આ ઘટના શેરસિંહને ક્રિમીનલ નહિ પણ વીર સાબિત કરે એવી છે.

કોણ છે આ શેરસિંહ રાણા…. ??

હમણાં અફઘાનિસ્તાનમાં તાલિબાનો વિશે સોશ્યિલ મિડિયા મા બહુ આવે છે ત્યારે એક થોડા વર્ષો પહેલા બનેલો એક બનાવ યાદ આવે છે જેમાં એક ભારતીય જવાંમર્દ પુથ્વીરાજ ચૌહાણ ની અસ્થિઓ લાવવાની વાતમાં તાલિબાનો નું નાક કાપીને ભારત સહીસલામત આવ્યો હતો.

નેટ ઉપર શોધતાં ઘણી જ થ્રિલીંગ સ્ટોરી બહાર આવે છે.

આમેય આ જમાનામાં જવલ્લે જ કોઈ વ્યક્તિ કે વાત ઈમ્પ્રેસ કરે છે.

શેરસિંહના પરાક્રમો ખાસ્સા પ્રભાવક છે.
(અતિ હિંમત માગી લે એવા કાર્ય માટે આ શબ્દ વાપર્યો છે.)

એમણે જે કર્યું છે એવું કરનાર આ યુગમાં કોઈ બીજો પાકે એ વાત અશક્ય લાગે છે.

પહેલાં પંકજસિંહ અને હવે શેરસિંહ તરીકે ઓળખાતા આ વ્યક્તિએ માન્યામાં ન આવે એવુ અશક્ય પરાક્રમ કરી બતાવ્યું હતું.

એ પણ બહુ નાની ઉંમરમાં. અત્યારે એમની ઉંમર છે ૫૦ વર્ષ.
અભેદ્ય એવી તિહાર જેલમાંથી ફરાર.

એ પણ એટલી સોફિસ્ટિકેટેડ રીતે કે ચાર્લ્સ શોભરાજ જેવો શાતિર માણસ પણ ન કરી શક્યો હોત. (યુટ્યુબમાં વિગતો છે.) ફરાર થવાનું કારણ: અફઘાનિસ્તાનમાંથી મહંમદ ઘોરીની મઝારની બહાર રહેલી, અપમાનિત થતી ભારતના છેલ્લા હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણની સમાધિના અવશેષો હસ્તગત કરીને ભારત લાવીને એની, ક્ષત્રિય કુળની અને ભારતના ભવ્ય ઈતિહાસની ગરિમા પુન:સ્થાપિત કરવી.

ફરાર થઈને વાયા બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન પહોંચી તાલિબાની શાસનના પોલાદી સકંજામાંથી એ પૃથ્વીરાજ ચૌહાણની સમાધિમાંથી સફળ રીતે, એકલા હાથે એના અવશેષો ભારત સુધી સહીસલામત રીતે પાછા આવી, એનું મંદિર બનાવી એનું ગૌરવ સ્થાપિત કરવું. અફઘાનિસ્તાન જેવો દેશ ક્યારેય પોતાના નાક કપાયા જેવી આ બાબતની પુષ્ટિ ન કરે એટલે શેર સિંહે આ કામનો દિલધડક વિડીયો પણ બનાવ્યો છે. જે જોઈ શકાય છે.

આ ઘટના શેરસિંહને ક્રિમીનલ નહિ પણ વીર સાબિત કરે એવી છે.

આને ધર્મરક્ષા કાજેનું કર્તવ્ય ગણો તો પણ અન્ય ધર્મના લોકોએ આમાંથી દાખલો લેવો જોઈએ.

કાનૂનની દ્રષ્ટિએ એ ગુનેગાર છે. પણ ઉદ્દેશ્ય કંઈક ઉચ્ચતર છે.

કોઈપણ ભારતીય, ચાહે તે હિન્દુ, મુસ્લિમ, શીખ કે ક્રિશ્ચિયન કે બૌદ્ધ હોય એ ફક્ત ભારતની, જે ધરતીમાં પોતે પેદા થયા છે એ ધરતીની અસ્મિતાને દ્રષ્ટિમાં રાખીને શેરસિંહને જોશે તો એમના પ્રત્યે માન જરૂર થશે. ટાઈગર ફિલ્મ જોઈ હોય તો ખ્યાલ આવશે..

આ રીયલ ટાઈગર છે.