મુખ્ય સમાચાર. – ભાવિની નાયક.

કોરોનાં મહામારી ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય. પ્રાથમિક શાળાઓના સમયમાં થશે-ફેરફાર. સવારે સાડા સાતથી બાર વાગ્યાનો રહેશે સમય. શિક્ષકોને રોટેશન પ્રમાણે બોલાવવામાં આવશે.
…………………………………………………………..
વલસાડમાં માસ્ક અને સોશિયલ ફેન્સિંગના મુદ્દે કોર્પોરેશનના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો.
……………………………………………………………
વલસાડના પારડી માં પરવાનગી વગર ચાલુ થયેલા મદરેસાઓને સ્થાનિકો દ્વારા બંધ કરાવવામાં આવ્યા.
………………………..
ગુજરાતના એટીએસ દ્વારા મોરબી અને કચ્છમાંથી હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરાર કરવામાં આવ્યો. 50 જેટલા વિદેશી હથિયારો જપ્ત કરાયા. જેમાં ૧૧ જણની અટકાયત કરવામાં આવી.
…………………………………
સાબરકાંઠાની સાબર ડેરી એ દૂધની ખરીદી ના ભાવ ઘટાડો કર્યો. ભેંસના દુધમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો.
……………………………………..
પ્રધાનમંત્રી આજે જનસંબોધનમાં ગરીબોને દિવાળી અને છઠપૂજા સુધી અનાજનું મફત વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી.
………………………………….
થરાદ-સાંચોર ની તમ હોટલ સર્વોત્તમમાં ગ્રાહકોને ખરાબ કવોલ્ટી નું જમવાનું પીરસવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થયો.
……………
પાટણ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નો આંક વધીને 206 થયો. એક જ દિવસમાં 11 કે 11 કેસ નોંધાયા. અત્યાર સુધીમાં પાટણમાં મૃત્યુઆંક 22એ પહોંચ્યો.
………………………….
સુરતની સિવિલ હોસ્પિટલના વોર્ડમાં બિલાડીઓ ફરતી જોવા મળી. આથી દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો.
……………….
સમગ્ર સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર. ઠેરઠેર પાણી ભરાયા ના સમાચાર. મેઘની મેઘરાજાના આગમનથી ધરતીપુત્રો ખુશખુશાલ.