નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસનો આજે વધુ કેવડીયા ના 8 પોઝિટીવ કેસ નોંધાયો. એસ.આર.પી છાવણીમા ચકચાર.ગરુડેશ્વર તાલુકો કોરોનામા સૌથી મોખરે.

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 38સેમ્પલ પૈકી 8 સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યો જ્યારે
30 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા :

આજે ૩૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ 23 કેસના દરદીઓ સારવાર હેઠળ છે

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૫,૩૬૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર
સર્વેક્ષણ : ૧૧૫ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

રાજપીપલા, તા 19

કેવડીયા એસ આર પી ગ્રૂપ મા ગઈ કાલ સુધી srp જવાનોનોપોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આજે વધુ 8ના રિપોર્ટ પોઝિટિવ આવતા કેવડીયા એસ આર પી ગ્રૂપ માકૂલ 13ના પોઝિટિવ રિપોર્ટ આવતા ચકચાર મચી જવા પામી છે

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. 20 મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૨૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 38 સેમ્પલો પૈકી 8 સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યો છે.

જેમાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તારના રહીશ 40વર્ષિય યુવાન ભીમ સિંગઆર વસાવા 2)જનકભાઈ એસ ચાવડા (ઉ .વ .38રહે કે કોલોની )3)રકંચન ભાઈ છગન ભાઈ બારીયા ઉ .વ .40રહે કે કોલોની )4)અનિલ એસ વસાવા ( ઉ .વ .25.રહે કે કોલોની ) (5)રમીલાબેન રાનાલભાઈ વાળા( ઉ .વ .33.રહે કે કોલોની )6)અતુલ કુમાર કાંતિ લાલ વસાવા ( ઉ .વ .49.રહે કે કોલોની )7)જયપાલ સિંહ શિશિગ સોલંકી ( ઉ .વ .49.રહે કે કોલોની )આ તમામ સાત કેવડીયા ના એસ આર પી ઓ 7મી તારીખે સુરતથી આવ્યા હતા જ્યારે 8)ભરત ભાઈ અંબાલાલ પટેલ ( ઉ .વ .63.રહે રાજપીપલા )જે 28મી એ અમદાવાદ થી રાજપીપલા આવેલ આ તમામ ના ગઈકાલે સેમ્પલો લીધેલા જે તમામ નોન રિપોર્ટ આજે પોઝિટિવ આવેલ છે
આ તમામ ના ગઈ કાલે સેમ્પલ લીધેલા તેનો આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો આજે તમામ ને રાજપીપલા કોવીદ મા ખસેડાયા છે નર્મદા મા અત્યાર સુધીમા કૂલ 46કેસ નોંધાયા છે જેમા વડોદરા થી રિફર કેસ ને ગણતરીમા લેવાયેલ નથીઃ

આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના 23દરદી સારવાર હેઠળ છે. જ્યારે આજે 38 સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા. 20 મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-61616 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 58 દરદીઓ, તાવના 38 દરદીઓ, ડાયેરીયાના 33 દરદીઓ સહિત કુલ -129 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા