે
****
*મુંબઈને મુશળધાર વરસાદે ધમરોળી નાખ્યું*
વરસાદે ૨૪ કલાકમાં જ પૂરી કરી નાખી હતી મુશળધાર વરસાદે મુંબઈને ધમરોળી નાંખ્યું હતું. સતત પડી રહેલા વરસાદનું જોર વધી ગયું હતું હવામાન ખાતાની આગાહી મુજબ આખો દિવસ ભારે વરસાદ પડ્યો હતો સવારના સમયે જ દરિયામાં મોટી ભરતી હતી અને એ જ સમયે ભારે વરસાદ પડવાને કારણે અનેક ઠેકાણે પાણી ભરાયા હતા
****
*કચ્છમાંથી ચરસના વધુ ૨૪ બિનવારસી પેકેટ જપ્ત
ભુજ: પાછલા એક સપ્તાહથી કચ્છના સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસી ચરસના પેકેટ મળી આવવાનો સીલસીલો જારી રહ્યો હોય તેમ ફરી જખૌ પોલીસને દરિયાકિનારે આવેલા ભારત સોલ્ટના મીઠાના અગરોથી આગળ દરિયામાંથી ચરસના ૨૪ જેટલા બિનવારસી પેકેટ મળી આવ્યા છે.
****
*મનહર ઉધાસ સામે ગઝલકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ*
ભુજ: લોકપ્રિય ગઝલ ગાયક મનહર ઉધાસ વિરુદ્ધ કોપીરાઇટ એકટના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધવાની માગણીએ ચકચાર સર્જી છે. ગઝલકાર અમૃત ઘાયલના પુત્ર નિલેશ ભટ્ટ દ્વારા ભુજ એ ડિવિઝન પોલીસને આ સબંધે અરજી આપી મનહર ઉધાસ સામે અમૃત ઘાયલની ગઝલો થકી આર્થિક સામાજિક લાભ મેળવવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે
****
*રાજકોટમાં હજુ રદ થયેલી ચલણી નોટોની હેરાફેરી જારી*
દેશમાં ૫૦૦ અને ૧ હજારની જૂની ચલણી નોટો રદ કર્યા ચાર વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ તેની હેરાફેરી ચાલી રહી છે ત્યારે સવાલ એ છે કે રિઝર્વ બેંક કે કોઈ પણ બેંક તેને બદલાવી ને નવી ચલણી નોટ આપતી પણ નથી તો પછી આ ચલણી નોટ બદલવા માટે નું કોઈ નેટવર્ક ચાલે છે જૂની ચલણી નોટ રદ થયા પછી સૌથી વધુ નોટ ગુજરાતમાં પકડાઈ છે
****
*કાનપુર હત્યાકાંડ: વિનય તિવારી સસ્પેન્ડ*
*દુબેએ ભાજપના રાજ્યકક્ષાના પ્રધાન સંતોષ શુક્લની પોલીસ સ્ટેશનની અંદર હત્યા કરી હતી*
નવી દિલ્હી: લખનઊ: કાનપુર થયેલા ગોઝારા પોલીસ હત્યાકાંડમાં કથિત રીતે ગુંડા સાથે સંડોવણી બદલ આરોપી પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની વાત પોલીસ જણાવી હતી પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યાકાંડમાં સંડોવણી હોવાની માહિતીના આધારે કાનપુર જિલ્લાના ચૌબેપુર પોલીસ સ્ટેશનના સ્ટેશન ઑફિસર એસઓ વિનય તિવારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો
*****
*અમર્યાદિત ફ્રી કૉન્ફરન્સિંગ ઍપ જિયોમીટ લોન્ચ કરાઇ*
નવી દિલ્હી: પોતાના વ્યવસાય માટે ફેસબુક અને ઇન્ટેલથી કરોડો ડૉલર એકત્રીત કર્યા પછી અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનલિમિટેડ ફ્રી કોલિંગ સાથે જિયોમીટ વીડિયો કોન્ફરન્સિંગ ઍપ્લિકેશન શરૂ કરી છે
****
*દેશભરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૯૦ ટીમો ગોઠવાઇ*
નવી દિલ્હી: ધ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફએ દેશભરમાં પૂર બચાવ કાર્ય માટે ૯૦થી વધુ ટીમ તહેનાત કરી છે, જેમાં ચાલી રહેલા કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને લોકોના સેનિટાઇઝેશન પર ખાસ ધ્યાન આપવામાં આવશે એમ એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશના ચોમાસામાં વરસાદ અને પૂરની તૈયારીની સમીક્ષા કરી હતી
*****
*બિહારની સાઈકલ ગર્લ જ્યોતિ કુમારી પર ફિલ્મ બનશે*
નવી દિલ્હી: લોકડાઉનમાં ઘણા શ્રમિકોએ તેમના વતન પહોંચવા માટે લાંબી મુસાફરી કરી હતી. તેમાંની જ એક જ્યોતિ કુમારી હતી જેણે તેના ઈજાગ્રસ્ત પિતાને ઘર પહોંચાડવા માટે ૧૨૦૦ કિલોમીટર સાઈકલ ચલાવી હતી.
****
*અમેરિકામાં સર્જાઈ ૪૮ લાખ નવી નોકરીઓની તક*
