અમદાવાદ….
ડુપ્લીકેટ સેનેટાઇઝર અને હલકી કક્ષાની દવાઓ ની ખરીદી બાદ ચાઈનીઝ મશીનો પણ ગુજરત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન એ ખરીદયા…
એક તરફ દેશ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યું છે ત્યાં ગુજરાત સરકાર જ મેડિકલમાં વપરાતા સાધનો ચાઈનીઝ કંપની પાસે થી ખરીદી રહ્યું છે…..
લોકો ને ચાઈનીઝ વસ્તુઓ ખરીદવા માટે સરકાર ના પાડી રહી છે બીજી બાજુ સરકાર પોતેજ ચાઈનીઝ વસ્તુઓ ખરીદી રહી છે….
રાજ્યમાં મોટા શહેરમાં આવેલી અમદાવાદ,રાજકોટ અને સુરત સિવિલ હોસ્પિટલમાં ચીન ની કંપની પાસેથી મશીનો ખરીદાયા….
ગુજરત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવ્યા મશીનો….
બ્લડ કાઉન્ટ કરવા માટે વપરાતા મિન્ડ્રે કંપનીના 4 મશીનો ખરીદવામાં આવ્યા….
અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં આવેલી 1200 બેડની હોસ્પિટલ ની લેબમાં પણ આજ મશીન મૂકવામાં આવ્યું….
7 મે એ રાજ્ય સરકારે ચાઈનીઝ કંપની ને 4 મશીન નો ઓડર આપ્યો..
25 મે એ રાજ્ય સરકાર ને લોક ડાઉન વચ્ચે મશીન ચાઈનીઝ કંપનીએ આપ્યા…
33 લાખ રૂપિયા ના મશીન ચાઈનીઝ કંપની પાસેથી રાજ્ય સરકારે ખરીદ્યા…
મહત્વ ની વાત એછેકે ભારત ની કંપનીઓ આ પ્રકાર ના મશીન બનાવતી હોવા છતાં ગુજરાત સરકારે ચાઈનીઝ મશીન ખરીદયા….
રાજ્ય સરકારે ચાઈનીઝ કંપની પાસેથી ખરીદેલા. મશીન ક્યાં આપવામાં આવ્યા….
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2 મશીન આપવામાં આવ્યા…
સુરત સિવિલ માં એક મશીન આપવામાં આવ્યું…
અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1 મશીન આપવામાં આવ્યું જે 1200 બેડ કોવિડ હોસ્પિટલ માં મુકવામાં આવ્યું છે…