કોરોના મહામારી વચ્ચે યુક્રેનથી 268 વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યાં.

અખબારી યાદી
કોરોના મહામારી વચ્ચે યુક્રેનથી 268 વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યાં
અમદાવાદ, 03 જુલાઇ, 2020 – ઇતિહાસમાં પ્રથમવાર યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન 268 વિદ્યાર્થીઓ સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડ થઇ હતી. આ સ્પેશિયલ ઇવેક્યુએશન ફ્લાઇટનું આયોજન ક્યિવમાં ભારતીય દૂતાવાસની મદદથી ધ એમડી હાઉસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી (બીએસએમયુ)ના હતાં.
આ અત્યંત મહત્વપૂર્ણ કામગીરીમાં ડો. સુનિલ શર્માએ મહત્વપૂર્ણ ભુમિકા ભજવી હતી અને યુનિવર્સિટી માટે ગુજરાત રાજ્યમાં મુખ્ય કોન્ટેક ડો. નિર્ભય ચંદારાણા હતાં. આ મીશન અંગે પ્રતિક્રિયા આપતાં ડો. નિર્ભય ચંદારાણાએ જણાવ્યું હતું કે, અમે યુક્રેનમાં ભારતીય દૂતાવાસ અને વિદેશ બાબતોના મંત્રાલયના આભારી છીએ. બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર છે. ઉલ્લેખનીય છે કે બીએસએમયુના ગ્રેજ્યુએટ્સ ગુજરાતની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં કામ કરે છે.
મહત્વપૂર્ણ છે કે ધ એમડી હાઉસ હંમેશાથી ઉત્કૃષ્ટા, સિદ્ધાંતો અને મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે. ડો. સુનિલ શર્મા દક્ષિણ પૂર્વ એશિયામાં બીએસએમયુના અધિકૃત એડમીશન પાર્ટનર છે અને તેમણે આ મીશનમાં અસરકારક કામગીરી નિભાવી છે. ડો. નિર્ભય ચંદારાણા ગુજરાત રાજ્યમાં બીએસએમયુ માટે અધિકૃત એડમીશન પાર્ટનર છે. યુક્રેનમાં લોકડાઉનના સમયમાં ધ એમડી હાઉસે વિદ્યાર્થીઓના અભ્યાસ, રહેઠાંણ અને ભોજન સહિતની તમામ જરૂરિયાતોનો પૂરતો ખ્યાલ રાખ્યો હતો. બીએસએમયુ પ્રથમ યુનિવર્સિટી છે કે જે લોકડાઉન બાદ યુક્રેનમાં ડિગ્રી પ્રદાન કરે છે.
આજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવેલા તમામ વિદ્યાર્થીઓ ભારત સરકાર અને રાજ્ય સરકારના દિશાનિર્દેશો મૂજબ કોરન્ટાઇન કરાશે, જેથી કોવિડ-19 સામેની લડાઇમાં સાથ-સહકારી આપી શકાય.
ડો. ચંદારાણા બીએસએમયુના ગોલ્ડ મેડાલિસ્ટ ગ્રેજ્યુએટ છે અને તેઓ પોતે આ લોકડાઉનના સમયમાં યુક્રેનમાં વિદ્યાર્થીઓ સાથે રહી તેમને મદદ પૂરી પાડી હતી.
-x-x-x-