નવી દિલ્હી: અમેરિકા: અમેરિકી નોકરીદાતાઓએ જૂન મહીનામાં આશરે ૪૮ લાખ જેટલી નવી નોકરીઓની તકનું સર્જન કર્યું છે. રોજગાર મામલે સતત બીજા મહીને પણ સારા પ્રદર્શનના કારણે અમેરિકાનો બેરોજગારી દર ઘટીને ૧૧.૧ ટકા થઈ ગયો છે.
*****
*શંકર કુરાડે ૨.૮૯ લાખનો સોનાનો માસ્ક પહેરે છે*
મહારાષ્ટ્રના પૂણે- કોરોના કાળમાં માસ્ક જીવનનો જરુરી હિસ્સો બની ગયો છે એટલું જ નહી માસ્ક પહેર્યા વિના બહાર નિકળવાથી દંડની પણ જોગવાઇ છે. હવે સફેદ બ્લ્યુ કે ગ્રીન નહી વિવિધ રંગ અને ડિઝાઇનના બજારમાં માસ્ક મળે છે
*****
*અડાજણ ચીટિંગ કેસમાં જામીન ના મંજૂર*
સુરત. નોકરી અપાવવાના બહાને લોકોથી 35 લાખની ઉઘરાવી છેતરપિંડી કરનારાની જામીન અરજી કોર્ટે ફગાવી હતી. સરકાર પક્ષે દલીલો કરી હતી આરોપી ભરત તાવડેએ 2018માં અડાજણ ખાતે આયુષ મેન પાવરના નામે ઓફિસ ખોલી હતી અને સહ આરોપી સુધીર જ્ઞાનેશ્વર સાથે મળીને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા
*****
*સ્વિટ્ઝરલેન્ડમાં બે ટ્રેન અથડાઇ*
નવી દિલ્હી: જિનીવા: સ્વિટ્ઝરલેન્ડમાં પહાડ પર આવેલા રેલવેની ટનલમાં બે ટ્રેન અથડાતા થયેલા અકસ્માતમાં કેટલાક લોકોને નજીવી ઇજા થઇ હતી, એમ રેલવે અધિકારીએ માહિતી આપી હતી ૧૫ વાહનને લઇ જતી કાર શટલ ટ્રેન લોકલ પેસેન્જર ટ્રેન સાથે અથડાઇ હતી.
****
*ભચાઉમાં 4.2ની તિવ્રતાનો આવ્યો ભૂકંપ*
કચ્છમાં ફરીવાર ધરા ધ્રુજી છે. કચ્છના ભચાઉમાં ભૂકંપનો નોંધાયો નોંધાયો છે. આ આંચકો 5 ને 11 મિનિટે આવ્યો હતો.ભચાઉથી 14 કિલોમીટર નોર્થ ઇસ્ટમાં એપિસેન્ટર નોંધાયું છે. આ આંચકાની તીવ્રતા 4.2ની જાણવા મળી છે.
***
*ધોરાજીમાં આરોગ્ય વિભાગમાં દોડધામ*
ફરી 11 કેસ પોઝિટિવ આવ્યા છે. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમ દોડી આવી હતી. પાંચ ટીમો બનાવીને વોર્ડ નંબર એકથી નવમાં પેટ્રોલિંગ સાથે વોચ રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હતો. આવનારા દિવસોમાં લોકડાઉન વધી શકે તેવી સંભાવના વ્યક્ત જિલ્લા કલેકટરે વ્યક્ત કરી હતી
****
*સૌરાષ્ટ્રમાં સર્વત્ર મેઘ મહેર*
ગીર સોમનાથમાં સૌથી વધુ સુત્રાપાડામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો. સુત્રાપાડાના ખેરા ગામ ભારે વરસાદથી જળ બંબાકાર થયું હતુ. ખેરા ગામમાંથી નદીની જેમ પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો.
સુત્રાપાડા સહિત આસપાસના પંથકોમાં ભારે વરસાદ થયો. જેને કારણે નદી નાળા છલાકાયા છે.
ક્યારેય દેવભુમિ દ્વારકાના જામ ખંભાળિયામાં મન મુકીને વરસ્યા મેઘરાજા, જામ ખંભાળિયામાં દિવસ દરમ્યાન 6 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થઇ ગયો.
જામ ખંભાળીયામાં સવારથી શરૂ થયેલા વરસાદે બપોર બાદ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું. બપોર બાદ જામ ખંભાળીયા તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો. જેના કારણે જામ ખંભાળિયાના મુખ્ય માર્ગોમાં પાણી ભરાયા.
તો નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર 3 નંબર નું સિગ્નલ લગાવાયું.
ગીરગઢડાના સનવાવ ગામે પાંચ ઈચ વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ચારેબાજુ પાણી પાણી જોવા મળ્યું હતુ. ગામમા અને લોકોના ઘરમાં રૂપેણ નદીના પાણી ઘુસી ગયા હતા.
રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાઠે વહી હતી. તો અમરેલીના ધારીની સ્થાનિક નદીમાં તણાયેલા ખેડૂતની લાશ મળી આવી હતી. સીમ વિસ્તારમાંથી ઘેર પરત ફરી રહેલો ખેડૂત સ્થાનિક નદીમાં તણાયો હતો. ખેડૂતનું બાઇક નદીના કોઝવે પાસેથી મળી આવ્યું હતુ.
****
*

*હે! ભગવાન, આ વરસાદમાં*
થોડું સેનીટાઇઝર ભેળવી દે.

કોરોના ને હવે તો એના
મોત સાથે તું મેળવી દે.

છે તારી પાસે
બધી જ શક્તિ,
અખિલ બ્રહ્માંડને
તું રોગમુકત કરી દે.

થાક્યા છે માનવી
હાથ ધોઈ ધોઈને,
હવે તો કોઈ ઉપાય
તું મોકલી દે.

માણસથી માણસ
ખૂબ ડરવા લાગ્યો છે
દયા કરી તું
હવે જીદ છોડી દે.

હવે કોઈ નહી રંજાડે
ક્યારેય કુદરતને
આટલી વાર અમને
તું માફ કરી દે.

*મહેન્દ્ર અગ્રવાલ અંબાજી*
*****
*શ્વસી તો જો*

યાદમાં તું એક પળ,એને શ્વસી તો જો,
બંધ દરવાજે, ટકોરા તું કરી તો જો.

શક્યતા ઊભી હશે, ફરકાવતી પાલવ,
સ્હેજ ગરદન ફેરવી, પાછું વળી તો જો .

શક્ય છે આ આંખ કોરી થાય પણ ભીની,
તું જરા આ વાદળું, ખિસ્સે ભરી તો જો.

બોલવા દે સત્ય તો ,આજે અરીસાને,
તું જ તારી જાતને, એક પળ ગમી તો જો.

મ્હોરશે પાછી વસંતો, ટેરવે “સ્વપ્નિલ”,
સ્પર્શના ટહુકા, હથેળી પર લખી તો જો.

*તનસુખ શાહ-વાલોડ*
**************